Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝICC T20 World Cup 2021: મેજર અપસેટ સર્જાયો, આ ટીમ સ્કોટલેન્ડ સામે હારી ગઈ

ICC T20 World Cup 2021: મેજર અપસેટ સર્જાયો, આ ટીમ સ્કોટલેન્ડ સામે હારી ગઈ

Scotland
Share Now

T20 વર્લ્ડકપ (World Cup)ના ક્વાલિફાઈંગ રાઉન્ડમાં એક મેજર અપસેટ સર્જાયો છે. સ્કોટલેન્ડ (Scotland)ની ટીમે 6 વિકેટથી બાંગ્લાદેશ (Bangladesh)ની ટીમને પરાજય આપ્યો હતો. સ્કોટલેન્ડે પ્રથમ બેટીંગ કરતા 140 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 134 રનમાં જ ઓલઆઉટ (All Out)થઇ ગઇ હતી. જણાવી દઇએ કે બાંગ્લાદેશ આઈસીસી (ICC)ના T20 રેન્કિંગમાં હાલ છઠ્ઠા સ્થાન પર છે. જ્યારે સ્કોટલેન્ડ 14માં સ્થાન પર છે.

Scotland એ સર્જ્યો મેજર અપસેટ

બાંગ્લાદેશ માટે સ્કોટલેન્ડ ટીમ (Scotland Team)સામેનો પરાજય એક અપસેટ કહી શકાય, કારણ કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મોટી ટીમોને પણ બાંગ્લાદેશે પરાજય આપ્યો છે. આ મેચમાં સ્કોટલેન્ડ તરફથી ક્રિસ ગ્રીવ્સે બેટ અને બોલ બંને તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 28 બોલમાં 45 રનની શાનદાર ઈનિંગ રમી ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. તો બેટિંગ બાદ બોલિંગમાં પણ તેણે હાથ અજમાવતા બે વિકેટ હાંસિલ કરી અને ટીમની જીત (Win)માટે મહત્વનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો: વિશ્વની સૌથી ઊંચી ઇમારત પર પહોંચી ટીમ ઇન્ડિયા

મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને સ્કોટલેન્ડને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યુ હતું. સ્કોટલેન્ડ તરફથી ક્રિસ ગ્રીવ્સે શાનદાર બેટિંગ કરતા 45 રન બનાવ્યા હતા. તેણે 28 બોલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 45 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. તો અન્ય બેટધરોની જો વાત કરીએ તો માર્ક વાટ 22 અને મુંશી 29 રનના પગલે સ્કોટલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 140 રન સુધી પહોંચી હતી. બાંગ્લાદેશના બોલિંગ (Bowling)આક્રમણની જો વાત કરીએ તો મેંહદી હસને ચાર ઓવરમાં 19 રન આપી ત્રણ વિકેટ (Wicket)હાંસિલ કરી હતી. જ્યારે અન્ય બોલરમાં શાકિબ અલ હસન અને મુસ્તફિઝુર રહેમાને બે-બે વિકેટ હાંસિલ કરી હતી.

બંને બાજુથી Scotland રહ્યું આક્રમક

મહત્વની વાત તો એ છે કે, 140 રનનો નિમ્ન કક્ષાનો સ્કોર હોવા છતા બાંગ્લાદેશ જેવી ટીમ આ સ્કોરને ચેજ ન કરી શકી. બાંગ્લાદેશ ટીમના ટોપ બેટધરોએ ખરાબ શોટ રમવાના પગલે વિકેટ ગુમાવી હતી. સૌમ્ય સરકાર અને લિટિન દાસે ટીમને શાનદાર શરૂઆત કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. તો અન્ય બેટ્સમેનમાં શાકિબ અને મુશ્ફીકુર પણ ઈનિંગને લાંબા સમય સુધી સંભાળી શક્યા નહતા. તો આફિક હુસૈન અને મહમુદુલ્લાહએ પણ મેચને પરિવર્તીત ન કરી શક્યા. સ્કોટલેન્ડ (Scotland)ટીમના બોલિંગ આક્રમણની જો વાત કરીએ તો, બ્રેડલીએ ત્રણ વિકેટ, ક્રિશે બે વિકેટ જ્યારે જોશ અને માર્કે અનુક્રમે એક-એક વિકેટ લઇ બાંગ્લાદેશ ટીમ (Team)ને હરાવી હતી. હવે આગામી મેચમાં કઇ ટીમ આવી રીતે મેજર અપસેટ રચે છે તે જોવુ રહ્યું.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment