ગાંધીનગર (Gandhinagar) ખાતે તરછોડાયેલા માસુમ બાળક શિવાંશ (shivansh )ના પિતાને આજે રવિવારે વહેલી સવારે પોલીસ કોટાથી લઇ આવી હતી. પોલીસે સચિન દીક્ષિત અને તેની પત્નિને અલગ-અલગ રૂમમાં પુછતાછ શરૂ કરી હતી. જે મામલામાં હાલ અનેક નવા નવા તથ્યો સામે આવી રહ્યાં છે. માસુમ શિવાંશના પિતાની ઓળખ થયા બાદ હવે તેની માતાની પણ ઓળખ થઈ છે. શિવાંશને જન્મ આપનાર માતાનું નામ મહેંદી હોવાનું સામે આવ્યું છે. ત્યાં જ આ મામલામાં ફરી નવો વળાંક સામે આવ્યો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીની તેના પ્રેમી સચિને વડોદરામાં હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.
shivansh ની માતાની બાપોદ વિસ્તારમાં હત્યા નિપજાવી
માસુમ બાળકના મામલામાં ધીરે ધીરે નવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે. જણાવી દઇએ કે, સચિન દીક્ષિત અને હિના ઉર્ફે મહેંદી બંને વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતા હતા. બે દિવસ પહેલા સચિનને તેના માતાપિતા સાથે પોતાના વતનમાં જવું હોવાની હિનાને વાત કરી હતી. જેથી હિનાએ કહ્યું હતું કે, તું ત્યાં જવાનું છોડી દે અને મારી સાથે જ રહે. જે વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થતા સચિને ગળું દબાવી હિનાની હત્યા નિપજાવી હતી. બાદમાં મૃતદેહને પેક કરી રસોડામાં જ મુકી દીધો હતો અને ત્યાંથી શિવાંશને લઈ અમદાવાદ આવવા નીકળી ગયો હતો. અમદાવાદ આવતી સમયે શિવાંશને ગાંધીનગર ખાતે ગૌશાળા પાસે છોડી દીધો હતો. ત્યારબાદ સચિન તેના પરિવાર સાથે પોતાના વતન જવા નીકળી ગયો હતો.
બંને અમદાવાદમાં સંપર્કમાં આવ્યા હતા
હિના અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી હતી ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને સાથે રહેવાનું શરૂ કર્યું હતું. આ સમયે 2020માં શિવાંશનો જન્મ થયો હતો. ત્યારબાદ સચિનની વડોદરા ખાતે બદલી થતા તે મહેંદી અને શિવાંશ સાથે ત્યાં રહેવા જતો રહ્યો હતો. વડોદરાના બાપોદ વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખી બંને રહેતા હતા.
સચિન બંને શહેરમાં રહેતો હતો
પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ સચિન અઠવાડિયા દરમિયાન સોમથી શુક્ર સુધી વડોદરામાં હિનાની સાથે રહેતો હતો. બાદમાં તે વીકેન્ડમાં ગાંધીનગર સ્થિત પત્નિ અને પોતાના માતાપિતા સાથે રહેવા આવતો હતો.
જણાવી દઇએ કે, હિના ઉર્ફે મહેંદી ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી અને તેની માતાના નિધન બાદ તે અમદાવાદમાં તેમના માસીને ત્યાં જ રહેતી હતી અને ઈવેન્ટનું કામ કરતી હતી. તે દરમિયાન સચિન અને મહેંદીનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
મહેંદીના પરિજનો એ શું કહ્યું હતુ?
આ સમગ્ર બાબતને લઇને માસુમ બાળકની માતા મહેંદીના માસી અને માસા મીડિયા સામે આવ્યા હતા. મહેંદીની માસીએ મીડિયા સમક્ષ આ અંગે વાત કરતાં કહ્યું હતુ કે, તે લોકો વડોદરા હતા અને કેવી રીતે શિવાંશ ગાંધીનગર આવ્યો તે ખબર નથી. તેની માતા ક્યારેય બાળકને એકલી મૂકતી ન હતી.
આ પણ વાંચો: Gandhinagar: તરછોડાયેલા બાળકના પિતાને પોલીસ કોટાથી લઇ આવી, માતાનું રહસ્ય અકબંધ
shivansh નો જન્મ ક્યા થયો હતો
મહેંદીની માસી પાસેથી મળતી માહિતી મુજબ, શિવાંશ આજરોજ 10 મહિનાનો થયો છે. ગત 10 ડિસેમ્બર 2020ના દિવસે શિવાંશનો જન્મ થયો હતો. અમદાવાદના બોપલની જ એક હોસ્પિટલમાં શિવાંશનો જન્મ થયો હતો. હાલમાં તો મહેંદીની માસીએ શિવાંશની કસ્ટડી માગી છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી મહેંદીની ભાળ નથી મળતી ત્યાં સુધી શિવાંશની જવાબદારી તેમને સોંપવામાં આવે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શિવાંશની કસ્ટડી કોને આપવામાં આવશે.
આખરે આ બાળકનો શું વાંક? જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4