Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeઇતિહાસ‘બાદલ પેં પાવ હૈ…’ સાડીમાં વિમાન ઉડાવીને ઇતિહાસ રચનાર પ્રથમ મહિલા પાયલટ ‘સરલા ઠકરાલ’

‘બાદલ પેં પાવ હૈ…’ સાડીમાં વિમાન ઉડાવીને ઇતિહાસ રચનાર પ્રથમ મહિલા પાયલટ ‘સરલા ઠકરાલ’

sarla thakral
Share Now

ગુગલે (Google)પોતાના આજના ડુડલમાં 8 ઓગસ્ટ એટલે કે આજના દિવસે ભારતીય મહિલા (Indian Women)સરલા ઠકરાલને અનોખી રીતે શ્રધ્ધાંજંલી આપી છે. ગુગલ ઓપન કરીને જોશો તો તમને એક મહિલાનો ચિત્ર દેખાશે જે સાડીમાં પ્લેન ઉડાવી રહ્યાં છે, આજે 8 ઓગસ્ટના દિવસે સરલા ઠકરાલ (Sarla Thakral) ને અનોખી રીતે ગુગલે ડુડલ (Google Doodle)બનાવીને શ્રધ્ધાંજંલી અર્પણ કરી હતી.

Ott India પર આજે આપણે વાત કરીશું ભારતની પ્રથમ મહિલા પાયલટ Sarla Thakral ની… સાડી પહેરીને વીમાન ઉડાવનાર આ મહિલા Sarla Thakral  ભારતની પ્રથમ મહિલા પાયલટ હતા. આજે તેમનો જન્મદિવસ છે.

sarla thakral

Image Courtesy : Wikipedia Image

sarla-thakral_

Image Courtesy : Wikipedia Image

 

જાણીએ કોણ છે મહિલા પાયલોટ?

બ્રિટિશ ભારતમાં જન્મેલા સરલા ઠકરાલને એક ભારતની પ્રથમ વિમાન ઉડાવનારી મહિલાના રુપમાં ઓળખવામાં આવે છે, પતિ પીડી શર્મા પાસેથે વીમાન ઉડાવવાની પ્રેરણા મળી હતી, જે એક પ્રશિક્ષિત પાયલોટ હતા, તેમના પરિવારમાં નવ લોકો એવા હતા, જે પાયલટ હતા.

માત્ર 16 વર્ષની ઉમરે લગ્ન થઇ ગયા હતા, અને માત્ર 21 વર્ષની ઉમરમાં જ તેમણે ઇતિહાસરચી દીધો હતો. સરલા ઠકરાલનો એ સમય પણ આવી ગયો જ્યારે તે ઇતિહાસ રચવા માટે તૈયાર થઇ ગયા હતા, 1936 માં પહેલી વાર  બે પાંખોવાળા એક નાના એવા વિમાન તેમણે ઉડાવ્યો હતો.

માત્ર 21 વર્ષ ની ઉંમરમાં તે 4 વર્ષના દિકરાની મા હતી, તેમણે પાંપપરિક સાડી પહેરેલા કોકપિટમાં પગલું મુક્યુ, જેણે દનિયાને સંદેશ આપ્યો કે આકાશમાં મહિલાઓ પણ ઉડી શકે છે.

 

ગુગલે બનાવ્યુ ડુડલ(Google Doodle)

આજે તેમના જન્મદિવસ (Birth Aniversary )પર ગુગલે અનોખુ ડુડલ બનાવીને સરલા ઠકરાલને શ્રધ્ધાંજલી આપી છે, માત્ર તેના 1 વર્ષ બાદ જ કેપ્ટન પીડી શર્માનું 1939 માં એક વિમાન દુર્ઘટનામાં નિધન થઇ ગયુ. પતિના નિધન બાદ સરલા ઠકરાલે કમર્શિયલ પાયલટની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. તે સમયે દ્વિતિય વિશ્વયુદ્વનો સમય હતો જેના કારણે તેમનું કરિયર દાવ પર લાગી ગયુ.

Sarla Thakral : ભારતની પ્રથમ મહિલા પાયલટ

cockpit

Image Courtesy : Wikipedia Image

સરલા ઠકરાલે 1000 કલાકની ઉડાન પુરી કર્યા બાદ A લાઇસેન્સ પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય ના ખિતાબથી પણ ઓળખવામાં આવ્યા હતા. આગળ જઇને તેમણે જ્વેલરી અને કપડાઓના ડિઝાઇનિંગમાં સફળ કરિયર બનાવ્યો. એક સપળ પેઇન્ટર, કોસ્ટયુમ ડિઝાઇનર બન્યા. તેમણે બીજા લગ્ન કર્યા આર પી ઠકરાલ સાથે, તેમની ગણતરી આર્ય સમાજના સમર્પિક અનુયાયિઓમાં થતી હતી.

કરાંચી અને લાહોર વચ્ચે ઉડાનો ભરનારા મહિલા સરલા ઠકરાલે પોતાના જીવનમાં અનેક સફળતાઓ હાંસલ કરી છે. 15 માર્ચ 2008 ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ છે.

 

આ પણ વાંચો:  કેટ આઇલેન્ડ: જ્યાં  છે બિલાડીઓનું સામ્રાજ્ય

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment