Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝસૌરાષ્ટ્ર યુનિવર્સીટી બની વિવાદોનો પર્યાય, વધુ એક નવો વિવાદ આવ્યો સામે

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બની વિવાદોનો પર્યાય, વધુ એક નવો વિવાદ આવ્યો સામે

SAURASTRA UNIVERSITY
Share Now

વિવાદોની યુનિવર્સીટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. પહેલા ભરતી કૌંભાડ અને હવે ત્યાં નવો વિવાદ સામે આવ્યો. આજે સિન્ડિકેટની બેઠકમાં પણ ભરતી કૌભાંડને લઇ હોબાળો થયો અને કુલપતિના રાજીનામાની માંગ થઇ. નવા વિવાદની વાત કરીએ તો હવે ભાજપના જ કોર્પોરેટરે ભાજપના સિન્ડીકેટ સભ્ય કલાધર આર્યનું સિન્ડીકેટ પદ ગેરલાયક હોવાની કુલપતિને રજૂઆત કરી છે. ભાજપના વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર હાર્દિક ગોહિલે કુલપતિને રજૂઆત કરતા કહ્યું હતુ કે કલાધર આર્ય તબલા ક્ષેત્રે કોઇ જ પદવી ધરાવતા ન હોવાની રજૂઆત કરી હતી અને કુલપતિ દ્વારા તેનું સભ્યપદ રદ્દ કરવાની માંગ કરી છે.

કલાધરઆર્યની નિયુક્તિને પણ ખોટી ગણાવી

આરોપ એ છે કે કલાધર આચાર્યની નિયુક્તિ ખોટી છે તો પદવી ધરાવતા ન હતા અને પદવી આપી નિયુક્તિ કરી જેને લઇ સભ્યપદ રદ કરવા માંગ કરી. ભાજપના કોર્પોરેટરે ભાજપનાજ સિન્ડિકેટ સભ્યની નિયુક્તિ તો કરી સાથે જ તેમણે અન્ય સિન્ડિકેટ સભ્ય કલાધરઆર્યની નિયુક્તિને પણ ખોટી ગણાવી છે. જેને લઈને હવે વિવાદ વકર્યો છે. આ મામલે વોર્ડ નંબર-5ના ભાજપના કોર્પોરેટર હાર્દિક ગોહિલે VCને રજૂઆત કરી છે. જેથી આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો : પંજાબના રાજકારણમાં મોટી ઉથલપાથલ, અમરિન્દર સિંઘે નવી પાર્ટીનું કર્યું એલાન

10 દિવસમાં નિર્ણય લેવાની માગ

આ સમગ્ર મામલે તબલા સમતિના કલાધર આર્યની નિયુક્તિ ખોટી રીતે થઈ છે તેવી VCને રજૂઆત કરવાંમાં આવી છે. સાથેજ જો આ સમગ્ર મામલે 10 દિવસમાં નિર્ણય નહી લેવામાં આવે તો આંદોલનનું અલ્ટીમેટમ આપવા માટેની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેના કારણે આ મુદ્દે હવે વિવાદ વધી ગયો છે.

પહેલા માટી કૌભાંડ, થોડા દિવસ પહેલા ભરતી કૌભાંડ અને હવે ખોટી નિયુક્તિના આરોપો લાગ્યા છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સટી વિવાદોમાં એ ગ્રેડની યુનિવર્સીટી બની ગઈ છે. વિદ્યાના ધામમાં વિવાદો થમવાનું નામ નથી લઇ રહ્યો.

સિન્ડિકેટમાં ઉછળ્યો ભરતી કાંડનો મુદ્દો, કુલપતિના રાજીનામાની માંગ

આપને જણાવી દઈએ કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોની બેઠક છે જે બેઠકમાં અત્યાર સુધીના બધા વિવાદો મામલે ચર્ચા થઈ શકે છે. જેથી આજે સિન્ડિકેટની આ બેઠક તોફાની બની. કરાર આધારીત ભરતી પ્રક્રિયા રદ્દ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ સિન્ડીકેટની બેઠક શરૂ થઇ હતી.આ બેઠકમાં કરાર આધારીત ભરતી પ્રક્રિયા રદ્દ થયા બાદ જે અધ્યાપકોની ભરતી રદ્દ થઇ છે તેને રિન્યૂ કરવા કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે.જોકે આ ભરતી પ્રક્રિયા પહેલા ભાજપના સિન્ડીકેટ સભ્યોના વોટ્સઅપ સ્ક્રિનશોટ્સ વાયરલ થતા તે મુદ્દે તડાફડી બોલી. ભરતી કાંડમાં કોંગ્રેસ સમર્થિત સભ્યોએ કુલપતિના રાજીનામાની માંગ કરી. સાથે સાથે કોંગ્રેસના સિન્ડીકેટ સભ્યો હરદેવસિંહ જાડેજા અને ધરમ કાંબલિયા દ્રારા કુલપતિના રાજીનામાની માંગ કરવામાં આવી છે.બપોરે ત્રણ વાગ્યા સુધી આ સિન્ડીકેટની બેઠક ચાલે તેવી શક્યતા છે ત્યારે સિન્ડીકેટની બેઠકમાં ક્યાં નિર્ણય લેવાય છે તે જોવાનું રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment