રાજકોટના સાધુ વાસવાણી રોડ ખાતે રત્નમ બિલ્ડિંગમાં ધર્મિષ્ઠા પટેલ નામની મહિલા શિલિંગ મેઘાલય વિલિયમ કેરી યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ (Duplicate marksheets)બનાવી હોવાની જાણ થતાં SOG દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આરોપી મહિલા ધર્મિષ્ઠાની ગાડી એક્ટિવાની ડેકીમાંથી શિલિંગ મેઘાલય વિલિયમ કેરી યુનિવર્સિટીની ગ્રેજ્યુએશન (Graduation)તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ મળી આવી હતી.
Duplicate marksheets નું કૌભાંડ પકડી પડાયુ
માર્કશીટની યુનિવર્સિટી (University)ખાતે ખરાઈ કરતા તે ડુપ્લીકેટ હોવાનું સામે આવતા આરોપીને પકડી પાડી મસમોટું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. આરોપી ધર્મિષ્ઠા પટેલ ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના રૂપિયા 35,000 લેતી અને દિલ્લી ખાતે માર્કશીટ મોકલનાર પ્રકાશ યાદવ રૂપિયા 25,000 લેતો હતો. હાલમાં પોલીસે આરોપી ધર્મિષ્ઠા પટેલને પકડી પડી છે, જ્યારે અન્ય આરોપીઓ માલતી ભટ્ટ, મૌલિક, પ્રકાશ યાદવને પકડવાના બાકી છે. આરોપી ધર્મિષ્ઠા વિરુદ્ધ મહારાષ્ટ્રમાં પણ ડુપ્લીકેટ માર્કશીટ બનાવવા અંગે ગુનો નોંધાઇ ચૂક્યો છે
આ પણ વાંચો: ઉંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન
ઇસમને પોલીસે દબોચી લીધો
આ ઉપરાંત અન્ય પૂર્ણિમા એપાર્ટમેન્ટ, વિદ્યાનગર મેઈન રોડ પર પારસ વાણિયા નામનો યુવક ગુજરાત બહારના રાજ્યોની યુનિવર્સિટી, કોલેજોની ડુપ્લીકેટ માર્કશીટ (Marksheet)બનાવતો હોવાની જાણ થતાં પોલીસે તેને પણ દબોચી લીધો છે. ઇસમ પારસ વાણિયાની ગાડીમાંથી ડૉ. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી તથા અલ્હાબાદ ઉતપ્રદેશ રાજ્યની ડુપ્લીકેટ માર્કશીટ મળી આવી હતી.
Duplicate marksheets વિરૂદ્ધ પોલીસની ઉમદા કામગીરી
આરોપી પારસ ખજુરિયા ડુપ્લીકેટ માર્કશીટ બનાવવા પર રૂપિયા 70,000થી 1 લાખ તથા અન્ય આરોપી દર્શન કોટક માર્કશીટ મોકલવા પર રૂપિયા 50,000થી 70,000 પડાવતો હતો. હાલમાં પોલીસે આરોપી પારસ વાણિયા, વૈભવ પાટડિયાને પકડી પાડયા છે, જ્યારે અન્ય આરોપી અપૂર્વ પટેલ, દર્શન કોટકને પકડવાના બાકી છે. રાજકોટ (Rajkot)શહેર પોલીસે બંને ગુનાઓ એક સાથે શોધી કાઢી વિદેશ જવા માટે વપરાતી ડુપ્લીકેટ માર્કશીટનું રાજ્યવ્યાપી કૌભાંડ (Scam)પકડી ઉમદા કામગીરી કરી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4