Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / January 25.
Homeએન્ટરટેઈન્મેન્ટSanjay Dutt and Maanayata love story: એક આઈટમ ગર્લ બની સંજયની પત્ની, પરિવારના વિરોધમાં જઈને સંજયે કર્યા હતા લગ્ન

Sanjay Dutt and Maanayata love story: એક આઈટમ ગર્લ બની સંજયની પત્ની, પરિવારના વિરોધમાં જઈને સંજયે કર્યા હતા લગ્ન

Sanjay Dutt and Maanayata love story
Share Now

Sanjay Dutt and Maanayata love story: સંજય દત્તનું જીવન હમેશા વિવાદોમાં રહ્યું છે, ભલે તેમની ફિલ્મોની વાત હોય કે પછી તેમની પર્સનલ લાઇફની. સંજયના ત્રણ લગ્ન થયા અને ત્રણેય પત્ની સાથેના તેમના સંબંધો પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. ત્યારે સંજય હાલમાં તેની ત્રીજી પત્ની માન્યતા સાથે લગ્નજીવન જીવી રહ્યા છે અને ખૂબ ખુશી થી પારિવારિક જીવનનો આણંદ માણી રહ્યા છે. જો કે સંજયના જીવન વિશે તો બધા જાણે છે, પરંતુ તેની પત્ની માન્યતા વિશે બહુ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે Manyata Dutt એક સમયે બી ગ્રેડ ફિલ્મોની હિરોઈન હતી. માન્યતાએ પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજલમાં આઈટમ નંબર કર્યું હતું.

Manyata Duttનું અસલી નામ દિલનવાઝ શેખ

મુંબઈમાં જન્મેલી માન્યતાનું અસલી નામ દિલનવાઝ શેખ છે. માન્યતાનો જન્મ મુંબઈમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. જોકે તેનો ઉછેર દુબઈમાં થયો હતો. દુબઈથી મુંબઈ આવેલી માન્યતા સફળ અભિનેત્રી બનવા માંગતી હતી. પરંતુ તેને કોઈ મોટો રોલ ન મળ્યો તેથી તેણે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

આઈટમ સોંગ અને બી ગ્રેડ ફિલ્મમાં કામ કરી ચૂકી છે માન્યતા 

માન્યતાએ 2003માં પ્રકાશ ઝાની ફિલ્મ ‘ગંગાજલ’માં આઈટમ સોંગ ‘અલ્હદ જવાની’ કર્યું હતું. આ પછી માન્યતાને બોલિવૂડમાં ઓળખ મળી. માન્યતા જ્યારે બોલિવૂડમાં આવી ત્યારે તેણે પોતાનું નામ બદલીને સારા ખાન રાખ્યું હતું. જો કે, ગંગાજલમાં કામ કર્યા પછી, પ્રકાશ ઝાએ જ તેને નવા નામની ઓળખ આપી. કોઈ સારો રોલ ન મળતા માન્યતાએ 2005ની બી ગ્રેડ ફિલ્મ ‘લવર લાઈક અસ’માં કામ કર્યું હતું.

Sanjay Dutt and Maanayata love story

આ રીતે શરૂ થઈ Sanjay Dutt and Maanayata love story

માન્યતા અને સંજયની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. ત્યારથી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા(Sanjay Dutt and Maanayata love story). માન્યતાને આ પ્રકારના રોલ કરવાનો પછતાવો થયો અને તેમણે ફિલ્મો છોડવાનું મન બનાવી લીધું હતું. ખુદ સંજય પણ ન ઈચ્છતા હતા કે માન્યતા આવી ફિલ્મોમાં કામ કરે. સંજયે માન્યતાની આ ફિલ્મના રાઇટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. માન્યતાના પ્રેમમાં પણ તે એટલો આગળ વધી ગયો હતો કે તેણે આ ફિલ્મની સીડી અને ડીવીડી બજારમાંથી હટાવવામાં તમામ તાકાત લગાવી દીધી હતી.

જુઓ વિડીયો:ગદર ફિલ્મ વિષે આ વાત જાણીને ચોંકી જશો

પરિવારને પસંદ ન હતી માન્યતા 

સંજય અને માન્યતા વચ્ચે 19 વર્ષનો તફાવત છે. જ્યારે સંજય 60 વર્ષના છે(29 જુલાઈ, 1959), જ્યારે માન્યતાની ઉંમર માત્ર 41 વર્ષ (22 જુલાઈ, 1978) છે. સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્માની દીકરી ત્રિશાલા 32 વર્ષની છે, જ્યારે તેની સાવકી માતા એટલે કે માન્યતા 41 વર્ષની છે. બંનેની ઉંમરમાં માત્ર 9 વર્ષનો તફાવત છે. આ જ કારણ હતું કે સંજય દત્તનો પરિવાર માન્યતા સાથેના લગ્નની વિરુદ્ધ હતો. સંજયની બહેનો પ્રિયા અને નમ્રતાને માન્યતા બિલકુલ પસંદ નહોતી. સંજયે માન્યતા સાથે લગ્ન કર્યા ત્યારે બંને બહેનોએ હાજરી આપી ન હતી. જોકે સમય જતાં ભાભી અને નણંદ વચ્ચેના સંબંધો સુધરતા ગયા.

Sanjay Dutt and Maanayata love story

સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીનું નામ રિચા શર્મા જ્યારે બીજી પત્નીનું નામ રિયા પિલ્લઈ હતું. સંજય દત્તે 1987માં રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 1996માં બ્રેઈન ટ્યૂમરને કારણે તેમનું અમેરિકામાં અવસાન થયું હતું. આ પછી સંજયે મોડલ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા પરંતુ 2005માં બંનેના છૂટાછેડા થઈ ગયા. બાદમાં તેણે 2008માં માન્યતા સાથે લગ્ન કર્યા હતા. સંજયને માન્યતાથી બે બાળકો પુત્ર શાહરાન અને પુત્રી ઇકરા છે.

આ પણ વાંચો: જ્યારે કમલ હસને સાધ્યું હતું આમિર પર નિશાન, આમિરે માંગવી પડી હતી માફી

ફિલ્મી અને ટીવી દુનિયાથી અપડેટેડ રહેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment