Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝસ્વતંત્રતા દિવસ પર SBIની ખાસ ઓફર: આપી રહી છે સસ્તી લોન, કઈ રીતે કરશો Apply ?

સ્વતંત્રતા દિવસ પર SBIની ખાસ ઓફર: આપી રહી છે સસ્તી લોન, કઈ રીતે કરશો Apply ?

SBI Independence Day Offer: Banks Give Zero Processing Fees and Low Interest Rate
Share Now

અમદાવાદ : 15મી ઓગષ્ટ, 2021ના દિવસે ભારત દેશ અંગ્રેજો પાસે આઝાદી મેળવ્યાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. જોકે આઝાદીના આ 75 વર્ષ બાદ પણ દેશની અંદાજે 30% વસ્તી પાસે રહેવા માટે પોતાનું ઘર નથી. જોકે આપની આ સમસ્યાનો ઉકેલ દેશની સૌથી મોટી અને સરકારી બેંક, SBI જ (SBI Independence Day Offer) આપી રહી છે.SBI Independence Day Offer

SBI Independence Day Offer

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આજે આઝાદીના પર્વ નિમિત્તે ખાસ લોનની ઓફર રજૂ કરી છે. ગ્રાહકોને ભાડાના ઘરમાંથી આઝાદી મળે તે માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વિશિષ્ટ ઓફર સાથે હોમ લોન(SBI Independence Day Offer) સ્કીમ રજૂ કરી છે.

આ પણ વાંચો : લ્યો બોલો…. હવે પિઝા, કોફી, આઈસક્રીમ પણ બિટકોઈનથી ખરીદી શકશો…!!!

ભારતના સ્વતંત્રતા દિવસના પ્રસંગે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ભાડામાંથી મુક્તિ મેળવવા માટે હોમ લોન પર ઝીરો પ્રોસેસિંગ ફી ઓફર કરી રહી છે. SBIએ એક ટ્વીટમાં આ માહિતી આપી છે. SBI એ ટ્વિટમાં લખ્યું છે કે, “આ સ્વતંત્રતા દિવસ, તમારા સપનાના ઘરમાં પ્રવેશ કરો. હોમ લોન માટે અરજી કરો હવે ઝીરો પ્રોસેસિંગ ફી સાથે.

મહિલાઓ માટે ઓફર

આ સિવાય દેશની સૌથી મોટી સરકારી બેંક SBI દ્વારા મહિલાઓને હોમ લોન પર ખૂબ જ આકર્ષક ડિસ્કાઉન્ટ સુવિધાનો લાભ આપી રહી છે. SBI Independence Day Offerમાં હોમ લોનની સુવિધા અંતર્ગત મહિલાઓને વ્યાજદરમાં 5 બેસિસ પોઈન્ટની છૂટનો લાભ આપવામાં આવી રહ્યો છે.

તે જ સમયે, જો તમે એસબીઆઈની યોનો(SBI Yono) સેવા હેઠળ હોમ લોન લેવા માંગતા હોવો તો પણ તમને 5 બીપીએસ(0.05%) વ્યાજ છૂટનો લાભ મળશે.

આ પણ વાંચો : ગાડીઓની સ્ક્રેપેજ પોલિસીથી કોને-શું ફાયદો થશે? ગ્રાહકોને કે તમને શું મળશે આ પોલિસીથી?

SBI Home Loan

SBIનો હોમ લોન વ્યાજ દર 6.70 ટકા છે. SBI તેના ગ્રાહકોને 6.70 ટકાના વ્યાજ દરે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન આપી રહી છે. 30 લાખથી 75 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ દર 6.95 ટકા રહેશે. 75 લાખથી વધુની હોમ લોન પર વ્યાજ દર માત્ર 7.05 ટકા રહેશે.

કેવી રીતે અરજી કરશો ?

આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત SBIની આ આકર્ષક હોમ લોન સુવિધા 15 ઓગસ્ટના રોજ મેળવી શકાશે. SBIની ડિજિટલ સેવા YONO SBI દ્વારા હોમ લોન માટે અરજી કરી શકાય છે.

State Bank Of India Home Loan Interest Rate

આ સિવાય SBIએ મોબાઈલ નંબર 7208933140 બહાર પાડ્યો છે. ગ્રાહકો હોમ લોન માટે આ નંબર પર મિસ્ડ કોલ આપી શકે છે.

કયા આધારે મળશે લોન ?

જોકે લોન લેતી વખતે સૌથી મોટી સમસ્યા બેંકના વાંધાવચકા અને એનકેન પ્રમાણે લોન માટે ના પાડવાના અનેક કારણો આપણી સામે છે. આ તમામ સમસ્યાઓને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ધ્યાને લીધી છે અને તેમણે ટ્વીટમાં કહ્યું છે કે કયા આધારે ગ્રાહકોને લોન મળશે અને કયા આધારે લોનને નકારવામાં આવે છે.

આ પણ વાંચો : Charity: દુનિયાના 100 દાનવીર કોર્પોરેટ લીડર્સમાં શામેલ થયા આ દિગ્ગજ ભારતીયો

SBIએ જણાવ્યુ લોન મંજૂરી અનેક પરિબળો પર આધાર રાખે છે, જેમાં આવક, ગીરવે મુકવાનો સામાન, વર્તમાન લોન, ક્રેડિટ હિસ્ટ્રી, ફિજિબિલિટી વગેરે બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. જોકે આ સિવાય પણ અન્ય કારણ હોઈ શકે છે જેને આધારે લોન નામંજૂર થઈ શકે છે અથવા લોનની રકમમાં ઘટાડો થઈ શકે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment