Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝ“ખેડૂત-ખેતી બચાવો અભિયાન”

“ખેડૂત-ખેતી બચાવો અભિયાન”

Congress picket
Share Now

સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસના ધરણા 

રાજ્ય સરકારના કાર્યક્રમોની સામે કોંગ્રેસ દ્વારા પણ સૌરાષ્ટ્રભરમાં જુદા જુદા કાર્યક્રમો કરી દેખાવો કરવામાં આવી રહ્યો છે. એક તરફ ભાજપ સરકાર પ્રજાહિતની યોજનાઓ પ્રજા સુધી પહોચાડવાના પ્રયાસ કરી રહી છે જેના હાલ અનેક સ્થળો પર કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જ છે તેવા આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

rajkot photo

રાજકોટમાં ભાજપ દ્વારા આજે “કિસાન સન્માન દિવસ” ઉજવવામાં આવ્યો હતો તો તેની સામે રાજકોટ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા “ખેડૂત-ખેતી બચાવો અભિયાન” શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આગેવાનો તથા કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોને પડતી મુશ્કેલી અને વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દિનેશ મકવાણા અને પ્રદેશ મહિલા મહામંત્રી દીપ્તિ સોલંકી રાજકોટ ખાતે હાજર રહ્યા હતા. જો કે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જેથી કાર્યક્રમ શરૂ થતાની સાથે જ પોલીસ દ્વારા તમામ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં નવ દિવસ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારાં પણ સરકાર જે કાર્યક્રમ કરે તે જ પ્રકારના કાર્યક્રમ કરી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

ઉપલેટામાં લલિત વસોયાની ધરણા પર બેસે તે પહેલા જ અટકાયત 

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ખેડૂત-ખેતી બચાવો અભિયાન અંતર્ગત ધરણા આયોજન કર્યું હતું. પરંતુ ધરણા પર બેસે એ પહેલા લલિત વસોયા સહિત કોંગ્રેસના અનેક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. લલિત વસોયાના ધરણાના કાર્યક્ર્મને લઈ ઉપલેટા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ત્યારે ધરણા કાર્યક્રમમાં આવતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસ અટકાવતી હોવાનો લલિત વસોયા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આ મુદ્દે ધારાસભ્ય લલિત વસોયા અને ઉપલેટા પોલીસ વચ્ચે રકજક થઈ ગઈ હતી. લલિત વસોયા દ્વારા એ પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને ભાજપ સરકાર લોકતંત્રનો અવાજ દબાવવા માટે પોલીસ તંત્રનો દૂર ઉપયોગ કરી રહી છે.

upleta photo

જામનગરમાં કોંગી કાર્યકરોએ જાહેરમાં બનાવી ખીચડી   

જામનગર જીલ્લાની જો વાત કરવામાં આવે તો, આજે જામનગર શહેર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા કિસાન કૉંગ્રેસની આગેવાનીમાં ખેડૂત ખેતી બચાવો અભિયાન અંતર્ગત હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે ધરણાં અને પ્રદર્શન અને સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. જિલ્લા કૉંગ્રેસ સમિતિ સતત ચોથા દિવસે વિરોધના મુડમાં દેખાઈ રહી છે. આ કાયૅક્રમમાં ત્રણ કાળા કાયદા, અને ખેડૂતોને થતા અન્યાયની વિરુદ્ધમાં ખેડૂતો અને વ્યાપારી વચ્ચે થતા કોન્ટ્રાક્ટ સાઇનનો નાટકનાં સ્વરૂપમાં પાત્રો ભજવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ બિરબલની ખીચડી સમાન હોય તેવા આક્ષેપ સાથે જાહેરમાં ખીચડી પકાવી ખેડૂતોને તથા આમ પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

jamnagar photo

જામનગરમાં કોંગી મહિલાઓ અનાજની ગુણીઓ પર ચડી ગઈ

કોંગી મહિલાઓ માર્કેટિંગ યાર્ડમાં માલની ગુણીઓ ઉપર ચડી ગઈ હતી અને ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે, પોલીસે રેલીને અટકાવી તમામ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. કોંગી મહિલાઓ દ્વારા ‘હાય રે ભાજપ’ના નારા શરુ કરાતા મહિલા પોલીસ દ્વારા કોંગી મહિલાને ખેંચીને તેની અટકાયત કરવામાં આવી હતી.

jamanagar photo

બગસરામાં કનેક્શન ન હોવા છતાં પાલિકાએ ઉઘરાવ્યો પાણીવેરો 

બગસરામાં પણ કોંગી કાર્યકર્તાઓ અને વિપક્ષ દ્વારા નગરપાલિકાની કામગીરી સામે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિપક્ષી નેતા જમાલ સરવૈયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર સહિતની ટીમ ધરણા પર બેસી ગયા હતા. શહેરના અમુક નગરજનોને ત્યાં કનેક્શન ન હોવા છતાં પાલિકાએ પાણી વેરાની વસુલાત કરાતા રોષ છવાયો છે. પાલિકાને ચૂકવેલ પાણીવેરાની રકમ પરત આપવાની માંગ સાથે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું હતું. આવકના દાખલા માટે અરજદારે 2023 ચૂકવ્યો વેરો કનેક્શન ન હોવા છતાં 1800 રૂ.પાણીવેરો વસુલાયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

bagasara photo

ચોટીલામાં કોંગ્રેસ દ્વારા PGVCL માં તાળાબંધી 

ચોટીલામા પણ કોંગ્રેસ દ્રારા PGVCLમા તાળાબંધી કરવામા આવી હતી. ચોટીલામા એક તરફ ભાજપનો સુર્યોદય યોજના અંતર્ગત દીવસે ખેડૂતોને વિજળી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો અને બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય રુત્વિક મકવાણા અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ PGVCL ખાતે ઘેરાવો કરી તાળાબંધી કરી ખેડૂતોને થઇ રહેલા અન્યાયના વિરોધમાં પ્રદર્શન કરવમાં આવ્યું હતું.

chotila phota

જુઓ આ વિડીયો : કર્ફ્યુ જેવા બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસનો વિરોધ !

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment