Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝસૌની યોજના લીંક -૪

સૌની યોજના લીંક -૪

Ministers
Share Now

પ્રભારી મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મીટીંગ યોજાઇ

રાજકોટ જિલ્લાના આયોજન હેઠળના રૂ.૧૪૯૨ લાખના ૫૦૫ કામો મંજૂર: પ્રગતિ હેઠળના પાછલા વર્ષના કામો ૩૧મી જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તાલુકા કક્ષાએ ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપતા શિક્ષણ અને પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

Bhupendrasinh Chudasama

રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લાના આયોજન હેઠળના ચાલુ વર્ષના ૧૪૯૨ લાખના ૫૦૫ કામોને મંજૂરી આપવામાં આવી હતી. પ્રભારી મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટ જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસના કામો નોંધપાત્ર રીતે કરવામાં આવ્યા છે તે અંગે સમગ્ર જિલ્લાની ટીમને અભિનંદન આપી કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે પણ સાવચેત રહીને તાલુકા કક્ષાએ જન પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી કામો તેમજ આયોજન હેઠળની અન્ય જોગવાઈઓ મુજબ ઓક્સિજન અને જરૂરી વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે કામગીરી પુર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

Bhupendrasinh chudasama
નવા વર્ષના આયોજન હેઠળના મંજૂર કરાયેલા કામોમાં ગ્રામ્ય અને શહેરી વિકાસના કામો તેમજ આરોગ્યને લગતા સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટરમાં ઘટતી સુવિધાઓ, શિક્ષણ અને આંગણવાડીના ઓરડા બનાવવા, પીવાના પાણીની વ્યવસ્થા રસ્તા, પેવર બ્લોક, કોઝવે જેવા અન્ય વિકાસના કામો માટે મંજૂરી આપવામાં આવી હતી. મંત્રીશ્રીએ કામોનું આયોજન હાથ ધરતી રાજ્ય સરકારની માર્ગદર્શક સુચનાઓની પણ અમલવારી થાય તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અમલીકરણ અધિકારીઓને વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦ ના કામો ૩૧મી જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. રાજકોટના જિલ્લા આયોજન અધિકારી શ્રી એન.જી. ટોપરાણીએ તાલુકા પંચાયત સ્તરે અને નગરપાલિકા કક્ષાએ આયોજનમાં લેવાયેલા કામોની માહિતી આપી હતી. આ મિટિંગમાં તાલુકા કક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન જોડાયા હતા. જ્યારે બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભૂપતભાઇ બોદર, સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્ય શ્રી લલીતભાઈ વસોયા, ધારાસભ્યશ્રી લલીતભાઈ કગથરા, મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરા, અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર, સામાન્ય વહીવટ વિભાગના અધિકારી એચ.ડી. શુક્લા તેમજ સંબંધિત વિભાગ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ જુઓ : રાજકોટનું નામ યુરોપમાં ગુંજ્યું

“સૌની યોજના લીંક -૪”  આધારીત જસદણ અને વિંછીયા તાલુકામાં નિર્માણાધીન પાણી પુરવઠા યોજનાની સાઇટ મુલાકાત લેતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મહત્વાકાંક્ષી અભિયાન “હર ઘર નલ સે જલ”ની સંકલ્પનાને વર્ષ ૨૦૨૨માં જ પરિપૂર્ણ કરવા કટ્ટીબધ્ધ રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ જસદણ અને વિંછીયા તાલુકામાં પીવાના પાણી અને સિંચાઇ માટે અતિ મહત્વની નિમાર્ણાધીન પાણી પુરવઠા યોજનાની સાઇટ મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. જસદણ અને વિંછીયા વિસ્તારમાંથી પસાર થતી સૌની યોજના લીંક -૪ કે જેના દ્વારા કુલ ૧૧૫ ડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવનાર છે. આ યોજના અંતર્ગત આસલપર ડેમ થી ધારૈઇ ડેમ સુધીની યોજના મંજુર થયેલી છે. તેની સાઇટ પર જઇને પાઇપલાઇન, પમ્પીંગ સ્ટેશન, મશીનરી ઇન્સ્ટોલમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેઓએ આ વિસ્તારના અગ્રણીઓ સાથે બેઠક કરી જરૂરી માહિતી મેળવી વિભાગના અધિકારીઓને ઉપયેાગી સુચનો કર્યા હતા.

Kuvarjbhai

આ ઉપરાંત પીપરડી ખાતે સ્થળ મુલાકાત લઇ પીપરડીથી ધારૈઇ ડેમ સૌની યોજના અંતર્ગત બીછાવાઇ રહેલી નવી પાઇપલાઇનની પથરેખાનું અને જસદણ તાલુકાના માધવીપુર, કોસકોલીયા, આંબરડી અને વિંછીયા તાલુકાના સરતાનપર, બંધાળી સહિતના જુદા જુદા સ્થળે થઇ રહેલા પમ્પીંગ સ્ટેશન, પાઇપલાઇન અને વાલ્વ નાંખવાની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે સૌની યોજના અંતર્ગત નિર્માણ થઇ રહેલી આ માળખાકીય કામગીરી પૂર્ણ થતાં જસદણ અને વિંછીયા તાલુકાના વિસ્તારોમાં પીવાના પાણી અને ખેતીને સિંચાઇ માટેની સમસ્યા ભૂતકાળ બની રહેશે. આ મુલાકાત પ્રસગે પ્રાંત અધિકારીશ્રી પ્રિયંક ગલચર, સૌની યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી પી.ડી. સોનપાલ, આ વિસ્તારના સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment