સેમસંગ કંપનીએ અત્યાર સુધી શ્રેષ્ઠ સ્માર્ટ ફોન લોન્ચ કર્યા છે, સેમસંગ ગેલેક્સી Ao2ની સફળતા બાદ તેણે સ્માર્ટ ફોનની શ્રેણીને આગળ ધપાવતા Samsung Galaxy A03 કોર મોડલ લોન્ચ કર્યું છે. સેમસંગ કંપનીનું આ મોડલ શાનદાર ફીચર્સ લઈને આવ્યું છે. જેમાં UNISOC ચિપસેટ, સિંગલ કેમેરા, HD ડિસ્પ્લે અને અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં, આ મોડલ સસ્તું અને સારું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કંપની દ્વારા ફોનની કિંમત શેર કરવામાં આવી નથી. જો કે, ફોનમાં બે કલર ઉપલબ્ધ છે – બ્લેક અને બ્લુ.
SAMSUNG GALAXY A03 CORE FEATURES
ફુલ HD+ રિઝોલ્યુશન સાથે 6.5 ઇંચની LCD સ્ક્રીન
સ્માર્ટ ફોન ફ્રન્ટ કેમેરા 5MP અને 8MP સિંગલ કેમેરા સિસ્ટમ LED ફ્લેશ સાથે
UNISOC SC9863A ઓક્ટા-કોર પ્રોસેસર જેમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ
મેમરી સ્ટોરેજને વિસ્તૃત કરવા માટે માઇક્રોએસડી કાર્ડ સ્લોટ સુવિધા
સ્માર્ટ ફોનમાં એક્સેલરોમીટર, લાઇટ અને પ્રોક્સિમિટી સેન્સર સિસ્ટમથી સજ્જ
10w ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 5,000mAh Li-Po બેટરી
ડ્યુઅલ સિમ કાર્ડ સુવિધા (Chip type)
Ever wonder how twisted fairy tales are made?
Go behind the scenes and into the mind of Director Joe Wright to hear the full story behind his original short, Princess & Peppernose, and to see how it was filmed entirely #withGalaxy S21 Ultra. pic.twitter.com/w8E9DhDZ1A— Samsung India (@SamsungIndia) November 16, 2021
આ પણ વાંચો:5G નું ટેસ્ટિંગ ગુજરાતમાં થશે, બે કંપનીઓને મળ્યા લાઇસન્સ અને સ્પેક્ટ્રમ
તમને જણાવી દઈએ કે, સેમસંગ કંપની ટૂંક સમયમાં ગેલેક્સી 21 અલ્ટ્રા લોન્ચ કરવા જઇ રહી છે.
સેમસંગ ગેલેક્સી A32
સેમસંગ કંપનીએ ભારતમાં Samsung Galaxy A32નું નવું અપગ્રેડ વર્ઝન પણ લોન્ચ કર્યું છે, જેમાં બ્લેક, બ્લુ અને વાયોલેટ કલર વિકલ્પો સાથે સ્માર્ટ ફોન ઉપલબ્ધ છે. આ ફોનની કિંમત 23,499 છે. Samsung Galaxy A32 સ્માર્ટ ફોનમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ સિસ્ટમ છે. આ સાથે સ્માર્ટ ફોનમાં કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, હેડફોન જેક જેવા ઘણા ફીચર્સ સામેલ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4