Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeએન્ટરટેઈન્મેન્ટભણસાલીના બોલીવુડમાં 25 વર્ષ પૂર્ણ, દીપિકાએ સંજય માટે કંઈક ખાસ કર્યું

ભણસાલીના બોલીવુડમાં 25 વર્ષ પૂર્ણ, દીપિકાએ સંજય માટે કંઈક ખાસ કર્યું

Share Now

બોલીવુડના સૌથી મોટા નિર્દેશકોમાંના એક સંજય લીલા ભણસાલીએ (Sanjay Leela Bhansali ) આજે ઉદ્યોગમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. જેના માટે અનેક સેલિબ્રિટીઝે તેમને પોતાની રીતે શુભેચ્છા પાઠવી છે. પરંતુ SLBના દિલની સૌથી નજીકના લોકોમાંથી એક દીપિકાએ સંજય માટે કંઈક ખાસ કર્યું છે. દીપિકા પાદુકોણે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સંજય માટે એક નોંટ લખી હતી. અભિનેત્રી-દિગ્દર્શકની આ જોડીએ ‘પદ્માવત’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને વ્યવસાયિક રીતે વ્યક્તિગત રીતે પણ ખૂબ સારા સંબંધ ધરાવે છે.

 Deepika wrote note for Sanjay Leela Bhansali

image credit- google image

 

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર સંજય (Sanjay Leela Bhansali) માટે એક નોંટ લખી

દીપિકાએ લખ્યું, “9 નવેમ્બર 2007. મારી પ્રથમ ફિલ્મ ઓમ શાંત ઓમ અને સંજય લીલા ભણસાલીની સાવરિયા એક સાથે રિલિજ થઈ હતી. અને હું જેટલી આભારી હતી (અને હજુ પણ છું … મને નથી લાગતું કે અન્ય કોઈ મહિલા એક્ટરને આવી રીતે લોન્ચ કરવામાં આવી છે જેવી રીતે મને કરવામાં આવી છે), મને યાદ છે કે હું એવું વિચારતી હતી કે હું ક્યારેય સંજય લીલા ભણસાલીની એક્ટર બનવાને લાયક ક્યારેય નહીં થઈ શકું.

Sanjay Leela Bhansali and Deepika padukon

image credit- google image

Fast forward to 2012: હું ખૂબ બીમાર હતી અને પથારીમાં હતી. મને મારા મેનેજરનો ફોન આવ્યો કે “સંજય લીલા ભણસાલી તમને મળવા માંગે છે”. મેં કહ્યું શું?!. તેઓએ કહ્યું, “હા! તે એક ફિલ્મ કરી રહ્યા છે અને તમને મળવા માંગે છે! પછી મેં કહ્યું કે હું તેમણે મળવા માટે તો કાર્ટવ્હીલ કરીને પણ જાત, પણ અત્યારે હું મારી પથારીમાંથી પણ નથી ઉઠી શકતી. પછી મને ખબર પડી કે તેઓ મને મળવા આવી રહ્યા છે.

Sanjay Leela Bhansali and Deepika padukon

image credit- google image

પછીના વર્ષોમાં જે બન્યું તે ‘આઇકોનિક પાર્ટનરશિપ’ થી ઓછું નહોતું, હું માનું છું. અને સાથે મળીને અમે ‘આઇકોનિક પાત્રો’ બનાવ્યા છે. લોકોના મનમાં અને હૃદયમાં કાયમ માટે અંકિત થયેલા પાત્રો છે!

આ પણ જુઓ: Bollywood News

અમારા કોલબોરેશનની મારા પર વ્યક્તિગત રીતે થયેલી અસર મને વધુ ગમે છે. હું કોઈ પણ શંકા વિના કહું છું કે જો સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ન હોત તો હું આજે જે છું તેનાથી અડધી પણ ન હોત!

આ પણ વાંચો: અંદાજ અપના અપનામાં આમિર અને સલમાનની કિટ્ટા-બુચ્ચા

સંજય અને દીપિકાએ એકસાથે આપેલી ફિલ્મોને કારણે, આ જોડી એકદમ આઇકોનિક બની ગઈ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment