Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeઑટો & ગેજેટ્સરેલવે સ્ટેશનના બોર્ડ પર લખેલા સમુદ્ર સ્તરથી ઉંચાઈનું કારણ શું ?

રેલવે સ્ટેશનના બોર્ડ પર લખેલા સમુદ્ર સ્તરથી ઉંચાઈનું કારણ શું ?

Sea Level
Share Now

રેલવે સ્ટેશન પર આપણે બોર્ડ પર સ્ટેશનનું નામ વાંચતા હોય છીએ પણ ક્યારે આપણે બોર્ડની નીચેના ભાગે લખેલ સમુદ્ર સ્તરની ઉંચાઈ નથી વાંચતા કારણે કે અમુક લોકોને ખ્યાલ હશે કે તેનો મતલબ શું થાય પરંતુ ઘણા લોકો હશે જેમને તો આજે આ વાંચીને ખબર પડી હશે કે આવું પણ કંઈ લખેલું હોય છે. ત્યારે રેલવે સાઈન બોર્ડ પર સ્ટેશનથી સમુદ્ર સ્તરની ઉંચાઈ શા માટે લખવામાં આવે છે ? તેનું કારણ અમે આપને જણાવીશું. તેમજ MSL એટલે કે Mean Sea Level નો અર્થ શું થાય અને સ્ટેશન પર લખવા પાછળ તેનું કારણ શું છે.

Sea Level શા માટે લખવામાં આવે છે?

ભારતીય રેલવે દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. લાખો લોકો દરરોજ ટ્રેનમાં સફર કરે છે. રેલવેના દરેક સ્ટેશન પર તેમનું સાઈન બોર્ડ લગાવામાં આવતું હોય છે. જેના પર હિન્દી અને અંગ્રેજીની સાથે-સાથે સ્થાનિક ભાષામાં પણ સ્ટેશનનું નામ લખેલું હોય છે. રેલવે સ્ટેશનના નામના નીચેના ભાગ પર જે તે સ્ટેશનની સમુદ્ર સ્તરથી ઉંચાઈ પણ દર્શાવામાં આવે છે. જેમ કે HT Above MSL 79.273 M. ત્યારે સામાન્ય પ્રવાસી માટે તેનો કોઈ ખાસ મતલબ નથી પરંતુ એક ટ્રેન ચાલક અને ગાર્ડ માટે તે ખુબ જરૂરી છે.

Sea Level

IMAGE CREDIT: GOOGLE

ટ્રેનની સ્પીડને લઈ ડ્રાઈવર માટે મદદરૂપ

રેલવે સ્ટેશન પર સમુદ્ર સ્તરથી ઉંચાઈને દર્શાવાનો હેતુ ડ્રાઈવર અને ગાર્ડને મદદ કરે છે જેમાં ટ્રેનના ડ્રાઈવરને આ વાતની જાણકારી મળી શકે કે આગળ તેમણે ઉંચાઈ તરફ ટ્રેનને લઈ જવા માટે ટ્રેનની સ્પીડ કેટલી રાખવી આ સાથે જ ટ્રેનના એન્જીનને કેટલી પાવર સપ્લાઈ આપવી છે. જેમાં ટ્રેન સરળતાથી ચાલી શકે.

આ રીતે જો ટ્રેન સમુદ્ર સ્તરથી નીચેના લેવલ સુધી જઈ રહી છે તો ડ્રાઈવરે ટ્રેનની ગતિ કેટલી રાખવી તેમજ જો આગળ ટ્રેન નીચેની તરફ જશે તો ડ્રાઈવરે કેટલું ફ્રિક્શન લગાવું પડશે. આ બધુ જાણવા માટે સમુદ્ર સ્તરની ઉંચાઈ MSL લખવામાં આવે છે.

આ પણ વાંચોઃ- સરકારના FDI નિયમોને પગલે Yahoo ભારતમાં બંધ કરશે કારોબાર, Yahoo Mail તો…

Sea Level

IMAGE CREDIT: GOOGLE

સમુદ્ર સ્તરની જ ઊંચાઈ કેમ ?

ત્યારે મનમાં આ સવાલ પણ થાય કે શા માટે સમુદ્ર સ્તર (Sea Level) ની જ ઉંચાઈ ? તો તેના પાછળનું કારણ છે કે, આપણી પૃથ્વી ગોળ છે. જેના કારણે પૃથ્વીની સપાટી પર થોડા વળાંકો આવે છે પરંતુ ધરતીની ઉંચાઈ માપવા માટે એક એવો પોઈન્ટ જરૂરી હોય છે. જે સમાન રહે, ત્યારે સમુદ્ર તેના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. એટલા માટે ધરતીની ઉંચાઈને માપવા માટે સમુદ્ર સ્તરની ઉંચાઈનો ઉપયોગ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment