Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝનવજોત સિદ્ધુના રાજીનામાં પર કેપ્ટનએ પ્રહાર કરતા કહ્યું સિદ્ધુ નથી અનુકૂળ વ્યક્તિ પંજાબ માટે !

નવજોત સિદ્ધુના રાજીનામાં પર કેપ્ટનએ પ્રહાર કરતા કહ્યું સિદ્ધુ નથી અનુકૂળ વ્યક્તિ પંજાબ માટે !

PUNJAB CHIEF RESINGS
Share Now

પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધએ, પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપી દિધુ છે. પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ આજે દિલ્લીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવાના હોવાના સમાચાર વહેતા થયા હતા. જેના પગલે, પંજાબના રાજકારણમાં હજુ પણ ઉથલપાથલ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી.

અમરિંદરે કહ્યું- સિદ્ધુની માનસિક સ્થિતિ સારી નથી

નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા વિશે કેપ્ટન અમરિંદર સિંહની પ્રતીક્રિયા આવી છે. કેપ્ટને કહ્યું છે કે, મેં પહેલાં જ કહ્યું હતું કે, સિદ્ધુ સ્થિર માણસ નથી. તેઓ પંજાબ જેવા બોર્ડર સ્ટેટ માટે ફિટ નથી. બીજી બાજુ, પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપ્યા બાદ, પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે, હુ કહેતો હતો કે તેઓ પંજાબ જેવા સરહદી અને સંવેદનશીલ રાજ્ય માટે અનુકુળ વ્યક્તિ નથી.

આજનો દિવસ પંજાબ (Punjab) ની રાજનીતિ માટે મહત્વનો છે. હાલના ઘટનાક્રમ પર દેશભરની નજર છે. એક તરફ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ રાજીનામુ આપી દીધું છે તો પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) એ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે.

આ પણ વાંચો : નવજોત સિંહ સિદ્ધૂએ પ્રદેશ અધ્યક્ષ પદથી આપ્યુ રાજીનામુ, પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ

રાજીનામાની જાણકારી નહીં?

PUNJAB NEW CM પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ- કિસાનોની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. નવા કૃષિ કાયદાથી કિસાન પરેશાન છે. સરકાર ત્રણેય કૃષિ કાયદા પરત લે. આ સાથે ચેન્નીએ કહ્યુ કે, કિસાનોને સબ્સિડી પર લોન આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ દરમિયાન મુખ્યમંત્રીએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાની જાણકારી ન હોવાની વાત કહી છે. બાદમાં કહ્યુ તે પ્રધાન છે, સારા નેતા છે. સાથે તેમણે કહ્યુ- જો સિદ્ધિ સાહેબને કોઈ સમસ્યા છે તો સાથે મળીને વાત કરીશું.

રાજીનામાનું કારણ શું?

સિદ્ધુનું રાજીનામુ તેવા સમયે થયું છે જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હી કૂચ કરી રહ્યા છે અને એવુ માનવામાં આવી રહ્યુ છે કે અહીં અમિત શાહની સાથે તેની મુલાકાત થઈ શકે છે. સિદ્ધુ અને કેપ્ટનના વિવાદ બાદ અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ છોડ્યુ હતુ ત્યારબાદ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. સિદ્ધુ હજુ કોઈ વાતથી નારાજ છે તેવી માહિતી પણ સામે આવી રહી છે. તેવુ માનવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ વિભાગોની ફાળવણી બાદ નારાજ થઈ ગયા હતા. મંત્રીઓને વિભાગોની ફાળવણીમાં તેની સલાહ લવામાં આવી નથી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment