Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરાજકોટમાં વેક્સિન પૂરી ?

રાજકોટમાં વેક્સિન પૂરી ?

rajkot insufficient vaccine stock
Share Now

ઇફ્લાઈન વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવતા જ વેક્સિન નો જથ્થો પૂરો થયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં બપોરે 11 વાગ્યા આજુબાજુ વેક્સન નો જથ્થો પૂરો થયાનું સામે આવ્યું હતું. જેમાં લોકો વેક્સિન લેવા માટે સેન્ટર પર જતા હતા પરંતુ વેક્સિન ઉપલબ્ધ ના હોવાના કારણે ધરમનો ધક્કો પડી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા જતા. ત્યારે લોકો સાથે વાત કરતા તેઓ સરકાર વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા હતા અને સરકાર માત્ર મોટી મોટી જાહેરાતો જ કરે છે પરંતુ વેક્સિન ઉપલબ્ધ નથી. ત્યારે સરકારની મોટી જાહેરાતો પર લોકોને વેક્સિન ક્યારે મળશે તે જોવું રહ્યું.

vaccine stop ?

times

તંત્રના ભગાને કારણે લોકો પરેશાન થયા

રાજકોટમાં રસીકરણે ફરી વેગ પક્ડયો છે. 62થી વધુ સાઈટ પર દરરોજ 10 હજાર લોકો રસી લઈ રહ્યા છે. આ પૈકી એવા ઘણા લોકો છે જે રસી માટે તૈયાર થતા ન હતા અથવા તો ઓનલાઈન સ્લોટ બુકમાં સમસ્યા નડી રહી હતી. લોકો રસી માટે તૈયાર થતા તેમજ કેમ્પના આયોજન વધારતા રસીકરણ વધ્યું છે અને બીજા ઘણા કેમ્પ આયોજનની રાહમાં છે. સ્થિતિ સારી થઈ રહી હતી ત્યાં જ તંત્રના ભગાને કારણે લોકો પરેશાન થયા છે.

આ પણ જુઓ : અયોધ્યાનું વિકાસ મોડેલ નિહાળતા પીએમ મોદી

વેક્સિનેશનમાં ડોઝ મંગાવામાં બેદરકાર રહેવાનુ ભોપાળુ બહાર આવ્યુ

શુક્રવારે બપોર બાદ જ્યાં સૌથી વધુ રસી અપાઇ છે તેવા મવડી, શાસ્ત્રીમેદાન, સૂચક, નાનામવા અને રામનાથપરાના આરોગ્ય કેન્દ્રોમાં રસી પૂરી થઈ ગઇ હતી અને લોકોને પરત ફરવુ પડ્યુ હતું. મનપાએ રસીકરણ તો ચાલુ કર્યું પણ સ્ટોક કેટલો છે અને તે મુજબ રસી મગાવી પડે તે મામલે બેદરકાર રહેવાનુ ભોપાળુ બહાર આવ્યુ હતું. રસીકરણનો સમય વિતી ગયા બાદ રાત્રીના સમયે 12000 ડોઝ પહોંચાડવામાં આવ્યા હતા તેવુ આરોગ્ય શાખાએ જણાવ્યુ છે. આ સ્ટોક એક જ દિવસ પૂરતો છે અને શનિવારે ફરીથી સ્ટોકની માગ કરવામાં આવશે ત્યારે મળશે જ તે નક્કી નથી. જો નહિ મળે તો રવિવારે વેક્સિનેશન થશે નહીં.

વેક્સિનેશન કાર્યક્રમનો ફિયાસ્કો

આ પહેલા પણ 18 પ્લસનું વેક્સીનેશન શરૂ થયુ ત્યારે રસી મુકાવા અદમ્ય ઉત્સાહ લોકોમાં હતો પણ ત્યારે માંડ 2000ને જ રસી આપવાનો નિયમ કરતા લોકો પરેશાન થયા હતા. ફરી લોકો આગળ આવ્યા છે ત્યાં વળી સ્ટોક રાખવામાં બેદરકારીને કારણે લોકો ઈચ્છતા હોવા છતા રસી અપાતી નથી.કોરોનાની બીજી લહેર મંદ શાંત પડી છે અને લોકો પોતાની ફરજ સમજી વેક્સીન લઇ રહ્યા છે પરંતુ લોકો જાગૃત થયા તો તંત્ર પાસે વેકસીનો પર્યાપ્ત જથ્થો જ નથી…ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે લોકો …ક્યારે મળશે વેક્સીન એ એક સવાલ છે પરંતુ તંત્રના દવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે…કારણકે તંત્રને ખબર જ છે કે કરોના સામે વેક્સીન એક માત્ર ઉપાય છે છતાં વેક્સિનની અછત …વેક્સિનેશન કાર્યક્રમનો ફિયાસ્કો થઇ રહ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment