Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝMehsana: ACBને મળી મોટી સફળતા, ગીલોસણ ગામનો સરપંચ 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Mehsana: ACBને મળી મોટી સફળતા, ગીલોસણ ગામનો સરપંચ 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Mehsana
Share Now

રાજ્યમાં લાંચીયા અધિકારીઓ ફુલાફાલ્યા છે. એવુ પણ કહી શકાય કે લાંચીયા અધિકારીઓ બેફામ બન્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મહેસાણા (Mehsana)જિલ્લામાં. જિલ્લામાં ACBની ટીમે ગીલોસણ ગામના સરપંચ (Sarpanch)ને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

Mehsana જિલ્લાના ગીલોસણ ગામના સરપંચે લાંચ માગી હતી

મહેસાણા જિલ્લામાં આવેલા ગીલોસણ ગામમાં એક નાગરિકે ઔધોગિક પ્લોટિંગ કર્યું હતું, જેના બાંધકામ માટે ફરિયાદીએ સરપંચ પાસે પરવાનગી ચિઠ્ઠી લેવા ગીલોસણ ગ્રામ પંચાયતમાં અરજી (Application)કરી હતી. જો કે બાંધકામ અંગે પરવાનગી ચિઠ્ઠી આપવા મામલે ગીલોસણ ગામના સરપંચ ભીખુમિયા ગાંડા લાલ અલીમીયાએ ફરિયાદી પાસે રૂપિયા 4 લાખની લાંચ માગી હતી. જો કે આરોપી સરપંચે અગાઉ પણ આ મામલે પચાસ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો અને બાકી રહેલી રકમની માંગણી ચાલુ રાખી હતી.

આ પણ વાંચો: રાજ્યનું આ શહેર બન્યું ઠંડુગાર, આગામી 24 કલાકમાં ઠંડી વધી શકે છે

આ સમગ્ર મામલે જાગૃત નાગરિકે મહેસાણા ACBમાં જાણ કરી હતી અને આરોપી સરપંચને પરવાનગી ચિઠ્ઠી મેળવવા અને એક લાખ રૂપિયા આપવા માટે મહેસાણા મોઢેરા રોડ પર આવેલી સોસાયટી પાસે બોલાવ્યો હતો. જ્યાં આરોપી સરપંચ લાંચના એક લાખ રૂપિયા લેવા પહોંચ્યો હતો. ત્યાં મહેસાણા ACBએ અગાઉથી જ છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી અને આરોપીની લાંચની રકમ અંગે ભારે રકઝક બાદ આરોપી સરપંચે એક લાખ રૂપિયા સ્વીકાર્યા હતાં. સરપંચે રકમ સ્વિકારતાની સાથે સ્થળ પર જ મહેસાણા (Mehsana)ACBએ સરપંચને રંગેહાથ ઝડપી લીધો હતો.

નાણાં ખેંચમાં કરી છેતરપિંડી જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment