Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝસૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ફરી ઓવરફલો, 22 ગામોને કરાયા એલર્ટ

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ફરી ઓવરફલો, 22 ગામોને કરાયા એલર્ટ

Bhadar
Share Now

ગુલાબ વાવાઝોડાને લઈને હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે મેઘરાજાએ પોતાનું જોર સૌરાષ્ટ્ર વિસ્તારમાં શરૂ કરી દીધું છે. હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. પડી રહેલા ભારે વરસાદના પગલે નદી-નાળા સહિત ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. જો કે હાલમાં સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જોવા મળી રહ્યાં છે. જેને લઈને ભારે વરસાદના પગલે ભાદર (Bhadar)ડેમ ફરી ઓવરફલો થયો છે. ડેમ ઓવરફલો થતાં તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યાં છે.

ભાદર-1 (Bhadar)ડેમ ફરી ઓવરફ્લો થયો

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ વર્ષમાં બીજીવાર ઓવરફ્લો (overflows)થઈ ગયો છે. ડેમ સાઈટ પર સાયરન વગાડીને ડેમ ઓવરફલો થવાનો મેસેજ આપ્યો હતો. ગઈ રાત્રી દરમિયાન ઉપરવાસમાં ગોંડલ, જસદણના ગામોમાં ભારે વરસાદના કારણે આજે બુધવારે વહેલી સવારે ડેમના ઈજનેર દ્વારા ડેમના 29 દરવાજા 6 ફૂટે ખોલવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો (Dem Overflow)થતા જેતપુર, ગોંડલ, જામકંડોરણા તાલુકાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટ, જેતપુર અને ગોંડલના ગામોની ૨૨ લાખની વસ્તી પીવાના પાણીની અને 46 ગામોના ખેડૂતો (Farmer)ને સિંચાઇ માટેની પાણીની સમસ્યા આજે દૂર થઈ ગઈ છે.

આ પણ વાંચો: રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક 57,400 ક્યૂસેક પાણીની આવક સામે 57,400 જાવક થઈ રહી છે. જેના પગલે આજે વહેલી સવારે ઈજનેર દ્વારા અધિકૃત રીતે એલર્ટ મેસેજ આપી જાહેરાત કરવામાં આવી હતી. ડેમને ઓવરફ્લો થતા તમામ દરવાજાઓ વારાફરતી ખોલ બંધ કરી ચેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડેમ (Dem)પર હાલ દર કલાકે ક્યુસેક પાણીની આવક ચાલુ હોઈ ડેમના 29 દરવાજાને 6 ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ભાદર નદીના પટ વિસ્તારમાં આવતા જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામકંડોરણાના સહિતના 22 ગામોના રહીશોને નદીના પટ વિસ્તારમાં અવર જવર ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

કડાણા ડેમ ઓવરફ્લો જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment