આર્યન ખાનની ડ્રગ્સ ઘટનામાં ધરપકડ થયા બાદ શાહરુખ ખાને તેનો કેસ લડવા માટે પ્રખ્યાત સતીશ માનશિંદેની પસંદગી કરી છે. સતીશ માનશિંદે (Satish Maneshinde) એક હાઈ-પ્રોફાઈલ વકીલ છે, જે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન પર લગાવવામાં આવેલા આરોપોના વિરુદ્ધ કોર્ટમાં બચાવ કરશે. 56 વર્ષના વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદે હાઈ પ્રોફાઈલ ઘટનાઓ માટે જાણીતા છે. તેમણે અત્યાર સુધી ઘણા ટોપ બોલિવૂડ સ્ટાર્સ અને તેમના ફેમિલી મેમ્બર્સના કેસ લડી ચૂક્યા છે.
Satish Maneshinde રિયા ચક્રવર્તીના પણ વકીલ છે.
અન્ય એક ડ્રગ્સ ઘટનામાં સતીશ માનશિંદે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકનું કેસ પણ લડી રહ્યાં છે, જેમણે એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ધરપકડ કરી હતી. જોકે, રિયા અને શોવિકને પછીથી કોર્ટે જામીન આપી દીધા હતા. સતીશ માનશિંદે ક્રિમિનલ કેસને હેન્ડલ કરવા માટે જાણીતા છે, તેઓ આ પ્રકારના કેસ હેન્ડલ કરવા માટેનો ઘણો અનુભવ છે. તે ઉપરાંત તેઓ પાલઘર લિંચિંગ ઘટનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસ્ટેક્યૂટર પણ છે.
સંજય દત્તને જામીન અપાવ્યા હતા
તેમણે 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટ ઘટનામાં બોલિવૂડ એક્ટર સંજય દત્તનું પ્રતિનિધિત્વ કરનારી કાયદાકિય ટીમનો ભાગ પણ રહી ચૂક્યા છે. માનશિંદે (Satish Maneshinde ) સંજય દત્તને જામીન અપાવવા સફળ રહ્યાં હતા. જ્યારે તેઓ તે સમયે ઘણા ગંભીર આરોપોમાં ફંસાયેલા હતા. જોકે, આ કેસના તરત જ સતીશ માનશિંદે બધા જ હાઈ-પ્રોફાઈલ ઘટના માટે દેશના ટોપ ક્રિમિનલ લોયર્સ પૈકી એક બની ગયા છે.
આ પણ વાંચોઃ- NCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ
સલમાન ખાનની પણ પેરવી કરી ચૂક્યા છે.
વર્ષ 2002માં દારુ પીને ગાડી હાંકવા બાબતે સુપરસ્ટાર સલમાન ખાનને જામીન મળ્યા બાદ માનશિંદેને હાઈ-પ્રોફાઈલ વકીલ તરીકે ઘણી લોકપ્રિયતા મળી. ત્યારબાદ સલમાન ખાનને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો.
Satish Maneshinde ના કરિયર વિશે
માનશિંદેએ વર્ષ 1983માં પ્રસિદ્ધ અધિવક્તા દિવગંત રામ જેઠમલાનીના નેતૃત્વમાં એક વકીલ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે લગભગ 10 વર્ષો સુધી તેમની સાથે કામ કર્યુ. આજે દેશના સૌથી મોટા વકીલોમાં માનશિંદેની ગણતરી થાય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4