Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeડિફેન્સસાચા અર્થમાં દેશભક્તિ, યુવકોને મા ભોમની રક્ષા માટે તૈયાર કરવાનું સંજય ભાઈનું બીડું

સાચા અર્થમાં દેશભક્તિ, યુવકોને મા ભોમની રક્ષા માટે તૈયાર કરવાનું સંજય ભાઈનું બીડું

Share Now

એક તરફ આઝાદીમાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશ પાસે કશું ન લેતા શું આપી શકાય તેનો શ્રેષ્ઠ જવાબ સાબરકાંઠાના (Sabarkantha) હિંમતનગરના નીકોડીયા ગામના સંજયભાઈએ સાબિત કરી બતાવ્યો છે. તેમને 2011માં ફોજમાં પીટીઆઇ તરીકે જોડાયા બાદ ગ્રામ્ય કક્ષાએ રહેલા યુવક યુવતીઓને પણ યુવકોને માભોમની રક્ષા માટે તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે. જેના પગલે હાલમાં 500થી વધારે યુવક-યુવતીઓ ભારત દેશના વિવિધ સરહદે ફરજ બજાવે છે. અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ અહેવાલ.

દેશની રક્ષા માટે 500થી વધારે જવાનો સાબરકાંઠામાંથી (Sabarkantha) તૈયાર થયા

વિવિધ દેશોમાંમાં ભોમની રક્ષા માટે સેનાભ્યાસ ફરજિયાત છે. જોકે વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં હજુ ઠોસ કામગીરી થઈ શકી નથી. ત્યારે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સ્થાનિક કક્ષાએ ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. ત્યારે સાબરકાંઠાના (Sabarkantha) હિંમતનગરના નીકોડીયા ગામના વતની જેમનું નામ છે સંજયભાઈ. તેમણે છેલ્લા કેટલાક સમયથી કરેલો પ્રયાસ હવે પરિણામ સ્વરૂપ બની રહ્યો છે.

હાલમાં દેશની રક્ષા માટે 500થી વધારે જવાનો સાબરકાંઠાના(Sabarkantha) હિંમતનગર ગ્રામીણ વિસ્તારમાંથી તૈયાર થયા છે. જે ભારત દેશની વિવિધ સીમા ઉપર ફરજ બજાવે છે. સામાન્ય રીતે આજની તારીખે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં રહી કોઈપણ પ્રકારની વિશેષ સવલત વિના ૫૦૦થી વધારે જવાનો તૈયાર કરવા તે ખૂબ મોટી બાબત છે. દેશ માટે કુરબાની આપવી તે સન્માનનીય છે, પરંતુ એનાથી પણ મોટી વાત એ છે કે કોઈપણ પ્રકારના સન્માન વિના દેશ માટે નિસ્વાર્થ ભાવે પોતાનું સર્વશ્રેષ્ઠ અર્પણ કરવું. અને સાબરકાંઠાના નીકોડીયા ગામના આ યુવકે તે ચરિતાર્થ કરી બતાવ્યું છે. 

આ પણ વાંચો: હિમવીરોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને મનાવ્યો આઝાદીનો અમૃત મહોત્સવ

દેશના વિવિધ સીમાડા ઉપર સૈન્યનો ભાગરૂપ બનવું તે ગૌરવની વાત છે. પરંતુ આ ગૌરવ અપાવવા માટે યુવક-યુવતીને દેશના સૈન્યમાં શામિલ સામેલ થવા માટે ગાઈડન્સની પણ એટલી જ જરૂરિયાત હોય છે. માતૃભૂમિની રક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની મસમોટી વાતો વચ્ચે સામાન્ય ગ્રામીણ વિસ્તારના યુવકે 500 જેટલા યુવાનો અને યુવતીઓને સેનામાં શામેલ કર્યા છે. ત્યારે તમામ ભારતીયો માટે સંજય એક ઉદાહરણ સ્વરૂપ બન્યા છે.

હાલમાં પણ નવી ટીમ તૈયાર થઈ રહી છે…

તેમને પોતાના વિશે જણાવતા કહ્યું હતું કે દેશના વિવિધ સીમા ઉપર હાલમાં 500થી વધારે યુવક-યુવતીઓ સેનામાં ફરજ બજાવે છે. તેમજ હાલમાં પણ નવી ટીમ તૈયાર થઈ રહી છે. ત્યારે દેશ માટે પોતાની આવડત નિસ્વાર્થ ભાવે અર્પણ કરવી તે દરેક ભારતીયની ફરજ હોય છે. અને આવી વિચાર પર જ આગળ વધતા હાલના તબક્કે પણ કેટલાયે યુવક યુવતીઓ વિશિષ્ટ ટ્રેનિંગ લઇ રહ્યા છે. તેમજ આ તમામ યુવક યુવતીઓને વિશેષ ટ્રેનિંગ થકી સેનામાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે

જો કે એક તરફ સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ તેમજ સરકાર અને સંસ્થાઓના સહયોગ વિના ભારતીય સૈન્યમાં યુવક યુવતીઓને જોડવા માટે પાયારૂપ ભૂમિકા ભજવનાર ગ્રામીણ યુવકને વિશેષ સહાય અને સહયોગ આપવામાં આવે. જેથી હજુ પણ ઘણા યુવક યુવતીઓને દેશની સેનામાં જોડાવા માટે પાયાની ભૂમિકા ભજવી શકે તેમ છે. ત્યારે આ મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર સહિત સ્થાનિક આગેવાનો નેતાઓનો કેટલો સહયોગ મળે છે તે મહત્ત્વનું બની રહેશે. આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગીદાર બનવા સૌ કોઈ તત્પર છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment