કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે અને દેશની સ્થિતિને જોતા ઘણા સ્ટાર્સ લોકોની મદદે આવી રહ્યાં છે, એકબાજુ દેશની હોસ્પિટલોમાં બેડ પણ નથી મળ્યા, તો લોકો ઓક્સિજનના અભાવના કારણે પણ મોતને ભેટી રહ્યાં છે, બીજી બાજુ લોકોને રોજગારી અને એક ટાઇમ જમવાનુ પણ નથી મળ્યુ.
સોનુ સુદ જેવા એકટર્સ આગળ આવીને લોકોને મોટા પાયે મદદ કરી રહ્યાં છે, તો હવે ભાઇ એટલો સલમાન ખાન પણ અલગ રીતે લોકોની મદદે આવ્યો છે. લોકડાઉને લોકોની આર્થિક અને માનસિક બંને સ્થિતિ પર સંકટ આપ્યુ છે. સલમાન ખાન (Salman Khan) એક મોટુ પગલુ ભર્યું છે, તેમણે હાલ ડેલી વેજ વર્કરોની મદદ કરવા માટે તેમના એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે એલાન કર્યું છે. સલમાન ખાનને પહેલેથી લોકો હ્રુમન બિન્ગ તરીકે ઓળખે છે, આ પહેલાં પણ તેમણે અનેક જરુરતમંદ લોકોની મદદ કરતા જોવા મળતા હતા. આ સમય જ્યારે જરુર છે લોકોને એક થવાની ત્યારે સલમાન ખાન પણ સાથે મળીને લોકોને બને એટલી મદદ કરવા માટે આગલ આવી રહ્યાં છે.
કોવિડ 19 રિલીફ વર્ક
સલમાન ખાને મેકઅપ મેન, તકનીશીયન, સ્પોટબોય, જેવા 25 હજાર જેટલા લોકોની મદદ કરશે. આ નાની એવી મદદ મજુરો અને જરુરતમંદ લોકો માટે ખુબ મોટી હશે. સલમાન ખાન વર્કસના એકાઉન્ટમાં 1500 ટ્રાન્સફર કરશે, પણ આ સાથે જ ફિલ્મ રાધેની જો વાત કરીએ તો આ ફિલ્મની કમાણી પણ કોરોનામા દાન કરવા જઇ રહ્યાં છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇ (FWICE) એ આ વાતને કન્ફર્મ કરી છે. તો બીએન તીવારી જનરલ સેક્રેટરી અશોક દુબે અને ટ્રેજરાર ગંગેશ્વર શ્રીવાસ્તવ અને મુક્ય સલાહકાર અસોક પંડિત, શરદ શેલારે જાણાવ્યુ કે, સલમાન ખાન સિવાય નેટફ્લિક્સ અને પ્રોડ્યુસર બોડી ગિલ્ડ તેમજ સિદ્ધાર્ત રોય કપુર,મનીષ ગોશ્વામી તરફથી 7 હજાર લોકોને 5-5 હજારની મદદ કરવામાં આવશે.
#Radhe ka agla gaana kal… #ZoomZoomhttps://t.co/e5hntzIWZw@bindasbhidu @DishPatani @RandeepHooda @PDdancing @SajidMusicKhan @wajidkhan7 @IuliaVantur @iamashking @kunaalvermaa77 @csgonsalves
— Salman Khan (@BeingSalmanKhan) May 9, 2021
આ સિવાય પણ યશરાજ ફિલ્મસ તરફથી યશ ચોપડા ફાઉન્ડેશન ના સૌજન્યથી FWICE થી જોડાયેલા ચાર યુનિયન એલાયડ મજદુર યુનિયન, જુનિયર આર્ટિસ્ટ એસોશિએશન, મહિલા આર્ટિસ્ટ એસોશિએશન, જનરેટર વેનિટી વેન અટન્ડેડ એસોસિએસન સાથે જોડાયેલા વર્કરોને પાંચ-પાંચ હજાર રુપયા આપવાનું અને તેમના પરિવારના 4 સદસ્યોના હિસાબથી એક મહિનાનું કરિયાણું આપવામાં આવશે. કોરોનાકાલમાં લોકોની જે હાલત છે અને દેશની જે પરિસ્થિતિ છે તેને જોતા લાગે છે ગરીબીરેખા નીચે જે આંકડો હતો તે પણ વધી જશે. માણસને પહેલાં જીવન જીવવા માટે પૈસા અને ભોજન જરુરી હતુ પણ હવે એની પરિસ્થિતિ બની ગઇ છે કે લોકો પાસે ઓક્સિજન નથી.
ફિલ્મ રાધે
સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટેડ ભાઇની વાત કરીએ તો આ ફિલ્મનુ વધુ એક સોન્ગ રિલીઝ ‘જુમ જુમ’ કાલે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ પહેલાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે, જેને જોઇને ફેન્સ પણ ખુશ થયા હતા, સલમાન ખાનનો નવો અંદાજ ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે. આ સાથે જ ફિલ્મનું સોન્ગ સીટી (Seeti Maar) પણ લોકોને ખુબ ગમી રહ્યું છે. જે બાદ જેકલિનનું દિલ દિયા પણ સોશિયલ મીડિયામાં છવાઇ ગયુ હતુ.ફિલ્મ 13 મે ના ઇદના દિવસે રિલીઝ થવાની છે, ફિલ્મમાં સલમાન ખાન સિવાય, દિશા પટણી, જેકલીન, જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા પણ છે. ફિલ્મને ઝી-સ્ટુડિયો સાથે મળીને પ્રસ્તુત કરી છે. આ ફિલ્મને ઝી 5 પર પે-પર-વ્યુઝ સર્વિસ પ્લેક્સ પર જોઇ શકાશે.
આ પણ વાંચો: શાહિદનું ડિજિટલ ડેબ્યુ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4