Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝશસ્ત્ર પૂજન કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ, સૌરાષ્ટ્રમાં શસ્ત્ર પૂજન પરંપરા

શસ્ત્ર પૂજન કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ, સૌરાષ્ટ્રમાં શસ્ત્ર પૂજન પરંપરા

shastra pooja by cm
Share Now

વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ હોય છે. વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજન કર્યું હતું.

વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા – ભૂપેન્દ્ર પટેલે

મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવને આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન વિજ્યાદશમી પર્વે શરૂ કરાવેલી શસ્ત્ર પૂજનની પરંપરામાં આ વખતે સહભાગી થવાની પોતાને તક મળી છે, તેનો હર્ષ પણ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

વિજયાદશમીએ શસ્ત્ર પૂજન વિધિ મુખ્યમંત્રીશ્રી નિવાસના પ્રાંગણમાં યોજાય

shastra pooja મુખ્યમંત્રીના સલામતી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રતિ વર્ષ વિજયાદશમીએ શસ્ત્ર પૂજન વિધિ મુખ્યમંત્રીશ્રી નિવાસના પ્રાંગણમાં યોજાય છે. આ વર્ષે યોજાયેલી શસ્ત્ર પૂજન વિધિમાં મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને નાયબ પોલીસ અધિક્ષકઓ, પોલીસ ઇન્સ્પેક્ટરઓ, સબ ઇન્સ્પેક્ટરઓ મળીને 50 જેટલા સુરક્ષા કર્મીઓ જોડાયા હતા.

જામનગર રાજપૂત સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્ર પૂજન

જામનગર શહેરમાં આજે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયના પર્વ પર દશેરાની ધાર્મિક અને પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શક્તિના પ્રતીક સ્વરૂપ એવા શસ્ત્રોનું પૂજન જામનગર પોલીસ પરિવાર અને જામનગર રાજપૂત સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : RSS પ્રમુખની ચિંતા : ડ્રગ્સ માંથી દેશ ક્યારે થશે આઝાદ ??

વિજ્યા દશમીએ ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક

shastra poojan વિજ્યા દશમીએ ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે. તો શોર્યની ઉપાસક છે. દશેરાના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. આ વિજયના પ્રતીક સ્વરૂપે આ પર્વને વિજયાદશમી કહેવાય છે. આ પર્વ પ્રસંગે રાવણ દહનના કાર્યક્રમો યોજાય છે .તથા શસ્ત્રોની પુજા પણ કરાઈ છે. ત્યારે જામનગર શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું। જેમાં જામનગરના ડી.વાય.એસ.પી. મહેન્દ્રસિંહ સોલંકી, ડી.વાય.એસ.પી. કુણાલ દેસાઈ, સમગ્ર પી.આઈ. અને પી.એસ.આઈ. સાથે રહી શાસ્ત્ર પુજન કર્યું હતું। ત્યારે પોલીસ દ્વારા એવો સંદેશ પણ આપવામાં આવ્યો છે કે આ શાસ્ત્ર પુજનથી જામનગર પોલીસ શહેરમા સ્વચ્છ, સુરક્ષિત રહી જીત હાસિલ કરશે. અને શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ બનાવવામાં આવશે.

તો હવે વાત કરીએ બોટાદ જિલ્લાની .જેમાં જામનગર પોલીસની જેમ બોટાદ પોલીસ દ્વારા પણ પોલીસ વડાઓ દ્રારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બોટાદ પોલીસ દ્વારા દર વર્ષે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. તો આ પુજામાં જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ,પી આઈ એ બી દેવધા તેમજ અને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પરંપરાગત રીતે શાસ્ત્રો વિધિ અનુસાર હથીયારોનું પૂજન કયું હતું .

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment