Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeએન્ટરટેઈન્મેન્ટસલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

`Radhe Film Trailer Out
Share Now

સલમાન ખાનની(Salman Khan) ફિલ્મ રાધે: ‘યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’ ફિલ્મના ટ્રેલરની લાંબા સમય સુધી ફેન્સ રાહ જોઇ રહ્યાં હતા. દર વખતની જેમ ભાઇના ફેન્સ ઇદ પર ભાઇના મુવીની રાહ જોતા જ હોય છે, પણ આ કપરા સમયે પણ કોરોનાની મહામારીએ થિયેટર અને બોલિવુડમાં પણ મોટી ખોટ કરી છે. આવા સમયમાં લોકો ott પ્લેટફોર્મ તરફ ઝુક્યા છે, હોટસ્ટાર, એમેઝોન તેમજ નેટફિલક્સનો સમય ચાલી રહ્યો છે,પબ્લિક હવે વેબસિરિઝ તરફ પણ ઝુકી છે. મનોરંજનના સાધન તરીકે આ કાળમાં આપણા મનગમતાં ફિલ્મની જાહેરાત જ ફેન્સમાં એક અલગ ઉત્સાહ લાવી દે છે. ત્યારે આ ફિલ્મના ટ્રેલર માત્રએ જ લોકોમાં એક રોમાંચ જગાવી દીધો છે.

કેવુ છે ટ્રેલર:

ટ્રેલરની શરુઆતમાં જ સલમાન ખાન અને રણદીપ હુડાની એન્ટ્રી ફેન્સને ખુબજ પસંદ આવી રહી છે. ટ્રેલર શેર કરતાની સાથે જ વ્યુઝ પણ વધી રહ્યાં છે, આ સાથે જ ટ્વીટર પર #RadheTrailer  #DishaPatani પણ ટ્રેંડિગ થઇ રહ્યાં છે.ફિલ્મનું ટ્રેલર સોલિડ ડ્રામા, એક્શન અને ફાઇટીંગથી ભરપુર છે, ફિલ્મમાં સલમાન ખાન તમને લાગશે કે એક ગુંડાનો રોલ કરી રહ્યો છે પણ રિઅલમાં સલમાન ખાન એક પોલીસ ઓફિસરની ભુમિકામાં છે, હા તેની સામે એક ક્રાઇમની અલગ દુનિયા છે, જેનો સામનો કરતો તે ફિલ્મમાં જોવા મળશે. જેની સામે વિલનની ભુમિકામાં રણદીપ હુડા જોવા મળશે, ફેન્સ આ બંને હિરોને આમને સામને ટક્કર થતા જોવા માટે ઘણા ઉત્સાહિત છે. ફિલ્મનું ટ્રેલર ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી માહિતી  શેર કરી છે.

આ પહેલાં ફિલ્મ વોન્ટેડની જેમ આ ફિલ્મમાં તેના એક્શન, લુક અને ડાયલોગ જોરદાર છે. ફિલ્મ વોન્ટેડમાં પણ સલમાન ખાને એક પોલિસ ઓફિસરની ભુમિકા નિભાવી હતી. 2009 માં આવેલી સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડમાં પ્રભુદેવા સાથે કામ કર્યું હતુ. જે બાદ તે સતત દબંગ- 3 માં પણ સાથે કામ કરતા જોવા મળ્યા પણ લાસ્ટ ફિલ્મ દબંગ-3 ખાસ હિટ રહી નહોતી. ફિલ્મમાં સલમાન ખાન દિશા પટની અને જેક્લીન સાથે રોમાંસ કરતો જોવા મળશે. સલમાન ખાન અને દિશા પટનીની ફિલ્મ ભારત પછી ફરી સાથે ચમકી રહ્યાં છે, ભારત ફિલ્મમાં દિશા પટણી એક સોન્ગ પુરતી જ હતી પણ એ સોન્ગમાં બંનેની બોન્ડીગ ખુબજ સુંદર લાગી રહી હતી. આ સાથે ફિલ્મમમાં જેકી શ્રોફ પણ છે.

જ્યારે દમદાર મ્યુઝિકની વાત કરીએ તો હિમેશ રેસમિયા, સાઝીજ-વાઝીદ અને દેવી શ્રી પ્રસાદે મળીને કર્યું છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય કે પછી ‘સિટી માર સોન્ગ’ ખુબજ ઘાંસુ છે. ટ્વીટરના ટ્રેંડિંગ જોઇને તમને અંદાજ આવી જશે કે, લોકોને આ ફિલ્મનું ટ્રેલર કેટલી હદે પસંદ પડ્યુ છે, હા ફેન્સેતો આ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી દીધી છે. ફિલ્મને સલમાન ખાને ઝી સ્ટુડિયો સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.  ટ્રેલરની શરુઆતથીજ તમને સલમાનના એક પછી એક ડાયલોગ સાંભળવા મળશે, જેની ફેન્સ ખુબ મજા લઇ રહ્યાં છે.

“રાધે જાને કે લિયે નહી, ભેજને કે લિયે આયા હૈ ઔર તેરે હિસ્સે કિ બિરયાની હમ સબ મિલ બાટ કર ખાયેગે, ઔર બોલેગે ઇદ મુબારક…”

આ સિવાય ટ્રેલરમાં આવતાં નાના નાના ડાયલોગ : “એક બાર જો મેને કમેન્ટમેન્ટ કરદી તો મેં અપને આપ કી ભી નહીં સુનતા.”

“તુમ્હારી 10 વી પાસ હોને સે પહેલે વો યા જેલ કે અન્દર હોગા યા જમીન કે…”

“પોલિસ કી નૌકરી હૈ, ગિરફ્તાર તો કરના પડેગા”

પ્રભુ દેવા નિર્મિત રાધે:

યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ ફિલ્મ કોરોનાના કપરા સમયમાં થિયેટરમાં રજુ નહી થઇ શકે પણ ott પ્લેટફોર્મ પર લોકોને મનોરંજન પુરુ પાડવા 13 મે 2021 ઇદના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મ 2020 માં ઇદના દિવસે થવાની હતી, પણ કોરોનાના કારણે તે થિયેટરમાં આવી શકી નહી. આ ફિલ્મ એકસાથે ઇદના દિવસે ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, યુરોપ અને સિંગાપોર અને ઉતર અમેરિકા સહિત 40 દેશોના થિયેટરમાં રિલીઝ થવાની વ્યુહરચના બનાવી છે, આ સાથે તમને નવાઇ લાગસે કે, ગયા વર્ષે ભાઇની રાધે ફિલ્મ યુકેમાં રિલીઝ થઇ હતી, જે યુકેના થિયેટરમાં રજુ થનારી પહેલી ફિલ્મ હતી. ફિલ્મના ટ્રેલરે તો લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જગાવ્યો છે, પણ હવે 13 મે ના રોજ આ ફિલ્મ દર્શકોને કેટલું મનોરંજન પુરુ પાડે છે એ જોવાનું રહ્યું.

ક્લિક કરીને જુઓ  ટ્રેલર:

આ પણ વાંચો: ‘સિવિલ સર્વિસ ડે’: એશિયામાં સૌથી વધુ ખરાબ અમલદાર શાહી ભારતમાં છે?

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment