Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝડ્રગ્સ કેસ : નવાબ મલિક પર સમીર વાનખેડેના પિતાએ નામ, ચરિત્ર, પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચાડવાનો લગાવ્યો આરોપ

ડ્રગ્સ કેસ : નવાબ મલિક પર સમીર વાનખેડેના પિતાએ નામ, ચરિત્ર, પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચાડવાનો લગાવ્યો આરોપ

SAMEER VANKHEDE FATHER SLMAS NAWAB MALIK
Share Now

ડ્રગ્સ કેસમાં સતત નવા નવા આરોપ જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક ડ્રગ્સ કેસને લઈને સતત એનસીબી, સમીર વાનખેડે અને તેમના પરિવાર પર નિશાન સાધી રહ્યાં છે. હવે સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ નવાબ મલિકની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર છે અને આર્યન ખાન, નવાબ મલિકના જમઈ સમીર ખાન સહિતના બોલિવૂડ સાથે સંકળાયેલા કેસના તપાસ અધિકારી હતી. જોકે તાજેતરમાં જ તેમની પાસેથી આર્યન ખાન સહિતના 6 કેસ પરત લેવામાં આવ્યા છે.

વાનખેડેના પરિવારને ફ્રોડ કહેવાનો આરોપ

વાનખેડેના વકીલ અર્શદ શેખે કહ્યું કે મલિક વાનખેડેના પરિવારને ફ્રોડ કહી રહ્યાં છે અને તેમના ધર્મ પર સવાલ ઉઠાવીને કહી રહ્યાં છે કે તે હિન્દુ નથી. મલિક લગભગ પ્રત્યેક દિવસે વાનખેડેના પરિવારને ફ્રોડ કહી રહ્યાં છે. તે તેમની પુત્રી યાસ્મીનનું કરિયર પણ બરબાદ કરી રહ્યાં છે. જે એક ક્રિમિનલ લોયર છે.

નામ, ચરિત્ર, પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચી

માનહાનિના કેસમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વગ્રહથી પ્રેરિત થઈને વાદી અને તેના પરિવારના સભ્યોના નામ, ચરિત્ર, પ્રતિષ્ઠા અને સામાજિક છબીને સખ્ત નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ધ્યાનદેવની માંગ છે કે મલિક, તેમની પાર્ટીના નેતાઓ, અન્યો અને તેમના પરિવારના સભ્યો પર મીડિયામાં કોઈ પણ વાંધાજનક, માનહાનિકારક સામગ્રી લખવા, બોલવા કે પ્રકાશિત કરવા બાબતે પ્રતિબંધ લગાવવામાં આવે. આ સિવાય અરજીમાં ધ્યાનદેવે ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સહિત અન્ય જગ્યા પરના હાલના ઈન્ટરવ્યુને હટાવવાની પણ માંગ કરી છે.

આ પણ વાંચો : ઇરાકના PM આવાસ પર ડ્રોન હુમલો થતા વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમી માંડ માંડ બચ્યા

નવાબ મલિકે સેનવિલે સ્ટેનલી ડિસૂઝા અને એનસીબી અધિકારી વચ્ચે ફોન પર થયેલી વાતની ઓડિયો ક્લિપ પણ ટ્વીટ કરી

નોંધનીય છે કે દરરોજ નવા નવા ટ્વિસ્ટ લઈને આવી રહેલા મુંબઈ ડ્રગ્સ કેસમાં આજે ફરીથી કોઈ મોટો ટ્વિસ્ટ આવી શકે છે. આજે ભાજપના આરોપો પર મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરને જવાબ પણ આપશે.પરંતુ આજે મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે એક ટ્વીટ કરી, જેમાં તેમણે દાવો કર્યો કે સેમ ડિસૂઝાનું અસલ નામ સેનવિલે સ્ટેનલી ડિસૂઝા છે. નવાબ મલિકે સેનવિલે સ્ટેનલી ડિસૂઝા અને એનસીબી અધિકારી વચ્ચે ફોન પર થયેલી વાતની ઓડિયો ક્લિપ પણ ટ્વીટ કરી. અત્રે જણાવવાનું કે એનસીબીએ સેનવિલે સ્ટેનલી ડિસૂઝાને નોટિસ મોકલી હતી. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યું કે ‘સેનવિલે સ્ટેનલી ડિસૂઝા અને એનસીબી અધિકારી વીવી સિંહ વચ્ચે વાતચીત’

જમાઈની ધરપકડનો બદલો લઈ રહ્યાં છે મલિક

ધ્યાનદેવે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે વાનખેડે પર નવાબ મલિક દ્વારા આરોપ લગાવવાની શરૂઆત તેમના જમાઈની ડ્રગ્સ કેસમાં ધરપકડ પછી થઈ છે. તે પછીથી મલિક રોજ સોશિયલ મીડિયા કે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દાને લઈને વાનખેડેને ઘેરી રહ્યાં છે. ધ્યાનદેવે નવાબ મલિક પર 1.25 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. આ મામલામાં સોમવારે સુનાવણી હાથધરાશે.

ભાજપના નેતાએ કર્યો છે 100 કરોડનો માનહાનિનો કેસ

ધ્યાનદેવ પહેલા ભાજપના નેતા મોહિત કંબોજે નવાબ મલિક પર 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. નવાબ મલિક સતત બીજેપી નેતા મોહિત કંબોજ અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવી રહ્યાં હતા. પછીથી કંબોજે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને હાઈકોર્ટમાં નવાબ મલિક પર 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment