Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeભક્તિક્યારે છે સંકષ્ટી ચતુર્થી? જાણો કેમ આ દિવસે પુજાય છે વિધ્નહર્તા ગણેશજી…

ક્યારે છે સંકષ્ટી ચતુર્થી? જાણો કેમ આ દિવસે પુજાય છે વિધ્નહર્તા ગણેશજી…

Ganpati
Share Now

હિન્દુ કેલેન્ડર અનુસાર સંકષ્ટી ચતુર્થીનું અલદ જ મહત્વ છે, મહિલાઓ પોતાના સંતાનના લાંબા આયુષ્ય માટે અને સુખ સંપત્તિ માટે વ્રત રાખે છે, સવારે ઉઠતાંની સાથે જ સ્નાન કરવુ પુજા પાઠ કરવી અને વિધ્નહર્તા ગણેશજીની પુજા કરવી..

ક્યારે છે સંકષ્ઠ ચતુર્થી?

25 ઓગસ્ટના દિવસે સંકષ્ઠ ચતુર્થી છે, જેમાં બહુલા અને પછી તેને સંકષ્ઠી ચતુર્થી પણ કહેવામાં આવે છે. 25 ઓગસ્ટે બપોરે 4 વાગીને 18 મિનિટે શરુ થવાની છે, જે 26 ઓગસ્ટ બપોરે 5 વાગીને 13 મિનિટે ખત્મ થશે.

શું છે આ દિવસનું મહત્વ?

ધાર્મિક માન્યતા અનુસાર પુજા અને ઉપવાસ કરીને પોતાના સંતાનની લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્વિ માટે કરવામાં આવે છે, કહેવામાં આવે છે કે ભગવાન ગજરાજની પુજા કરવામાં આવે છે, વિધ્નહર્તા ભગવાન પોતાના ભક્તોની બધી જ મનોકામના પુર્ણ કરે છે. ખાસ કરીને કહેવાય છે કે સેહત અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મનોકામનાઓ પુર્ણ કરે છે.

Ganesh Chaturthi 2021

સંકષ્ઠ ચતુર્થીની પરંપરા

માન્યતાઓ પ્રમાણે સંકષ્ઠ ચતર્થી સંતાનના કષ્ટ હરનારી દરેક કામનાઓ સાથે કરવામાં આવી છે. સવારે માતા વહેલા ઉઠીને નાહી ધોઇને ગણેશજીની અર્ચના કરે છે, જેમાં તે વ્રત કરે છે. માતા દિવસભર ઉપવાસ રાખે છે, સવારની પુજા બાદ માતા વ્રતમાં ફક્ત ફળ જ તે શક્કર, બટાટા, ગાજર જ ખાઇ શકે છે, આ ઉપવાસ રાતે ચાંદ આવે ત્યાં સુધી રહે છે. ચાંદ ને જોતા જ રોલી, ચંદન અને સહદ મળાવીને દુધને ચઢાવવામાં આવે છે. ચાંદને અર્ધ્ય દેવુ પણ જરુરી માનવામાં આવ્યુ છે, આ પ્રક્રિયા પુરી કર્યા બાદ જ સંકષ્ઠ ચતુર્થીનું વ્રત પુર્ણ થાય છે.

આ તહેવાર પર ખાસ રેસીપી પણ લોકો પોતાના ઘરે બનાવતા હોય છે, જેમાં મગફળીની કઢી, સક્કરકંદનો હલવો. સાબુદાણા વડા અને ફરાણી વાનગીઓ, ફરાણી ઇડલી સંભાર, કંદ આલુ પકોડા અને કુટ્ટીના દારાની ખીચડી જેવી અવનવી વાનગીઓ બનાવીને લોકો આ તહેવારની ઉજવણી પણ કરે છે.

આ તિથીનું નામ જ સંકષ્ટિ છે, જેથી સંકટને હરાવવા માટેની આ તિથી માનવામાં આવે છે. કહેવાય છે કે વિધ્નહર્તા ગણેશજીની પુજા કરવા થી જીવનના તમામ સંકટો દુર થઇ જાય છે.

 

આ પણ વાંચો: આ પ્રકારની રાખડી  ના આઇડિયાથી ભાઇના ચહેરા પર આવી જશે સ્મિત

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment