Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝતાલિબાનને સમર્થન આપતા સપા સાંસદ વિરુદ્ધ નોંધાઈ FIR

તાલિબાનને સમર્થન આપતા સપા સાંસદ વિરુદ્ધ નોંધાઈ FIR

shafiqur rahman barq,news in gujarati,gujarati news
Share Now

તાલિબાને(Taliban) અફઘાનિસ્તાન(Afghanistan) પર કબ્જો કરી લીધો છે. ત્યારે આ મુદ્દે હવે ભારતમાં રાજકારણ શરૂ થઇ ગયું છે. ગઈ કાલે મંગળવારના રોજ સમાજવાદી પાર્ટીના સાંસદ ડો.શફીકુર રહેમાન બુર્કે(Shafiqur Rahman Barq) તાલિબાનને ટેકો આપ્યો છે. અને કહ્યું કે તેઓએ તેમના દેશને આઝાદ કર્યો છે. ત્યારે હવે ડો.શફીકુર રહેમાન બુર્કે આ પ્રકારનું નિવેદન કરતાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેને લઈને ભારતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

તાલિબાનની તુલના ભારતના સ્વતંત્ર સેનનીઓ સાથે 

ડો.શફીકુર રહેમાન બુર્કે(Shafiqur Rahman Barq) તાલિબાને અફઘાનિસ્તાન(Afghanistan) પર કરેલ કબ્જા  તુલના ભારતમાં બ્રિટિશ રાજ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, “જ્યારે અંગ્રેજો ભારતમાં હતા અને અમે તેમને હટાવવા માટે આપણે સૌ લડ્યા હતા, એ જ રીતે તાલિબાનોએ(Taliban) પણ તેમના દેશને આઝાદ કરાવ્યો છે.” તાલિબાને રશિયા, અમેરિકા જેવા શક્તિશાળી દેશોને પોતાના દેશમાં રહેવા ન દીધા.

shafiqur rahman barq,news in gujarati,gujarati news

આ પણ વાંચો:ભારતને મળી શકે છે પ્રથમ મહિલા CJI, 2027 સુધી જોવી પડશે રાહ

ડો.શફીકુર રહેમાન બુર્કે વિરુદ્ધ નોંધાયો ગુનો 

મળતી માહિતી મુજબ, તાલીબાનોને ટેકો આપવા બદલ સપા સાંસદ ડો.શફીકુર રહેમાન બુર્ક(Shafiqur Rahman Barq) અને સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સંભલના એસપીએ કહ્યું કે એવી માહિતી મળી હતી કે તેમણે તાલિબાને અફઘાનિસ્તાન પર કરેલ કબ્જાની તુલના ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે કરી હતી. તેથી તેમની સામે IPC ની કલમ 153A, 124A અને 295A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સપા સાંસદ માફી માંગે: ભાજપ

સમાજવાદી પાર્ટીના ડો.શફીકુર રહેમાન બુર્કે(Shafiqur Rahman Barq) તાલીબાને અફઘાનિસ્તાન પર કરેલ કબ્જાને સમર્થન આપ્યું છે. અને તેની તુલના ભારતના સ્વતંત્રતાના સેનાનીઓ સાથે કરી છે. ત્યારે આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. ડો.શફીકુર રહેમાન બુર્કના નિવેદન બાદ ભાજપે બુર્કને જાહેરમાં માફી માંગવા કહ્યું છે. ભાજપે કહ્યું કે, ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની તાલિબાની આતંકવાદીઓ સાથે સરખામણી કરીને સપા સાંસદ શફીકુર રહેમાન બુર્કે દેશ માટે પોતાનું બલિદાન આપનારાઓનું અપમાન કર્યું છે. આ તેમની માનસિકતા દર્શાવે છે. ભાજપે કહ્યું સપા અને સાંસદે આ અપમાનજનક ટિપ્પણી માટે જાહેરમાં માફી માંગવી જોઈએ.

અવારનવાર રહે છે ચર્ચામાં

સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર રહેમાન બુર્ક પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે અવારનવાર ચર્ચામાં રહે છે. હવે અફઘાનિસ્તાન અને તાલિબાન વિશે તેમનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. અગાઉ તેમણે કહ્યું હતું કે કોરોના એ કોઈ રોગ નથી. જો કોરોના એક રોગ હોત તો દુનિયામાં તેનો ઈલાજ હોત. સરકારની ભૂલોને કારણે આ રોગ મુક્ત છે, જે અલ્લાહને પ્રાર્થના અને માફી માંગવાથી જ સમાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે, તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો છે. ત્યારે આ મુદ્દે હવે ભારતમાં રાજકારણ શરૂ થઇ ગયું છે. ગઈ કાલે મંગળવારના રોજ સમાજવાદી પાર્ટીના સાંસદ ડો.શફીકુર રહેમાન બુર્કે તાલિબાનને ટેકો આપ્યો છે. અને કહ્યું કે તેઓએ તેમના દેશને આઝાદ કર્યો છે. ત્યારે હવે ડો.શફીકુર રહેમાન બુર્કે આ પ્રકારનું નિવેદન કરતાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment