Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeભક્તિSankashti Chaturthi નું વ્રત ભગવાન શિવે પણ પાર્વતીજીને મનાવવા રાખ્યુ હતુ

Sankashti Chaturthi નું વ્રત ભગવાન શિવે પણ પાર્વતીજીને મનાવવા રાખ્યુ હતુ

Sankashti Chaturthi
Share Now

સંકટ ચોથનું પાવન વ્રત આ વખતે 24 સપ્ટેમ્બરે 2021એ આવે છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે. માન્યતા છે કે, વિધિ વિઘાનથી પૂજા કરવામાં આવે તો ગણેશજી પ્રસન્ન થઈને તેમના ભક્તોના તમામ સંકટ હરી લે છે તથા ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. જોકે, સંકટ ચોથ (Sankashti Chaturthi) મનાવવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે. સૌથી પ્રચલિત કથા છે ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે સંકળાયેલી છે.

Sankashti Chaturthi ની પૌરાણિક કથા

એકવારી માતા પાર્વતી અને ભગવાન શિવ નદી પાસે બેઠા હતા, ત્યારે અચાનક માતા પાર્વતીએ ચોપાટ રમવાની ઈચ્છા વિશે શિવજીને કહ્યું. પરંતુ સમસ્યા એ હતી કે ત્યાં તે બંને સિવાય કોઈ ત્રીજી નહોતુ. જે હાર જીતનો નિર્ણય લઈ શકે. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ભગવાન શિવ અને પાર્વતીએ મળીને એક માટીની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ પૂરી દીધા. માટીમાંથી બનેલા બાળકને બંનેએ આદેશ આપ્યો કે તું રમતને સારી રીતે જોજે અને નિર્ણય લેજે કે કોણ જીત્યુ અને કોણ હાર્યું? રમત શરૂ થઈ, જેમાં માતા પાર્વતી વાંરવાર ભગવાન શિવને હરાવીને જીતી રહ્યાં હતા.

માતા પાર્વતી ગુસ્સે થયા

રમત ચાલતી રહી, પણ એકવારની ભૂલથી બાળકે માતા પાર્વતીને હારેલા ઘોષિત કરી દીધા. બાળકની આ ભૂલથી માતા પાર્વતી ખૂબ ગુસ્સે થયા, જેના લીધે ગુસ્સામાં આવીને બાળકને શ્રાપ આપી દીધો અને તે લંગડો થઈ ગયો. બાળકે તેની ભૂલ માટે માતા પાસે માફી માંગી. બાળકના વારંવાર નિવેદન જોતા માતાએ કહ્યું, હવે શ્રાપ પાછુ તો લઈ નહીં શકાય, પણ ઉપાય જણાવતા પાર્વતીઓ બાળકને કહ્યું કે, સંકટ ચોથના દિવસે આ જગ્યાએ પૂજા કરવાથી કન્યા આવે છે, તુ તેમને વ્રતની વિધી પૂછજે અને એ વ્રત સાચા મનથી કરજે. તેનાથી તું શ્રાપ મુક્ત થઈ જઈશ.

આ પણ વાંચોઃ- Sankashti Chaturthi પર કરો ગણપતિને આવી રીતે પ્રસન્ન, દૂર થશે તમામ સંકટ

ગણેશજીએ આપ્યુ વરદાન

બાળકે પૂજાની વિધિ જાણીને શ્રદ્ધાપૂર્વક વ્રત રાખ્યુ. તેની સાચી આરાધનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને તેમની ઈચ્છા પૂછી. બાળકે માતા પાર્વતી અને ભગવાન શિવની પાસે જઈને પોતાની ઈચ્છા જાહેર કરી. ગણેશજીએ તે બાળકની માંગણી પૂરી કરી અને તેને શિવલોક પહોંચાડી દીધો.

જ્યારે તે પહોંચ્યો તો તેને ફક્ત ભગવાન શિવ જ મળ્યા. માતા પાર્વતી ભગવાન શિવજીથી નારાજ થઈને કૈલાશ છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે શિવજીએ તે બાળકને પૂછ્યું કે, તું અહીંયા કેવી રીતે આવ્યો તો તેણે કહ્યું કે, ગણેશજીની પૂજાથી વરદાન પ્રાપ્ત થયુ છે.

એ જાણ્યા બાદ ભગવાન શિવે પણ પાર્વતીને મનાવવા માટે એ વ્રત રાખ્યુ હતુ, ત્યારબાદ માતા પાર્વતી ભગવાન શિવથી પ્રસન્ન થઈને કૈલાશ પાછા આવ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment