Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / January 24.
Homeન્યૂઝSACRED Portal: નિવૃત્ત લોકોને મળશે નોકરી, જલ્દી કરાવો આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન

SACRED Portal: નિવૃત્ત લોકોને મળશે નોકરી, જલ્દી કરાવો આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન

SACRED Portal: Retirees will get jobs, get registered on this portal soon
Share Now

નવી દિલ્હી : રિટાયરમેન્ટ ભોગવતા લોકો સારી રીતે જાણતા હોય છે કે નિવૃત્તિ પછી એક રૂટીનમાં ઢળી ચૂક્યા પછી સાવ બેસી રહેવું કંટાળાજનક સ્થિતિ છે. જો તેમનો અનુભવ મેળવી કામ લેવામાં આવે તો વધુ લાભ મેળવી શકાય છે. કોઈ કંપની માટે વર્ષો સુધી કામ કરી ચૂકેલા એમ્પલોય (Employees), જે કંપનીને વધુ નજીકથી જાણે છે તેમના માટે કામ કરવું સરળ પણ છે અને કંપનીને તેનો લાભ પણ મળી રહે છે. સરકારે અને કંપનીઓએ આવા અનુભવી કર્મચારીઓને મેળવવા બીડું ઝડપ્યું છે. સરકાર તેમના માટે એક માધ્યમ બનીને એક પોર્ટલ (SACRED Portal) તૈયાર કરી રહી છે જેના દ્વારા કંપની અનુભવી કર્મચારી મેળવી શકે અને નિવૃત્ત કર્મચારી સારી કંપનીમાં લાયક નોકરી મેળવી શકે.

 

SACRED Portal

SACRED પોર્ટલ

 નિવૃત્ત થઈ ગયેલા લોકો માટે ફરીથી નોકરી મેળવવાની આ સારી તક છે. સરકારે ખાસ કરીને વૃદ્ધ લોકોને રોજગાર મળી રહે તે માટે એક પોર્ટલ બનાવ્યું છે. તેના પર 1 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન (Registration) થઈ શકે છે. આ પ્રકારનું એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પોતાનામાં જ એક આગવી પહેલ છે. આ પોર્ટલને SACRED નામ આપવામાં આવ્યું છે. જેનું ફુલ ફોર્મ થાય છે Senior Able Citizens for Re-Employment in Dignity. તેને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે તૈયાર કર્યું છે.

SACRED Portal: Retirees will get jobs, get registered on this portal soon

60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રોજગારની તક

60 વર્ષથી વધુ ઉંમરના લોકો (Senior Citizens) તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને વર્ચ્યુઅલ મેચિંગના આધારે રોજગારની તક આપવામાં આવશે. મંત્રાલયના સચિવ આર સુબ્રમણ્યમે કહ્યું કે, આ એક્સચેન્જ એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ બનશે જ્યાં સ્ટોકહોલ્ડર્સ એકબીજાને વર્ચ્યુઅલ (Virtually) રીતે મળી શકે છે અને ભવિષ્યની કાર્યવાહી નક્કી કરી શકે છે. મંત્રાલયે CII, FICCI અને ASSOCHAM અને અન્ય સંસ્થાઓને એમ્પ્લોયરોને એક્સચેન્જમાં લાવવા માટે કહ્યું છે.

આ પોર્ટલ પર કરો રજીસ્ટ્રેશન

આ પોર્ટલ (SACRED Portal) લાઇવ થયા પછી વરિષ્ઠ નાગરિકો તેમાં નોંધણી કરાવી શકશે. રજિસ્ટ્રેશન માટે તેઓએ તેમના શિક્ષણ, અનુભવ, કુશળતા વિશે માહિતી આપવી પડશે. ઉપરાંત, તે જણાવવું પડશે કે તેઓ કયા ક્ષેત્ર (Sector)માં કામ કરવા તૈયાર છે. જોબ પ્રોવાઇડરે કામના પ્રકાર અને તેને પૂર્ણ કરવા માટે કેટલા લોકોની જરૂર છે તે જણાવવાનું રહેશે. આ કાર્યમાં વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ પણ લેવામાં આવશે.

how to get registered at SACRED Portal

વૃદ્ધોની વધતી વસતીને કારણે સરકારે લીધો આ નિર્ણય

જો કે, મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, એક્સચેન્જનો અર્થ નોકરીની ગેરન્ટી નથી. દેશમાં વૃદ્ધોની વધતી વસતીને જોતા આ પોર્ટલ (SACRED Portal) ને મહત્વનું માનવામાં આવે છે. દેશમાં  વૃદ્ધોની વસતી 1951માં લગભગ 2 કરોડ હતી જે 2001માં વધીને 7.6 કરોડ અને 2011માં 10.4 કરોડે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો  : જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરનું વેચાણ 113% વધ્યું, નવા લોન્ચિંગ ડબલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment