Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટસત્ય ઘટના : હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું

સત્ય ઘટના : હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું

halaji tara hath vakhanu
Share Now

“બાપુ ! મારે જ જમબાપુની સખાતે  જવું છે, માટે રજા દયો.”

“ના બેટા, તું બાળક ગણાય, ઈ સખાત સલબી નથી. જેના મુલકો  રાવળ જામે જીત્યા છે એવા કાળઝાળ જેઠવા, વાઢેર, વાળા, વાઘેલા, જુનાગઢનો ગોરી નવાબ, એની સહાયે ઝાલા, ગોહેલ, પરમાર, ચૌહાણ અને વિકરાળ કાઠીઓ મળ્યા છે. કહેવાય છે કે અઢી લાખનું કટક છે. હાથી, ઘોડા અને ઊંટ અણપાર છે. જોગણીયુ જેવી દોઢસો તોપુ છે.

“બાપુ ! પુત્ર યુદ્ધે ચડતો હોય ત્યારે રજપૂત પિતા નબળા ઓહાણ ન લાવે. આવા અવસરે ધીંગાણાની તાલીમ લેવાય. બાપુ ! હું તમને લજાવીશ નહિ. માં આશાપુરાની દુહાઈ.”

કચ્છ ભદ્રેસરના અજાજી અને એમના કુંવર મહેરામણજી એટલે બાપ – બેટા વચ્ચે ઉપર પ્રમાણે વડછડ થાય છે. પુત્રની હઠને નમતું આપી રાવળ જામની સખાતે કચ્છમાંથી હાલારમાં, જાડેજા અજાજી પોતાના ફક્ત બાર વરસના બેટા મહેરામણજીને વોળાવે છે.

હાલારના મીઠોઈ ગામના પાદરમાં જાડેજાઓને ઝેર કરવા અને પાછા કચ્છમાં તગડી મેલવા સોરઠી રાજાઓએ અઢી લાખ માણસોનું લશ્કર અને દોઢસો તોપુના રેંકડા એકઠા કર્યા છે.

jam raval
સામે પક્ષે રાવળ જામની ફોજમાં નાનેરા ભાઈ હરઘોળજી, પરબતજી સોઢાનો પુત્ર તોગોજી, ભાર વજીરના પુત્રો નોંધણ વજીર અને જેસો વજીર, કનોજી, રણમલજી , ભાણજી દલ, હમીરસુત સુમરોજી, અજાજી, કેસરજી મોડ અને પોત – પોતાની ફોજો સજીને પિંગલ આહેરો સાથે તુઁબેલ ચારણો… એવા દોઢ લાખ લડવૈયા , કચ્છી જોધા અને ચતુરંગી સેના છે.

ભદ્રેશરથી કુંવર મહેરામણજી પિતાની આજ્ઞા લઇ પટ્ટી ઘોડીએ સવાર થઇ પાંચસો કચ્છી પાંખરીયા સહીત મીઠોઈ આવી રાવળ જામને મળ્યા.

કુંવર મહેરામણજીની નાની ઉમર તથા દેહનો ઘાટ પણ નાનો જોઈ રાવળ જામે મરમ કર્યો : “કુંવરજી ! તમારા બાપુ કેમ ન આવ્યા ? તમને કેમ મોકલ્યા ? આ તો ખાંડાના ખેલ છે. તમે હજી બેચુ છો. થોડું અહીં તમારી માસીને ધાવવું છે?”

કુંવારમાં નામ પ્રમાણે ગુણ હોવાથી મર્યાદાના સાગર મહેરામણજી ગુસ્સે ન થયા, તેમ ખુલાસો પણ કર્યો નહિ. મનમાં નક્કી કર્યું કે એવું ટાણું આવ્યે મોટાબાપુને બતાવીશ કે રજપૂતનું બાળક કેવું પરાક્રમ કરે છે!

                          જા કુલ એસી રીત હે, તા કુલ એ સ્વભાવ:
                           આધા માં કે પેટમેં, આઘો ગય્નદ સર ઘાવ.

સોરઠી સેનાની આગલી હરોળમાં દોઢસો ટોપો ડાચાં ફાડીને પડી છે, ગલમદારો કચ્છી કટકની સામે આવવાની વાટ જુએ છે. આગેવાન ભાન જેઠવાની આજ્ઞા છે કે જાડેજા પાસે આવતા સલામી દેવી.

રાવળ જામે પોતાના પડાવમાં સભા ભરી મસલત કરી કે દુશમનની તોપોના કાનમાં ખીલ જણાય તો જ આપણે આડ હથિયારે લડી શકીયે, માટે બીડું ફેરવો કે : ” છે કોઈ શૂરવીર ! કે વેરીની ટાપુના કાનમાં ખીલ ધરબી આવે ?”

બીડું ત્રણ વખત ફરે છે, બીડાદાર વસમાં વેણ વદે છે કે : ” આ હા હા હા ! જામના દરબારમાં મરણીયા રજપૂતો ખૂટી ગયા કે શું…?

ત્યારે પરબતજી સોઢાના પુત્ર તોગાજીએ મૂછે તાવ દીધો. કહે : “હું એ કામ કરીશ….”

રાવળ જામ કહે : “રંગ તોગાજી !” ત્યાં તો ત્રણ દલ રજપૂતોને શૂરાતન ચડ્યું, અને ચારે ય ઘોડે ચડ્યા. ભલા માથે વસ્ત્ર ઢાંકી” સોરઠી પડાવમાં આવ્યા.

સોરઠીયાએ જાણ્યું કે વહવટીયે (વિશિષ્ટ માટે ) આવતા હશે. ત્યાં તો ચારે રજપૂતો ઘોડેથી કૂદી તોપોના રેંકડા પાસે આવી ઘોડાના પાવરામાં ખીલ અને હથોડીયું લાવેલ તે કાઢી ધમ ધમ કરતા માંડ્યા ધરબવા. ચારે ય ઉપર દુશમનોની તલવારોના મેં વરસ્યા, છતાં ઘણી ટોપો નકામી કરી નાખી. તોગાજીનાં દેહ માથે ચોર્યાસી ઘા થયા. ત્રણ રજપૂતોના ત્યાં જ ટુકડા થઈ ગયા.

ભાન જેઠવે આ શૂરવીરોને રંગ દીધા. પણ કહ્યું : ” રાવળ જામે કપટ કર્યું છે માટે આપણામાં છે કોઈ એવો મર્દ કે જે રાવળ જામને ભલે વીંધે ?”
       
ત્યાં તો કરશનજી ઝાલો કીર્તિ કમાવા ઘોડે ચડ્યો ને જામના પડાવ તરફ તાબડતોબ આવ્યો. એણે પણ ભાલા ઉપર વસ્ત્ર ઢાંકેલું. એટલે પડાવ મધ્યે આવી ગયો.

રાવળ જામ તંબુમાં પોઢ્યા હતા. નાનાભાઈ હરઘોળજી પોતાના તંબુ બહાર રૂપાના બાજૉઠે નહતા હતા, તેમની પાસે કરશનજી ઝાલો આવ્યો. કહ્યું : “વટી  માટે આવ્યો છઉ, ખુદ જામને જ મળવું છે. આ પત્ર આપવો છે.”

હરઘોળજી કહે :” હું જ જામ છું. લાવો કાગળ.” (હરઘોળજી પણ દેખાવે રાવળ જામ જેવા જ લગતા.)

કરશનજી હરધોળજીને પત્ર આપ્યો. હરઘોળજી પત્ર ખોલીને વાંચવા લાગ્યા, એટલે લાગ જોઈ કરશનજી ઝાલે હરધોળજીની ઉઘાડી છાતીમાં ભાલુ પરોવી દીધું. પોતાના ઘોડા ઉપર બકાક જમ…. દઈ ચડ્યો અને ઘોડો તોપના ગોળા જેમ ઉપાડી મેલ્યો.

“દગો !દગો !દગો !” એવા જમણા પડાવમાં રીડિયા થયા. રાવળ જામ જાગી ગયા. તંબુ બહાર આવે ત્યાં ભાઈ હરધોળજીને છાતી અને વાંસામાંથી લોહીના પરનાળે નીતરતા ને નાહતા દીઠા. હરઘોળજીએ જરાય કણક્યાં વિના પ્રાણ છાંડયા.

કરશનજી ભાગ્યે જ જાય છે. રસ્તામાં નાનું એવું તળાવડું. એમાં ભદ્રેસરવાળા કુંવર મહેરામનજી અજાણી જેને જામ રાવળે મેનુ મારેલું એ પોતાની પટ્ટી ઘોડીને ધમારે છે. એને કોલાહલ સાંભળ્યો અને દુશ્મનને ભાગતા ભાળ્યો.

આ પણ જુઓ : રાષ્ટ્રકવિ પ્રદીપ

મામલો સમજી લઈ ઘોડીને ઘસવાનો, ધમારવાનો હાથલો ફગાવી એકદમ ઘોડીને તળાવ બહાર લઈ કાંઠે પડેલી સાંગ ઉપાડી મહેરામણજી ઝડપથી પટ્ટીની પીઠ માથે આવ્યા, ને પટ્ટીના પેટાળે પેની અડાડતા તારોડિયો ખરે એમ કરશનજીની પછવાડે પટ્ટીને ઉપાડી મૂકી.

બીજા અસવારો લઈ રાવળ જામ પણ ચડ્યા, લગાફગ….. લગાફગ… પણ પટ્ટી મોખરે આગળ ધસે છે. ઝાલાના ઘોડાને ય પાંખું આવી છે. બે ય ઘોડા વચ્ચે આશરે અઢારેક કદમનું અંતર રહ્યા કરે છે, કેમે ય કરીને ભાંગે નહિ.

                                                           (છપ્પય)

   જાતે ખૂની જાણ, અગે મહેરાણ અજાણી;
    પટ્ટી ઘોડી પુઠ, તતખણ મેળે તાણી.

     આગે ભાગો જાય, ભોમ અંતર નહ ભાંગે;
     આને મન ઉચ્ચાટ લેખ લખ દાવ ન લાગે.

     મુ અગે જાય શત્રુહર મળી, હું તો જીવત હારહું ;
      ઘણ કર અબે ઉપઘાત ઘટમેં ના દુશમન મારહુ

ખૂનીને જતો જાણી મહેરામણ અજાણીએ ઘોડી પલાણી અને તત્કાળ વહેતી કરી. શત્રુ ભાગે છે, અંતર ભાંગતું નથી. મહેરામનજીને ઉચ્ચાટ થાય છે, આ હા હા હા, મારો દાવ લાગતો નથી. મારી આગળથી શત્રુ જીવતો જાય તો મારે આપઘાત કરવો પડે.

 અસી બાજ ઉડણી, પવન વેગહ પડકારી,
તૂટી તારા જેમ, ધીર પંખણ ધજધારી:
બચ્છક જોર બરાડ, ભીમ ભારચ્છ બચટ્યો,
કરે ક્રોધ કૃતાન્ત, તંત લેવા કર તૂટ્યો:
ક્રમ અઢાર માથે ક્રમણ, વહે અતંગા વાઢિયો,
સત્રંગ જરદ અસ સોંસરો કુત ત્રહું સર કાઢિયો.

પટ્ટી તો બાજની જેમ ઉડી, પવનના વેગને પડકારતી, તારોડિયો જેમ તૂટે એમ પુચનો ધજ માંડતી ઉપડી. એના બળવાન બાળુડો મહેરામણજી ક્રોધ કરીને કાળઝાળ થયો છે. ક્રોધમાં ને ક્રોધમાં પટ્ટીને કુદાવવા એણે વાઘ ખેંચી.

ત્યાંતો પટ્ટીએ અઢાર ક્રમ ડાબા દીધા અને અઢાર ક્રમનું અંતર ભાંગી એના ભક્ષ ઉપર ગીધ ત્રાટકે એમ કરશનજી ઝાલાના ઘોડા ઉપર પટ્ટી આવી. મહેરામણજીએ કરશનજી ઉપર સાંગનો ઘા કર્યો. એ સાંગે શત્રુના બખ્તરને, અંગને અને ઘોડાને ત્રણેયને વીંધી નાખ્યા. જેમ :

                                          નર બગતર ફાડ્ય
                                                            પાખર અસ વીંધી પ્રથી.

આટલું બન્યા પછી રાવળ જામ ત્યાં આવી પોહ્ચ્યા, તો શું જોયું ? કરશનજી ઝાલાને એના ઘોડા સહીત પૃથ્વી સાથે જડાયેલો જોયો અને મહેરામણજીએ સાંગનો ઘા કરતા અતિ બળ કરેલ એટલે એની આંખોમાં બે ય ડોળા બહાર નીકળેલા જોયા, અને પટ્ટી ઘોડીના પગના મુઠીયા બેસી ગયેલા.

રાવળ જામ પોતાના ખેસથી મહેરામણજી અજાણીને અને એમની પટ્ટી ઘોડીને વાહર ઢોળવા (પવન નાખવા) લાગ્યા. રાવળ જમણા મુખમાંથી શબ્દો શ્રી પડ્યા કે :

     “હાલા તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું !”

પટ્ટી અને મહેરામણજી સારવારથી સાજા થઈ ગયા. પટ્ટી ઘોડી અને મહેરામણજી અમર રહ્યા.           

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

Share

No comments

leave a comment