Salman khan Secret Marriage: સલમાન ખાન બોલિવૂડનો મોસ્ટ એલિજિબલ બેચલર છે. તે 56 વર્ષનો છે પરંતુ આજ સુધી ચાહકોમાં તેના માટેનો ક્રેઝ ઓછો થયો નથી. 18 વર્ષની હોય કે 50 વર્ષની સ્ત્રી હોય, કોઈપણ છોકરી તેની સાથે રોમાંસ કરવા માંગે છે! સુપરસ્ટાર સલમાનના સંગીતા બિજલાણી, કેટરિના કૈફ અને અન્ય જેવી અભિનેત્રીઓ સાથે સંબંધો હતા પરંતુ ક્યારેય લગ્ન નથી કર્યા. પણ શું તમે જાણો છો? એકવાર એવી અફવાઓ હતી કે તેણે યુલિયા વંતુર સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે.
ખુલ્લમ-ખુલ્લા રોમાન્સ કરે છે Salman and Iulia
બધા જાણે છે કે યૂલિયા ખરેખર સલમાનની નજીક છે. બંનેને ડેટ કર્યાને ઘણા વર્ષો થયા હોવાના અહેવાલ છે. લગ્નનું ફંક્શન હોય કે ફેસ્ટિવ પાર્ટી, આ કપલ ઘણીવાર ઈવેન્ટ્સમાં સાથે આવે છે. પરંતુ તેઓએ ક્યારેય સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી નથી.
Salman khan Secret Marriageએ બનાવી હતી હેડલાઇન્સ
2016માં એવી વાતો ચાલી હતી કે સલમાન ખાને ગુપ્ત રીતે યૂલિયા વંતુર સાથે સગાઈ કરી લીધી છે અથવા લગ્ન કરી લીધા છે(Salman khan Secret Marriage). તેના પર પ્રતિક્રિયા આપતા ટાઈગર 3 ના અભિનેતા સલમાને કહ્યું, “આ ફક્ત અફવાઓ છે જે તમે પોતે કહ્યું છે. જો મારી સગાઈ થઈ હોત અથવા લગ્ન કર્યા હોત તો આ સમાચાર બહાર આવવાની રાહ જોઈ ન હોત. હું મારી જાતે તેની જાહેરાત કરીશ, તે મારા માટે ગર્વની ક્ષણ હશે, ક્યારેક હું તે જૂના સ્ટાર્સની જેમ ચૂપ નહીં રહું, જેઓ તેમની ફેન ફોલોઈંગમાં ઘટાડો થશે એવું વિચારીને તેમની પત્નીઓને છુપાવી રાખતા હતા. હું જાણું છું કે આખો દેશ મારા માટે ખુશ હશે.”
જુઓ વિડીયો: કેમ ડરી ગયા હતા સલમાન?
બાળક જોઈએ છે સલમાનને, પણ આ છે શરત
આટલું જ નહીં, સલમાન ખાને મજાકમાં એ પણ કહ્યું કે કેવી રીતે તેને પત્ની નહીં પણ બાળક જોઈએ છે. તેણે કહ્યું, “હા, હું એક બાળક મેળવવા માંગુ છું, પરંતુ તેની સાથે સમસ્યા એ છે કે તે બાળક સાથે તેની માતા પણ આવે છે. જો હું માતાથી છટકી શકું અને બાળક અપનાવી શકું, તો મને બે કે ત્રણમાં પણ વાંધો નથી.કોઈ ઉકેલ હોય તો મને કહો.”
ચાહકોને સલમાન ખાનને કોઈ દિવસ લગ્નના બંધન બંધાયેલા(Salman khan Secret Marriage)જોવાનું ગમશે. શું યુલિયા વંતુર તે નસીબદાર છોકરી હશે? તેનો જવાબ તો માત્ર સલમાન જ આપી શકે છે.
આ પણ વાંચો: આ સુપરસ્ટાર્સથી સખત નફરત છે અમિતાભને, ત્રીજું નામ વાંચીને ચોંકી જશો!
ફિલ્મી અને ટીવી દુનિયાથી અપડેટેડ રહેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4