Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટ‘રિસ્ક હૈ તૌ ઇશ્ક હૈ’ સ્કેમ 1992 એ વિશ્વમાં મેળવી આ સિદ્વિ

‘રિસ્ક હૈ તૌ ઇશ્ક હૈ’ સ્કેમ 1992 એ વિશ્વમાં મેળવી આ સિદ્વિ

Scam 1992
Share Now

લોકપ્રિય વેબ સિરીઝ ‘સ્કેમ 1992 માં એક મસ્ત પ્રતિક ગાંધીનો ડાયલોગ છે કે, રિશ્ક હૈ તો ઇશ્ક હૈ, આજ રિસ્ક સાથે પ્રતિક ગાંધીની આ વેબસિરીઝે ધુમ મચાવી છે. લોકપ્રિય વેબ સિરીઝ ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી'( Scam 1992 ) એ એક જબરદસ્ત સિદ્ધિ મેળવી પ્રાપ્ત કરી છે.

પ્રતિક ગાંધી સ્ટારર સિરીઝ સ્કેમ 1992 એ ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDB) ની વિશ્વવ્યાપી સૂચિમાં ટોપ ટેન હાઈએસ્ટ રેટેડ શો માં જગ્યા મેળવવામાં સફળ રહી છે. જી હા આ વેબસિરિઝે વિશ્વ સ્તરે આ સિદ્વિ મેળવી છે. પ્રતિક ગાંધી સ્ટારર અને હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત આ વેબસિરીઝ 250 કાર્યક્રમોની સૂચિમાં સૌથી વધુ રેટિંગ મેળવનારો શો રહ્યો છે.

મળ્યા આટલા રેટિંગ, વિશ્વમાં મળ્યું આ સ્થાન
‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી'(Scam 1992 Web Series – Harshad Mehta Story) ને IMDB પર 10માંથી 9.6 રેટિંગ મળ્યા છે. હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત આ વેબસિરીઝે વિશ્વસ્તરે સૂચિમાં 9મું સ્થાન મેળવ્યું છે.

  રિસ્ક હૈ તો ઇશ્ક હૈ, : પ્રતિક ગાંધી

 

scam-1992-

PC: @Pratik Gandhi

  • IMDB ની વિશ્વવ્યાપી સૂચિમાં ટોપ 10 હાઈએસ્ટ રેટેડ શો
  • વેબસિરિઝે વિશ્વ સ્તરે આ સિદ્વિ મેળવી
  • વેબસિરીઝે વિશ્વસ્તરે સૂચિમાં 9મું સ્થાન મેળવ્યું 

કઇ રીતે નક્કી થાય છે આ રેંટિગ?

લિસ્ટમાં ટોપ પર બેન્ડ ઓફ બ્રધર્સ રહી. ત્યારબાદ ક્રમશ ‘બ્રેકિંગ બેડ’ અને ‘ચેર્નોબિલ’ સામેલ છે. IMDB માં કોઈ ફિલ્મ કે સિરીઝના રેટિંગ યૂઝર્સ દ્વારા અપાયેલા રેટિંગ્સના આધારે નક્કી થાય છે.

Pratik Gandhi

PC: @PratikGandhi

સ્કેમની ઉપર પણ છે આ શો

આ શોની સાથે સાથે પ્રતિક ગાંધીને પણ એક નામના મળી છે, મહત્વનું છે કે આ સ્કેમ સિરિઝ બાદ પ્રતિક ગાંધીને એક નામના અને પ્રસિદ્વિ મળી હતી, તેમનું કામ અને કામ પ્રત્યેનો ધગશ પણ લોકોનએ જોયો હતો. હાલ પ્રતિક ગાંધીની એક નવી વેબસિરિઝ આવી હતી, ઓહો પર રિલિઝ થયેલી આ વેબસિરિઝનું નામ વિઠ્ઠલ તિડિ હતુ, જેમાં પ્રતિક ગાંધી એક જુગારીયાનો રોલ નિભાવી રહ્યાં છે, જેનો એક પાર્ટ તો આવી ગયો છે અને લોકો આ પાર્ટને ખુબ ઇન્જોય કરી રહ્યાં છે . આ સાથે જ સ્કેમમાં મળેવી સફળતા બાદ પ્રતિક ગાંધીના ફેન્સ પણ વધી ગયા છે, અને હવે નવી ફિલ્મોની રાહ જોઇને બેઠા છે. 

સ્કેમ 1992ની પહેલા જે શો ઉપર રહ્યાં છે તે છે ‘ધ વાયર’, ‘અવતાર: ધ લાસ્ટ એરબેન્ડર’, ‘ગેમ ઓફ થ્રોન્સ’, ‘ધ સોપ્રાનોસ’, ‘રિક એન્ડ મોર્ટી’ ને સ્થાન મળ્યું છે જાપાની એનીમેટેડ સિરીઝ ધ ફૂલમેન્ટલ અલ્કેમિસ્ટને દશમા સ્થાને છે.

આ પણ વાંચો: “મારી પત્નીના મારા જીજા સાથે હતા આડા સંબંધો”

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment