Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝહવે આ બેંકના ATM માંથી તમે OTP વગર પૈસા નહીં ઉપાડી શકો

હવે આ બેંકના ATM માંથી તમે OTP વગર પૈસા નહીં ઉપાડી શકો

SBI
Share Now

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકો માટે ફરી કંઇક નવુ લઇને આવી છે. એસબીઆઇ એટીએમ કાર્ડ વપરાશકર્તાઓને છેતરપિંડીથી બચાવવા માટે એક અનોખો ઉપાય લઈને આવી છે. આ સાથે જ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકનો હેતુ સાયબર ગુનાઓને ઘટાડવાનો છે. એસબીઆઈએ તેના ગ્રાહકોને સુરક્ષિત બેંકિંગ સુવિધા આપવા માટે ઘણી સુવિધાઓ શરૂ કરી છે, જેથી નાણાકીય જરૂરિયાતોની સાથે સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે.

નવા નિયમથી SBI નો વ્યવહારો વધુ સુરક્ષિત રહેશે

આ નવા પગલામાં, SBI એ ATM વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે OTP આધારિત વ્યવહાર રજૂ કર્યો છે. આ નવી સિસ્ટમના ઉપયોગથી ગ્રાહકો ઓટીપીના આધારે જ ATM માંથી રોકડ ઉપાડી શકશે. ગ્રાહકોને સૌથી પહેલા તેમના મોબાઈલ ફોન પર OTP મળશે, જેના આધારે ATM માંથી રોકડ ઉપાડી શકાશે. જણાવી દઇએ કે બેંકની આ સિસ્ટમ હવે છેતરપિંડીને ટાળવામાં મદદ કરશે. ATM માં મોબાઈલ ફોન પર OTP દાખલ કર્યા બાદ જ તમે પૈસા ઉપાડી શકશો.

બેંકે ટ્વિટ કરી આપી માહિતી 

સ્ટેટ બેંકે હાલમાં જ એક ટ્વિટ કરીને આ નવી સુવિધા વિશે જાણકારી આપી છે. એસબીઆઇએ ATM આધારિત રોકડ વ્યવહારોને છેતરપિંડી કરનારાઓ સામે એક પ્રકારનું વેક્સિનેશન ગણાવ્યું છે. જે રીતે કોરોનાને વેક્સિન દ્વારા પરાજિત કરવામાં આવી રહી છે, તેવી જ રીતે OTP આધારિત ટ્રાન્ઝેક્શન દ્વારા છેતરપિંડી દૂર થશે. બેંકે કહ્યું છે કે, ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા તે તેમની પ્રાથમિકતા છે. ટ્વિટર પર જાહેર કરવામાં આવેલી આ પોસ્ટમાં એક નાનો વીડિયો પણ ઉમેરવામાં આવ્યો છે, જેમાં OTP આધારિત રોકડ વ્યવહારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: દેશના રસ્તાઓ પર દોડશે BH સિરીઝની નંબર પ્લેટ, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

વર્ષ 2020 માં, SBI એ સુરક્ષાને ધ્યાનમાં રાખીને OTP આધારિત ATM ટ્રાન્ઝેક્શનની સિસ્ટમ શરૂ કરી હતી. આ જ સિસ્ટમને આ વખતે ફરી એર વખત રિફ્રેશ કરી છે અને વધુ સુરક્ષાનો ઉમેરો કરવામાં આવ્યો છે. રોકડ ઉપાડતા પહેલા, ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે જે ATM પર નાખી અને વેરિફિકેશન કરવું પડશે. જો એટીએમમાં આ OTP વેરિફાય નહીં થાય, તો રોકડ ઉપાડી શકાશે નહીં. તેથી ધ્યાનમાં રાખો કે રોકડ ઉપાડવા માટે તમારો રજીસ્ટર્ડ મોબાઇલ તમારી સાથે રાખવો જરૂરી બની રહેશે.

આ નિયમો માત્ર SBI ATM પુરતા જ છે

આ નિયમ ફક્ત એસબીઆઈ એટીએમ ધરાવતા લોકો માટે જ છે. જો તમારી પાસે અન્ય કોઇ બેંકનું કાર્ડ છે અને તમે SBI એટીએમમાંથી પૈસા ઉપાડી રહ્યા છો, તો ઓટીપીની જરૂર પડશે નહીં. જો તમે એસબીઆઇના કાર્ડ ધારક છો, પરંતુ અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી રહ્યા છો તો તમારે ઓટીપીનો સામનો નહીં કરવો પડે. SBI કાર્ડની સાથે એસબીઆઇનું ATM હોવું જોઈએ. આ સ્થિતિમાં OTP આધારિત ATM ટ્રાન્ઝેક્શન થશે.

એસબીઆઇના નવા નિયમો જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment