Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝખેલૈયાઓ માટે મોટા સમાચાર, રાજ્યમાં અહીં મધ્યમ વરસાદની શક્યતા

ખેલૈયાઓ માટે મોટા સમાચાર, રાજ્યમાં અહીં મધ્યમ વરસાદની શક્યતા

Navratri
Share Now

રાજ્યમાં આગાહી મુજબ ગઇકાલે નવરાત્રિ (Navratri)ના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ (Rain)પડતાં પાકને નુકસાન પણ થયુ હતુ. અરબ સાગરમાં રહેલો ભેજ હજુ પણ રાજ્યમાં વરસાદ લઇ આવી શકે તેમ છે. નવરાત્રિના દિવસોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આંશિક અસર યથાવત રહેશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

Navratri દરમિયાન ચોમાસુ વિદાય લેશે?

દર વર્ષે 17 સપ્ટેમ્બર બાદ જ ચોમાસાની વિદાય શરૂ થાય છે, પરંતુ આ વખતે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ઓક્ટોબરના બીજા સપ્તાહથી રાજ્યમાં બેવડી મોસમ શરૂ થશે. જેથી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી શક્યતાઓ છે.

100 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં થયો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદ (Rain)ને કારણે વરસાદની ઘટ હવે પુરી થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ એક મહિનામાં થયેલા વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તારાજી જેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 70 ટકા વરસાદ થયો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ રહેતા જળાશયોમાં પાણીની આવક હજુ વધી નથી. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર (Saurashtra)માં થયો છે.

આ પણ વાંચો: ખેલૈયાઓ માટે આનંદના સમાચાર, જાણો રાજ્યમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે?

રાજ્યમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મન મૂકીને વરસતાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતા વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદ (Rain)ની 45 ટકાથી વધારે ઘટ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. તેમાં પણ જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૃચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. જેમાં જામનગર જિલ્લામાં સિઝનનો સૌથી વધુ સરેરાશ 138 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

Navratri પહેલા આ જિલ્લાઓમાં વરસાદની ઘટ

બીજી તરફ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં નવરાત્રી આવી જવા છતા પણ 35 ટકાથી ઓછી વરસાદની ઘટ છે. જેમાં 33 ટકા સાથે દાહોદ-તાપી-અરવલ્લી સૌથી વધારે ઘટ ધરાવે છે. આ સિવાય સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, સાબરકાંઠા, પાટણ, નવસારી, મહેસાણા, મહીસાગર, ખેડા, ગાંધીનગર, ડાંગ, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લા છે જ્યાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના 251માંથી 59 તાલુકામાં 40 ઈંચથી વધુ, 129 તાલુકામાં 19.72થી 39.37, 61 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ વરસાદ નોંધાયો છે. માત્ર બે તાલુકા એવા છે જ્યાં વરસાદ 4.69 ઈંચથી 9.84 ઈંચ વચ્ચે છે. સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા જિલ્લામાં 90 ઈંચ સાથે વલસાડ મોખરે, 61.18 ઈંચ સાથે નવસારી બીજા અને 55.19 ઈંચ સાથે સુરત ત્રીજા સ્થાને છે.

તાત પર વરસી આફત જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment