લાઇફને લઇને મહિલાઓની અવનવી પસંદ હોય છે. કેટલીક મહિલાઓને લાંબી દાઢી વાળા તો કેટલીક મહિલાઓને લાંબા પુરૂષો પસંદ હોય છે. આ તમામ વચ્ચે ઓછી હાઇટવાળા પુરૂષો (Short Men)ની પણ પોતાની એક અલગ ખાસિયત હોય છે. એક નવી સ્ટડીમાં ખુલાસો થયો છે કે, ઓછી હાઇટવાળા પુરુષો સેક્સ્યુઅલી રીતે લધુ પડતા એક્ટિવ હોય છે. આ સ્ટડીમાં 500 થી વધુ પુરૂષો પર રિસર્ચ (Research)હાથ ધરવામાં આવ્યું હતું.
View this post on Instagram
Short Men ને લઇને શું કહે છે રિસર્ચ
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, પુરૂષોની લંબાઇ 175 સેમીથી ઓછી હતી, એટલે કે લોકો 5’9″ હાઇટથી પણ ઓછી હાઇટવાળા હતા અને તેઓની સેક્સ ડ્રાઇવ ઘણી સારી હતી. ઓછી હાઇટવાળા પુરૂષો સેક્સ્યુઅલી રીતે વધારે પડતા એક્ટિવ હોય છે અને આ સાથે પાર્ટનરને છુટાછેડા આપવાની સંભાવનામાં પણ 30 ટકા આસપાસ જ હોય છે. રિસર્ચર્સનું કહેવું છે કે, વધુ લંબાઇ ધરાવનાર પુરૂષોની સરખામણીમાં ઓછી હાઇટવાળા પુરૂષો ઘરનું કામ પણ વધુ કરે છે અને પૈસા પણ વધુ કમાય છે. ત્યારે તમામ મળીને જો આ તારણ જોઇએ તો તે મુજબ પુરૂષોની હાઇટ જેટલી ઓછી હશે તેટલું તેમના પાર્ટનર માટે સારૂં રહેશે.
આ પણ વાંચો: લગ્ન પહેલા કરો આ કામ, નહીંતર પાછળથી થશે પસ્તાવો
Short Men પાછળ આ પણ એક કારણ છે
સ્ટડી રિપોર્ટ (Study report)માં પણ એ જાણવા મળ્યું નથી કે આખરે તેની પાછળનું કારણ શું છે? પરંતુ તેમને લાગી રહ્યું છે કે, લાંબા પુરૂષો પોતાના દેખાવને લઇને વધુ આત્મવિશ્વાસુ હોય છે અને તેઓ ઘરના કામને પોતાના લાયક ગણતા નથી. જ્યારે ઓછી હાઇટવાળા પુરૂષો પોતાને સાબિત કરવામાં લાગ્યા હોય છે અને એ જ કારણ હોઇ શકે કે તેઓ ઘર અને ઓફિસ બંને જગ્યાએ આકરી મહેનત કરે છે. એવું નથી કે ઓછી હાઇટવાળા પુરૂષોને મહિલાઓ પસંદ નથી કરતી. અનેક એવા સેલિબ્રટી કપલ છે જ્યાં પુરૂષો હાઇટમાં નાના અને મહિલાઓ લાંબી હોય છે. તે તમામ લોકો પુરૂષોની સારી હાઇટવાળી માન્યતાને ફગાવે છે. આ સ્ટડી બાદ ઓછી હાઇટવાળા પુરૂષોની ડિમાન્ડ વધવાની પણ સંભાવના સેવાઇ રહી છે.
View this post on Instagram
મહત્વનું છે કે આ સ્ટડીને અનેક સેલિબ્રિટીઝ (Celebrities)નું સમર્થન મળ્યું છે. જણાવી દઇએ કે, સ્પાઇડરમેન ફિલ્મના હીરો ટોમ હોલાન્ડે પણ એ પોસ્ટને લાઇક કરી છે જેમાં આ સ્ટડી રિપોર્ટને શેર કરવામાં આવ્યો છે. ત્યારબાદથી જ આ સ્ટડી તમામ બાજુએ ચર્ચામાં આવ્યું છે.
Android: http://bit.ly/3ajxBk4