સંજય દત્તને (Sanjay Dutt) આશા છે કે દર્શકોને થિયેટરોમાં તેની ફિલ્મો માણવાની તક મળશે, લાંબા સમયથી સંજય દત્તની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી, તે છેલ્લે 2019માં પાણીપતમાં જોવા મળ્યા હતાં.પરંતુ આ વર્ષે, તેમની ત્રણ ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે, અને તે કહે છે કે તે દેશમાં COVID-19ના સંક્રમણ વચ્ચે સારી સપુરહિટ જાયે તેવી ઈચ્છા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, સંજય દત્તે કહ્યું કે, “મારા પ્રોજેક્ટ્સ, શમશેરા, KGF 2 અને પૃથ્વીરાજ અદભૂત છે, અને હું ખૂબ જ ઉત્સાહિત છું અને રિલિજની રાહ જોઈ રહ્યો છું”.
“આ મૂવીઝ મોટા પડદાના અનુભવ માટે બનાવવામાં આવી છે પરંતુ દેશમાં કોવિડ 19 ની પરિસ્થિતિ નિયંત્રણમાં હોય ત્યારે જ તેનો આનંદ માણી શકાય છે. અત્યારે, હું માત્ર આશા રાખું છું કે વસ્તુઓ આપણા માટે વધુ સારી બનશે અને આ માટે લોકોએ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું પડશે. સાવચેતી રાખવી જરૂરી છે.અનુભવ અને દક્ષતા વયની સાથે આવે છે. જ્યારે આપણે યુવાન હોઈએ ત્યારે આપણે ઘણા બધા કામ કરી શકીએ છીએ, પણ પછી આપણે એ બધુ કરી નથી શકતા.
સંજય દત્તે ફિલ્મ કારકિર્દીમાં જેટલી ચડતીપડતી જોઈ હશે એ કોઈએ જોઈ નહીં હોય, છતાંય આજેય એ ટકી રહ્યો છે તે આવકાર્ય છે અને તેનું કારણ છે તેની અભિનયક્ષમતા અને ફિલ્મસર્જકો-કલાકારો સાથે જાળવી રાખેલા સંબંધો પણ છે. અત્યારે-છેલ્લે તેણે ‘પાનીપત’ માં પોતાની ક્ષમતા બતાવી. તેના ચાહકોના દિલ જરૂર જીત્યા. હજુ તેની કેટલીક ફિલ્મો જરૂર આવી રહી છે.
આ પણ વાંચો: આ અભિનેતાએ ઇંટરવ્યૂમાં કરી દિલખોલીને વાત કહ્યું- “હું માનસિક રીતે એટલો મજબૂત નથી”
ઇંટરવ્યૂ માં કરી દિલખોલીને વાત:
મહેશ ભટ્ટની ફિલ્મ ‘નામ’ માં આશુતોષ ગોવારિકર તમારો સહકલાક હતો, ‘પાનીપત’માં એક ડિરેક્ટર સાથે કામ કરવાનો અનુભવો કેવા રહ્યાં?:
સંજય દત્ત કહે છે, ‘ખરેખર ઉત્તમ, અસાધારણ. ‘નામ’માં એ કાર ડ્રાઈવર બન્યો હતો, અમે આ ફિલ્મ સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા અને એ પછી બંને જુદા જુદા માર્ગે આગળ વધ્યા. અફઘાનિસ્તાનના પિતા કહેવાતા અહમદ શાહ અબ્દાલીની જેવા રોલ માટે મારી પાસે એ આવ્યા એનો મને ઘણો આનંદ થયો, પણ એમાં મને કોઈ આશ્ચર્ય નથી થયું.’
આ રૉલ માટે કોઈ મુશ્કેલી-મૂંઝવણ?:
સંજય દત્ત (Sanjay Dutt) કહે છે, ‘કશું નહીં અનુભવ્યું. પણ એ માટે આશુનો આભાર માનું છું. ઈતિહાસમાં શું થયું હતું એ અમે દર્શાવ્યું છે અને એ એક રિયલ કેરેક્ટર છે. આ કેરેક્ટરના ઘણાં શેડ્સ છે અને ખરેખર અદ્ભુત છે. તેની કોમમાં ભારે અંધાધૂલી સર્જાવેલી હતી, ત્યારે તે ભારતમાં આવે છે અને એ યુદ્ધ લડે છે, જે લડવાનો તેનો ઈરાદો નહોતો પણ અમે એનું ખૂબ સારું ચિત્રણ કર્યું છે અને હા, મારી ચાલમાં પણ મેં તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. આસુ એ વાતનું કાયમ ખાસ ધ્યાન રાખતા. તેઓ મને કહેતા રહેતા કે ‘સંજુ, આપણને અહમદ શાહ અબ્દાલી જોઈએ છે’ પણ નાની બાબતોની પણ મોટી અસર થઈ શકે છે જ્યારે એક્ટર તેને કેવી રીતે પેશ કરે છે તેના પરથી.’
સંજય દત્ત કહે છે કે, મને આનંદ છે કે મારા પર ભૂતકાળમાં આવેલી મુશ્કેલીઓ થી સંપૂર્ણ પણે બહાર આવી ગયો છું અને સક્ષમ છું.
જુઓ આ વિડીયો: બોલીવૂડની લેટેસ્ટ ઉપડેટ્સ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4