INS બ્રહ્મપુત્ર યુનિટમાં ફરજનિષ્ઠ જવાન શહીદ
આઈ.એન.એસ. બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતા નેવીના જવાન શહીદ થયા છે. છેલ્લા ચાર વર્ષથી હરિકૃષ્ણભાઈ હરજીવનભાઈ થડોદા (ઉ.વ.50) ના પુત્ર કુલદીપભાઈ ઇન્ડિયન નેવીમાં ફરજનિષ્ઠ હતા. લખતર તાલુકાના લીલાપુર ગામમાં રહેતા કુલદીપભાઈએ ચાર વર્ષ પહેલા એપ્રિલ 2017 માં ઇન્ડિયન નેવીમાં ભરતી થયા હતા.
શીપમાં એન્જીન રડારના ચક્કરોમાં પગ ફસાતા થઇ ગંભીર ઈજાઓ
નેવીમાં ભરતી થયા બાદ 6 મહિના ઓડિસા, 1 મહિનો બોમ્બે, 1 મહિનો ગોવા ખાતે ટ્રેનિંગ લીધી હતી. ટ્રેનીંગ પૂર્ણ કરી તેમનું પહેલું પોસ્ટીંગ આઈ.એન.એસ. બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈમાં થયું હતું. કુલદીપભાઈ ગઈકાલે એટલે કે, 28/7/2021 ના રોજ પોરબંદરથી મુંબઈ તરફ શીપ લઈને જઈ રહીયા હતા. આ દરમિયાન શીપના અંડર ડોરમાં ઉતરતા કોઈ કારણોસર તેમનો પગ લપસી ગયો અને તેમનો પગ એન્જીનના રડારના ચક્કરોમાં આવી ગયો. જેથી બન્ને પગમાં ગંભીર ઈજા પહોચી હતી.
સારવાર દરમિયાન જવાનનું મોત નીપજ્યું
જવાનને સારવાર માટે તાત્કાલિક પોરબંદરથી રાજકોટ એન.એમ.વિરાણી વોર્કહાર્ટ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.
જવાનની વીરાંજલી યાત્રા
નેવી જવાનના પાર્થિવદેહને રાજકોટથી પોતાના વતન લીલાપુર ખાતે લાવામાં આવ્યો હતો. આવી અણધારી ઘટનાની વાતથી સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. જવાનના પરિવારમાં પણ ઘેરો શોક છવાઈ ગયો હતો. આજે સવારે તેમના ઘેરથી વિરાજંલી યાત્રા નીકળી હતી લીલાપુર ગામના નાગરિકોએ યુવાનને ભાવભેર વિદાય આપતાં લોકોના આંખમાં આંસુઓ જોવા મળ્યા હતા. ગ્રામજનોએ ફરજનિષ્ઠ જવાનની શહીદીને સલામ કરી હતી. અંતિમ સંસ્કાર પહેલા ઇન્ડિયન નેવીના લેફ્ટએન્ડ કમાન્ડર પ્રતીક અરોડા તેમજ તેમની સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સાથે લખતર પોલીસ દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી. સાથોસાથ ગ્રામજનો તેમજ તેમના મિત્રવર્તુળો દ્વારા પણ શ્રદ્ધાજલી આપી હતી.
જુઓ વિડીયો : જવાનની અંતિમયાત્રા
document.addEventListener(“DOMContentLoaded”,resizeIframe);
window.addEventListener(“resize”, resizeIframe);
function resizeIframe(){
var ott_frames = document.querySelectorAll(“.ottindia_embedcode_class”);
var ott_devicetype = “unknown”;
var ua = navigator.userAgent;
/Android|webOS|iPhone|iPad|iPod|BlackBerry|IEMobile|Opera Mini|Mobile|mobile/i.test(ua) ? ott_devicetype = “mobile” : ott_devicetype = “desktop”;
ott_frames.forEach(function(element) {
var offsetWidth =element.offsetWidth;
var height = offsetWidth/((ott_devicetype==’mobile’)?1:1.77777777778);
element.style.height = height+’px’;
});
}
જવાનની અંતિમયાત્રામાં ગામ ચડ્યું હિબકે
શહીદ યુવાનના અંતિમ સંસ્કાર માટે લીલાપુર ગામના મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા. કુલદીપભાઈના બહેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નેવી જવાનની આ અંતિમયાત્રામાં રાજકીય આગેવાનો, ગ્રામજનો, યુવાનો, સ્નહીજનો, મિત્ર વર્તુળ, મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. લીલાપૂર ગામની શેરીઓમાંથી નીકળેલ અંતિમયાત્રા દરમિયાન ગ્રામજનોએ ભાવભેર વિદાય આપી હતી. આ સમયે ગ્રામજનોની આંખો દેશભક્ત જવાનને ગુમાવવાથી પડેલી ખોટથી છલી ઉઠી હતી. ગ્રામજનો અને હાજર દરેક લોકોએ વંદે માતરમ…કુલદીપ પટેલ અમર રહો…ના નારા લગાવ્યા હતા.
જુઓ આ વિડીયો : ગુજરાતના વીર કારગિલ માં શહીદ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4