Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeનેચર & વાઈલ્ડ લાઈફબિલાડી જે પાણી પીધા વિના જ રણમાં કરે છે રાજ

બિલાડી જે પાણી પીધા વિના જ રણમાં કરે છે રાજ

Sand cat
Share Now

અરબનું રણ દુનિયાના સૌથી ખતરનાક જૈવ-વિવિધતા ધરાવતા ક્ષેત્રોમાંથી એક છે. જ્યાં દિવસના સૌથી વધુ ખતરનાક ગરમી હોય છે તો રાતે કાતિલ ઠંડી. આ ભયાનક વાતાવરણમાં અનેક જીવો રહે છે, તો કોઈ જીવ બખોલમાં, પથ્થરોની નીચે અને હજારો વર્ષો જુની ખીણમાં રહે છે. આ રણની બખોલમાં રહેતી એક બિલાડી છે. કદાચ કોઈએ આ બિલાડીનું નામ પણ સાંભળ્યું નહીં હોય.  આ બિલાડીનું નામ છે Sand Cat

Cat live without water

Sand Cat ઘરની પાલતૂ બિલાડી જેવી જ દેખાય છે પણ આ બિલાડી ભયાનક રણમાં રહે છે. સેંડ કેટ બહુ જ ખતરનાક રણમાં ખુદને જીવીત રાખે છે.  ગરમીઓમાં રણનું તાપમાન ખુબ જ વધી જાય છે અને આ અસહ્ય ગરમીથી બચવા માટે સેંડ કેટ રણની બખોલમાં જતી રહે છે. 

દિવસે અરબના રણની રેતી અતિ ગરમ થઈ જાય છે પરંતુ સેંડ કેટના પગમાં ગરમ રેતીથી બચવા માટે ગાદીમાં વાળ હોય છે. આ ગાદીમાં રહેલા વાળ આ બિલાડીને ગરમીથી બચાવે છે. આ બિલાડીના વાળના કારણે રણમાં ફુટમાર્ક દેખાતા નથી.  જેથી કોઈ પણ શિકારીને આ બિલાડીને શોધવી મુશ્કેલ બની જાય છે.   

વધુ વાંચોઃ-સાબરકાંઠાના ઈડરીયા ગઢ પર મળેલી વિસ્મયકારી બિલાડી કઈ ?

અરબના રણમાં રાત થતાં જ તાપમાન નીચે જવા લાગે. આ ઠંડા તાપમાનથી THE SAND CAT ને તેના શરીરના વાળ બચાવે છે. જે રાત્રે અંદરથી Sand Cat ને ગરમી પ્રદાન કરે છે તો દિવસના આ બિલાડીના શરીરને ઠંડું રાખવાનું કામ કરે છે. Sand Cat  નો રંગ રણની રેતી જેવો જ હોય છે. જેથી શિકાર આ શિકારી બિલાડીને જોઈ શકતા નથી. 

રાતમાં THE SAND CAT શિકાર કરવા માટે 8 કિલોમીટર સુધી ચાલી શકે છે. શિકારને પકડવા માટે આ બિલાડી પાસે 2 હથિયાર છે. એક છે મોટા કાન અને બીજુ હથિયાર છે મોટા કાનમાં ઘણાં બધા વાળ. આ મોટા કાન અને વધુ વાળની મદદથી Sand Cat નાનામાં નાનો  અવાજ પણ સાંભળી શકે છે.

Cat live in the desert

એક કિલોમીટરની દૂરીથી આ બિલાડી શિકારની અવાજ સાંભળી શકે છે. સેંડ કેટ કોઈ ખાસ પ્રકારના ખોરાક પર નિર્ભર નથી હોતી. જે મળે તેનો શિકાર કરી ખાઈ લે છે. રણ શુષ્ક હોય છે. જ્યાં પાણીની એક બુંદ પણ મળતી નથી. રણમાં પાણી દુર્લભ હોય છે. ધરતીના ઘણા બધા જીવ પાણી વિના જીવતા નથી રહી શકતા.  પણ Sand Cat ને પાણી નથી જોઈતું. THE SAND CAT પાણી વિના જ રણમાં રહે છે. સેંડ કેટ રણમાં પાણીની  શિકારના શરીરમાંથ જ મેળવે છે.

આ પણ વાંચો : ભારતના પશ્ચિમી ઘાટના ડાંસ કરતાં દેડકાં!

રણની આ બિલાડીમાં કાન એક બીજા કામમાં પણ મદદગાર થાય છે. આ કામ એટલે બીજી સેંડ કેટને સાંભળવી. બે SAND CATS ના આવાસમાં ઘણાં કિલોમીટરનું અંતર હોય છે. મેટિંગ સિઝનમાં આ બિલાડીઓ એક-બીજાનો અવાજ સાંભળી પાસે આવે છે. મેટિંગ બાદ માદા એકથી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે. જે 6 મહિનાની અંદર એક પુખ્ત સેંડ કેટ જેવા લાગવા માંડે છે. એક વર્ષ બાદ જ આ બચ્ચાંઓ તેની માં થી અલગ થઈ જાય છે અને પોતાના તેજ કાનની મદદથી શિકાર કરી પોતાને રણમાં ટકાવી રાખે છે. તો સાથે જ આ તેજ કાનની મદદથી અન્ય સેંડ કેટને શોધી પોતાનું સામ્રાજ્ય પણ આગળ વધારે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment