Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeભક્તિSarva Pitru Amas નિમિતે આ રીતે કરો શ્રાદ્ધ તર્પણ અને દાન-પુણ્ય

Sarva Pitru Amas નિમિતે આ રીતે કરો શ્રાદ્ધ તર્પણ અને દાન-પુણ્ય

Sarva Pitru Amas
Share Now

હિન્દૂ ધર્મમાં શ્રાદ્ધ એ પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો ઘણો મહત્વપૂર્ણ સમય છે. પિતૃપક્ષ પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સમય હોય છે. આ વર્ષે બુધવારે સર્વ પિતૃ અમાસનું (Sarva Pitru Amas) યોગ બન્યું છે. દાન-પુણ્ય કરવાથી અનેક ફળ મળે છે. પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કર્મ અને દાન-તર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે. જેથી તેઓ ખુશ થશે તો પેઢીઓની પેઢીઓ ખુશ રહેશે. તથા તેમનો વંશવેલો સુખ અને સમૃદ્ધિ ભર્યુ જીવન જીવી શકે છે. શ્રાદ્ધના માધ્યમથી આપણે પિતૃઓને યાદ કરીએ છીએ તથા તેમની આત્માની શાંતિ માટે પણ દાન-પુણ્ય કરીએ છીએ.

‘आयुः पुत्रान्‌ यशः स्वर्ग कीर्ति पुष्टि बलं यिम्‌।

पशून्‌ सौख्यं धनं धान्यं प्राप्नुयात्‌ पितृपूजनात्‌।’

શાસ્ત્ર અનુસાર, પિતૃઓની પિંડદાન કરતા દરેક વ્યક્તિ દીર્ઘાયુ, યશ, લક્ષ્મી, સ્વર્ગ, વંશવેલો, સુખ-સમૃદ્ધિ, ધન-ધાન્ય વગેરે બાબતોથી ખુશ રહે છે. પિતૃ કૃપાથી તમામ પ્રકારના સૌભાગ્ય, સમૃદ્ધિ, રાજ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. સર્વ પિતૃ અમાસના દિવસે ગજછાયાયોગનું નિર્માણ થઈ રહ્યું છે.  

Sarv Pitru Amas- પિતૃલોકથી પૃથ્વીલોકની સફર 

દરેક હિન્દૂ ગૃહસ્થનો ધર્મ છે કે તેઓ પિતૃપક્ષમાં તેમના પિતૃઓ દેવો માટે શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરે અને  તેમની શ્રદ્ધા પ્રમાણે પિતૃઓના નામનું બ્રાહ્મણોને  દાન-દક્ષિણા આપે. આવી જ અપેક્ષા સાથે પિતૃઓ પિતૃલોકથી પૃથ્વીલોકની સફર કરે છે. 

સામાન્ય રીત અનુસાર, દર મહિનાની અમાસ  પિતૃઓની પુણ્યતિથિ તરીકે જ ગણાય છે. પિતૃપક્ષની અમાસ પિતૃઓ માટે ઘણી ફળદાયી હોય છે. આ અમાસના રોજ પિતૃ વિસર્જનની અમાસ (Sarva Pitru Amas) તથા મહાલયા કહેવામાં આવે છે. જે લોકોએ પિતૃપક્ષ  દરમિયાનના 15 દિવસોમાં શ્રાદ્ધ તર્પણ વિધિ ના કરી હોય તેઓ સર્વ પિતૃઓને તર્પણ કરતા અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકે છે. જે લોકોને પિતૃઓની તિથિ યાદ ના હોય તેઓ પણ અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકે છે. 

અમાસના દિવસે બધા પિતૃઓનું વિસર્જન થાય છે. અમાસના દિવસે પિતૃ પોતાના પુત્ર દ્વાર પિંડદાન અને શ્રાદ્ધની આશા લઈને આવે છે. જો ત્યાં તેમને પિંડદાન કે તિલાંજલિ વગેરે ન મળે તો તેઓ શ્રાપ આપીને ચાલ્યા જાય છે. તેથી શ્રાદ્ધને નજરઅંદાજ કે તેનો ત્યાગ ન કરવો જોઈએ. 

આ પણ વાંચોઃ- Gopnath Mahadev મંદિરમાં સ્વયં કૃષ્ણ અને રુક્ષ્મણિજીએ કરી હતી પૂજા-અર્ચના

પિતૃપક્ષ પિતૃઓનો તહેવાર

પિતૃપક્ષ પિતૃઓનો તહેવાર છે. જેથી આ પક્ષમાં શ્રાદ્ધ કરવાની વિધિ છે. શ્રાદ્ધપક્ષની પૂર્ણાહૂતિ અમાસના (Sarva Pitru Amas) વિસર્જન તર્પણથી થાય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન લોકો તેમના પિતૃઓની સંતૃષ્ટિ માટે વિધિ વિધાનથી પિતૃયજ્ઞ કરે છે. આ  વર્કિંગ લાઈફમાં જો કાર્યની વ્યસ્તતાના લીધે શ્રાદ્ધ કરવાનું બાકી રહી જાય ત્યારે પિતૃ વિસર્જન અમાસના દિવસે સ્નાન કર્યા બાદ ગાયત્રી મંત્ર બોલીને સૂર્યને જળ અર્પણ કરવુ જોઈએ.

ઘરમાં બનાવેલા શુદ્ધ શાકાહારી ભોજનમાંથી સૌથી પહેલા ગાય માટે, કૂતરા માટે, કાગડા માટે, ભગવાન માટે અને ત્યારબાદ કીડીઓ માટે ભોજનનો અંશ આપવો. ત્યારબાદ બ્રાહ્મણને ભોજન તથા અન્નનું દાન કરવું. શ્રદ્ધાથી પિતૃઓ  જોડે તમામ મંગળકારી હોવાની પ્રાર્થના કરીને ભોજન કરવાથી શ્રાદ્ધ કર્મની પૂજાનું ફળ અવશ્ય મળે છે. વ્યક્તિ ધન, સમૃદ્ધિ અને સુખ વગેરેની પ્રાપ્તિ બાદ મોક્ષ મેળવી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment