Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝસૌરાષ્ટ્રની સોની બજારો સજ્જડ બંધ

સૌરાષ્ટ્રની સોની બજારો સજ્જડ બંધ

gold Market
Share Now

કેન્દ્ર સરકારે લાગુ પાડેલા નવા હોલમાર્ક કાયદામાં અનેક જટિલ પ્રક્રિયા હોવાથી તેમાં રાહત આપવાની માંગને લઇ સોની વેપારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અને દેશવ્યાપી હડતાળમાં રાજકોટની સોની બજારના વેપારીઓએ પણ જોડાઇ સજ્જડ બંધ પાળ્યો છે. ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રભરના સોની વેપારીઓ જોડાઈ કાયદાના વિરોધમાં સમર્થન આપ્યું છે. રાજકોટના સોની વેપારીઓ સાથે વાત કરતા તેઓના જણવ્યા અનુસાર હોલમાર્ક સામે વેપારીઓનો કોઈ જ વિરોધ નથી. પરંતુ તેની HUDI નંબર લગાવવાના નવા નિયમ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ જટિલ પ્રક્રિયાનો નિર્ણય સરકાર દ્વારા જલ્દીથી રદ કરવામાં આવે તેવી માગ સોની વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. જો રદ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં એસોસિયેશન નિર્ણય કરશે તે મુજબ લડત ચાલુ રાખવામાં આવશે.

rajkot

દેશવ્યાપી હડતાલમાં ગોંડલ સમસ્ત સોના – ચાંદીના વેપારી તથા કારીગરો પણ જોડાયા છે. આજે દરેકે પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. તેમજ મામલતદારને હોલમાર્કમાં નવા કાયદામાં HUID ના અમલને રદ કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ સોની વેપારી ભાઈઓ દ્વારા સોની સમાજની વાડીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનાના તમામ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

GONADAL

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં સોની એસોસિયેશન દ્રારા મામલતદારને સોનાના દાગીનામા હોલમાર્ક b.i.s ના નવા નિયમ HUID ને રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નવા હોલમાર્ક વાળા નિયમને લઇ સોની વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. આથી ઉપલેટાના સોની વેપારીઓ પણ આજે વિરોધમાં જોડાયા હતા.

upleta

સરકાર દ્વારા સોનાના દાગીના પર હોલમાર્ક ફરજીયાત કરવાનાં નિયમ વિરુદ્ધ સોની વેપારીઓ દ્વારા સરકાર સમક્ષ જટીલ પ્રક્રિયા રદ્ કરવા મીટીંગ યોજાઈ હતી ત્યારે નિષ્ફળ જતાં આજરોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ આંદોલનમાં કેશોદ શહેરનાં સોની વેપારીઓ પણ જોડાયા છે અને સવારથી જ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવી રહ્યા છે. હોલમાર્ક કાયદા અંતર્ગત જ તમામ દાગીનામાં યુનીક આઈડી નંબર ફરજીયાત છે તેનો પણ વિરોધ સોની વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેશોદ સોની વેપારી અગ્રણીઓ આંદોલનમાં જોડાયાં હતાં અને આવનારાં દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએથી જે કાર્યક્રમ જાહેર કરવામાં આવશે એ તમામ કાર્યક્રમો અહી યોજવામાં આવશે. કેશોદ શહેરમાં સોની વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. ત્યારે તહેવારો પર સોની બજાર બંધ રેહતા ગ્રાહકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.

keshod

જેતપુર શહેરની જો વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્રભરના તમામ સોની વેપારીઓ, એસોસિએશને સાથે મળીને આજે દુકાન બંધનું એલાન આપતા જેતપુરની સોની બજારની તમામ દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. જેતપુર સોની બજારમાં દેશવ્યાપી બંધનું ટાસ્ક ફોર્સ કમિટીના એલાન અને રાજ્યવ્યાપી સંગઠનના બંધને સમર્થન આપવા જેતપુર જેમ્સ એન્ડ જવલેરી એસોસીએશન દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી હતી. જેથી જેતપુરના સુવર્ણકારો આ લડતમાં જોડાયા છે અને આજે એક દિવસ માટે તમામ સોની વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી લડતને ટેકો જાહેર કર્યો છે. સૌરાષ્ટ્રભરના તમામ સોની વેપારીઓ, એસોસિએશને સાથે મળી આજે દુકાન બંધનું એલાન આપતા આજે જેતપુરની સોની બજારની તમામ દુકાનો બંધ રહેવા પામી છે. સોનીબજાર બંધ રહેતા લાખોનો વેપાર ઠપ્પ થયો છે. સાથે જ વેપારીઓને કાયદાની આટીઘૂંટીને કારણે નાના કારીગરોને ધંધો ઠપ્પ થવાની ભીતિ જાગી ઉઠી છે. હાલ તો સોનીબજાર બંધ રહેતા લાખોનો વેપાર ઠપ્પ થયો છે. શ્રાવણી પર્વ પર બજારોમાં ચકલુય ફરકતું નથી.

jetpur

સોની વેપારીઓના જણાવ્યા મુજબ, પેઢી દર પેઢીથી ચાલતા જવેલરી વ્યવસાયને સરકાર જાણે ટૂંપો દેવા ઇચ્છતી હોય તેવો ભાસ સુવર્ણકારોને થઇ રહ્યાં છે સોની વેપારીઓ કાયદાથી ભારે પરેશાન થયાનું કહી રહ્યાં છે બીજીતરફ ફર્સ્ટ પોઇન્ટ ઓફ સેલ કઈ રીતે અને કોને ગણવા આ બાબતે પણ બજારમાં જબરો અવઢવ જોવા મળી રહ્યો છે.  વેપારીઓ હોલમાર્કને અપનાવી રહ્યા છે અને વર્ષોથી હોલમાર્ક આભૂષણોનો વેપાર કરે છે, પરંતુ હવે HUID દાખલ થતા પણોજણ વધી છે, દરેક દાગીનાને આઈડી નંબર આપવો અને તેનું રેકોર્ડ મેઇન્ટેન કરવું મુશ્કેલ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. કાયદાની આટીઘૂંટીથી પરેશાન હોલમાર્ક સેન્ટરો પણ ત્રાહિમામ પોકારી ગયા છે લાંબી અને ઝંઝટવાળી પ્રક્રિયાથી પરેશાની ભોગવી રહ્યાં છે રજીસ્ટર્ડ મેઈન્ટેન્ટ રાખવાની અને HUID પધ્ધતિથી કામનું ભારણ વધ્યુ છે  બીજીતરફ કાયદાની આટીઘૂંટીને કારણે નાના કારીગરોને ધંધો ઠપ્પ થવાની ભીતિ જાગી ઉઠી છે.

આ પણ જુઓ : મિલકત પડાવી લેવાનો મામલો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment