પ્રશાસકના 5 વર્ષ પૂર્ણ થતા સહયાત્રા કાર્યક્રમ યોજાયો
દીવમાં પ્રશાસક પ્રફુલ પટેલને સંઘ પ્રદેશમાં પાંચ વર્ષ થયા છે ત્યારે તેની ઉજવણીના ભાગ રૂપે દીવમાં ચાર દિવસીય સહયાત્રા કાર્યક્રમ યોજાયો છે. જે અંતર્ગત સ્વચ્છતા દિવસ અને હરિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ઠેર ઠેર કરવામાં વૃક્ષારોપણ આવ્યું હતું.
દીવમાં સ્વચ્છતા દિવસની ઉજવણી
દીવમાં સહયાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત દીવ જિલ્લાના બધા જ પર્યટક સ્થળો હોટલો, બાર અને રેસ્ટોરન્ટ અને તેમની આસપાસના વિસ્તાર, શહેરી અને ગ્રામ્ય વિસ્તારો, બજારો બધા જ બીચો આઈએનએસ ખૂખરી મેમોરિયલ, સાર્વજનિક સ્થળ, બેંકો, દીવ નગરપાલિકા પરિષદ, વોર્ડ અને જિલ્લા પંચાયત વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ દિવસે કરાઈ દીવની સફાઈ
છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રદેશમાં પ્રધાનમંત્રીના વિઝન અને પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વમાં સુશાસન અને બહુમુખી વિકાસ થયો છે. ત્યારે પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના અભિયાનને અપનાવી સહયાત્રાના પ્રથમ ચરણમા આજે સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
દીવ જીલ્લામાં હરિત દિવસની ઉજવણી
દીવ પ્રશાસન દ્વારા કુલ 52 ટીમ બનાવવામાં આવી હતી. કુલ 4000 જેટલા લોકોએ મળી દિવ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સફાઈ કરી હતી. નાના મોટા બધા જ પર્યટક સ્થળો બાર રેસ્ટોરેન્ટ, રસ્તા સાર્વજનિક વગેરે થઈને કુલ 190 સ્થળે સફાઈ કરવામાં આવી આજે એકત્રિત કચરા માં સુકો કચરો ભીનો કચરો અને પ્લાસ્ટિક કચરો વગેરે અલગ અલગ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનુ ત્રણ જગ્યા પરથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું, આ અભિયાન અંતર્ગત ખાલી સરકારી ઓફિસો અને કાર્યાલયો, જીલ્લા પંચાયત નગરપાલિકા પરિષદના અધિકારીઓ, દીવ જીલ્લા હોટેલ એસોસિયેશન, સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓ, સ્વંય સેવકો વગેરે લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને સફાઈ અભિયાનને સફળ બનાવ્યું હતું. આ સફાઈ અભિયાન દરમિયાન દીવ પ્રશાસન દ્વારા હાથના મોજા, માસ્ક, કચરા સંગ્રહ માટે થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સફાઈની જવાબદારી માત્ર સરકારની નહિ પણ નાગરિકોની પણ છે
કોવિડ -19 ની દિશા નિર્દેશના પણ અનુસરવામાં આવી હતી. આ સ્વચ્છતા દિવસના માધ્યમથી સંદેશ આપવાની કોશિશ કરવામાં આવી છે કે, સ્વચ્છતા અભિયાનની જીમ્મેદારી ખાલી સરકારની જ નહિ પણ દરેક નાગરિકની પણ આ જીમ્મેદારી છે. તેથી દરેક લોકો પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ અને બીજાને પણ આ બાબતે જાગૃત કરવા જોઈએ. દીવ જીલ્લામાં સહયાત્રા અનુસંધાને દીવ પ્રશાસન દ્વારા ચાર દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના પ્રથમ દિવસે દીવ જીલ્લાની વિવિધ જગ્યાઓ પર સફાઈ અભિયાન ચલાવવામા આવ્યું હતું.
1500 લોકોએ મળી 53 જગ્યાઓ પર કર્યું વૃક્ષારોપણ
આજે બીજા દિવસે હરિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હરિત દિવસ અંતર્ગત દિવની 53 જગ્યા એ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણની શરૂઆત બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે ડીઆઈજી વિક્રમજીત અને દીવ કલેકટર સલોની રાયે વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ દીવની વિવિધ 53 જગ્યાઓ પર વિધાર્થીઓ, શિક્ષકો, ઓફિસરો, કર્મચારીઓ થઈ કુલ 1500 લોકોની 39 ટીમ બનાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડાને લીધે દીવમાં બહોળી સંખ્યામાં વૃક્ષોનું પતન થયું હતું, જેની ફરીથી ભરપાઈ કરવા દાદરા નગર હવેલી દમણ અને દીવ પ્રદેશમાં કુલ બે લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને તેનું હવે જતન કરવામાં આવશે.
જુઓ આ વિડીયો : દીવમાં સહયાત્રા કાર્યક્રમ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4