Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઆ જોરદાર સી-પ્લેન લગભગ માંડ 20 થી 25 વાર ઉડ્યું છે!

આ જોરદાર સી-પ્લેન લગભગ માંડ 20 થી 25 વાર ઉડ્યું છે!

Share Now

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ (PM Narendra modi’s Dream plan) એટલે કે કેવડીયા કોલોનીનું સી પ્લેન (Sea-plan) છેલા અઢી મહિનાથી મૂર્છિત અવસ્થામાં (Sea plane service Failed) જોવા મળી રહ્યું છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સી પ્લાન સેવા(Sea-plan service) , લગભગ માંડ 20 થી 25 વાર ઉડ્યું છે. ત્યારે આ પ્લેન પાણી પર ઉડશે કે નહિ એ તો ખબર નહિ, કરોડો રૂપિયાનું પાણી જરૂરથી કરી રહ્યું છે.

sea plane

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કરાયું હતું ઉદ્ઘાટન…

સી પ્લેનનું ઉદ્ઘાટન કોને યાદ નથી! માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ૩૧ ઓક્ટોબર 2021ના રોજ આ સી પ્લેનને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આ સી પ્લેન સેવા પહેલી વાર દેશમાં અમદવાદથી કેવડીયા કોલોની ખાતે મુકવામાં આવી હતી. સરકાર તો આ પ્લેનની વિશેષતા ગણાવતું થાકતું નહોતું. સી પ્લેન આટલી સ્પીડથી ચાલશે…સી પ્લેન (Sea-plan) આટલા મુસાફરોને લઇ જશે..સી પ્લેનમાં આટલા એન્જીન આવશે..વગેરે વગેરે વગેરે. પણ આટલી બધી જોરદાર વિશેસતા ધરાવતું સી પ્લેન (Sea-plan) કેટલા દિવસ ચાલશે. (Sea plane service Failed) એ તો કોઈ સરકારી બાબુઓએ કીધું જ નહિ!

Maldives Seaplane

આ સી પ્લેનનું ઉદ્ઘાટન થયે, આજે એક્જેટ ૨૩૦ દિવસ થયા છે, જેની સરખામણીએ આ જોરદાર સી પ્લેન લગભગ ૨૦ થી 25 વાર ઉડ્યું છે. તો આ સી પ્લેન કેટલું જોરદાર હશે, એ તો તમે સમજી જ ગયા હશો…

આ પણ જુઓ : કરોડો રૂપિયાનું પાણી!

પ્લેન કેમ માત્ર ૨૦થી 25 વાર જ ઉડ્યું છે?

હવે સવાલ એ છે કે આટલા બધા ખર્ચા પછી તૈયાર કરાયેલ આ સી પ્લેનની સેવા પછી પણ, આ પ્લેન કેમ માત્ર ૨૦થી 25 વાર જ ઉડ્યું છે? પેહલું કારણ છે સી પ્લેનનો ચાર્જ. સામાન્ય રીતે અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હી સુધીનું નાની ફ્લાઈટનું ભાડુ 2500થી 3000 રૂપિઆ આસપાસ હોય છે. ત્યારે આ સી પ્લેનનું (Sea-plan) ખાલી એક તરફનું એટલે કે અમદાવાદથી કેવડીયા કોલોનીનું ભાડું ૧૫૦૦થી શરુ થાય છે. જે સામાન્ય વ્યક્તિને પોષાય તેમ નથી. જેના કારણે જે પ્રમાણે પેસેન્જર મળવા જોઈએ એ પ્રમાણે મળ્યા નહિ. ઘણી વાર તો આ પ્લેન આવતી વખતે એટલે કે કેવડીયા કોલોનીથી અમદવાદ પાછુ, એક પણ પેસેન્જર લીધા વિના આવવું પડતું. જેથી તેનો મેન્ટેન્સ ખર્ચ (Maintains cost)ખુબ વધી જતો. (Sea plane service Failed)

sea plane service at kevadia colony

બીજું કારણ હોઈ શકે આ સી પ્લેનની આયુ. આ 50 વર્ષ જૂના એરક્રાફ્ટને કેન્દ્ર સરકારે લીઝ કોન્ટ્રાક્ટ પર લીધેલુ છે. આ સી પ્લેન એરક્રાફ્ટ માલદિવિયન કંપનીના નામથી રજિસ્ટર્ડ છે. આ 50 વર્ષ જુના સી પ્લેનને, અમદવાદ લાવ્યા પછી કેટલીય વાર રીપેર કરવામાં આવ્યું છે. અહિયાં મેન્ટેન્સ (Maintains) ની સુવિધા ઉપલભ્ધ ના હોવાથી વારંવાર આ પ્લેનને અહીંથી માલદીવ્સ (Maldivis) મોકલવામાં આવે છે.

છેલ્લે ૮ એપ્રિલ-૨૦૨૧ના રોજ ઉડ્યું હતું સી પ્લેન…

છેલ્લે આ પ્લેને ૮ એપ્રિલ-૨૦૨૧ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું. અને ત્યાર બાદ ફરી તેને રીપેર કરવા માટે ૧૭એપ્રિલ ૨૦૨૧ના રોજ માલદીવ્સ (Maldivis)  મોકલવામાં આવ્યું. કોરોના કાળમાં બંધ કરવામાં આવેલ કેવડીયા કોલોનીને હાલ ખોલી દેવામાં આવ્યું છે. પણ બંધ થયેલ આ સી પ્લેનને (Sea plane service Failed) ક્યારે ખોલવામાં આવશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

PM modi's dream plan sea-plane

કદાચ જો આ પ્લેન પાછુ આવશે તો પણ હવે ચોમાસાના કારણે આ પ્લેન શરુ નહિ થાય. આ અંગે વિપક્ષ સતા દ્વારા પણ તંત્ર સામે સવાલ ઉઠવવામાં આવ્યા છે. હવે માનનીય વડાપ્રધાનજીનો ડ્રીમ પ્રોજક્ટ સી પ્લેન, મૂર્છિત અવસ્થામાંથી (Sea plane service Failed) ક્યારે બાર આવશે…એ તો સરકારને જ ખબર!

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment