Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝજંતર મંતર ખાતે લાગ્યા સાંપ્રદાયિક નારાઓ, ઓવૈસીએ કહ્યું આ ગુંડાઓને ક્યાંથી મળે છે હિંમત?

જંતર મંતર ખાતે લાગ્યા સાંપ્રદાયિક નારાઓ, ઓવૈસીએ કહ્યું આ ગુંડાઓને ક્યાંથી મળે છે હિંમત?

jantar mantar,news in gujarati,big news,owaisi
Share Now

રવિવારે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર દિલ્હીના જંતર -મંતર પર શરૂ થયેલા ‘ભારત જોડો આંદોલન’ દરમિયાન, કેન્દ્ર સરકાર તરફથી તમામ અંગ્રેજી કાયદાઓને નાબૂદ કરવા અને આઝાદીની 75 મી વર્ષગાંઠ પહેલા નવા કાયદાઓ બનાવવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન, સેંકડોની સંખ્યામાં ભીડમાં ભેગા થયેલા લોકો દ્વારા કથિત રીતે વાંધાજનક કોમી નારા પણ લગાવવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ‘હિન્દુસ્તાન મેં રેહના હોગા, જય શ્રી રામ કહેના હોગા’ અને ‘જબ મુલ્લે કાટે જાયેંગે, રામ-રામ ચિલાયેંગે’ જેવા નારા લગાવ્યા હતા. જોકે, દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અંગ્રેજી કાયદાઓ નબળા છે

આ કાર્યક્રમનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના વકીલ અને પીઆઈએલ મેન તરીકે જાણીતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે અંગ્રેજી કાયદાઓ ખૂબ જ નબળા છે, તેથી જ ખ્યાતિ મેળવવા માટે ધાર્મિક ઉન્માદ ફેલાવવામાં આવે છે. જ્યાં સુધી નબળા અંગ્રેજી કાયદાને બદલીને સારા કાયદાઓ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી અલગતાવાદ, કટ્ટરવાદ અને ધાર્મિક ઉન્માદ ઘટશે નહીં. અંગ્રેજી કાયદાઑને કારણે જ 15 મિનિટમાં હિંદુઓને ખતમ કરવાનું નિવેદન કરનાર આજે વિધાનસભામાં બેઠા છે.

jantar mantar,owaisi, news in gujarati

આ પણ વાંચો:OBCને લઈને કેન્દ્ર સરકાર કરશે બંધારણીય સુધારો, વિપક્ષ કરી શકે છે આ માંગ

સમગ્ર મળે ચાલી રહી છે તપાસ 

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે દિલ્હીમાં જંતર -મંતર પાસે “અંગ્રેજી કાયદાઓ દૂર કરો અને એક સમાન કાયદો બનાવો” શીર્ષકના કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા બાદ કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

અસદુદ્દીન ઓવૈસીએ ઉઠાવ્યો વાંધો 

AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસી આ સૂત્રોચ્ચાર સામે વાંધો ઉઠાવ્યો છે. ઓવૈસીએ ટ્વિટ કર્યું, “ગયા શુક્રવારે દ્વારકામાં હજ હાઉસ સામે ‘મહાપંચાયત’ બોલાવવામાં આવી હતી. હસબ-એ-રિવાયત, આ પંચાયતમાં પણ મુસ્લિમો વિરુદ્ધ પુર-તાશ્દુદ નારા લગાવવામાં આવ્યા હતા. અને હવે જંતર -મંતર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહેલથી માત્ર 20 મિનિટ દૂર છે, ત્યાં “જબ મુલ્લે કાટે જાયેંગે ” જેવા સૂત્રો લાગ્યા હતા.

દિલ્હી પોલીસ મૌન રહી તમાસો જોઈ રહી છે 

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ગયા વર્ષે મોદી સરકારના એક મંત્રીએ” ગોલી મારો “ના નારા લગાવ્યા હતા. અને ત્યારબાદ તરત જ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં મુસ્લિમોનો ખુલ્લેઆમ નારસંહાર થયો હતો. આટલી ભીડ અને આવા સાંપ્રદાયિક સૂત્રોને જોઈને ભારતનો મુસ્લિમ કેવી રીતે સુરક્ષિત હોય શકે?  તેમણે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, આ ગુંડાઓની વધતી હિંમતનું રહસ્ય શું છે? આ લોકો જાણે છે કે કેન્દ્રની મોદી સરકાર તેમની સાથે ઉભી છે. તેમણે દિલ્હી પોલીસ પર હુમલો કરતાં કહ્યું કે, 24 જુલાઈએ ભારત સરકારે દિલ્હી પોલીસને NSA હેઠળ કોઈપણ વ્યક્તિની અટકાયત કરવાનો અધિકાર આપ્યો હતો. તેમ છતાં દિલ્હી પોલીસ મૌન રહીને તમાશો જોઈ રહી છે. દેશમાં હાલ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ન્યાય અને કાનૂની કાર્યવાહીની માંગણી પણ મજાક બની ગઈ છે. આ અંગે લોકસભામાં ચર્ચા થવી જોઈએ. 

અંગ્રેજી કાયદાઓને રદ્દ કરવાની માંગણી કરાઇ 

તમને જણાવી દઈએ કે જંતર -મંતર પર શરૂ થયેલા આંદોલનમાં, 1860 માં બનેલા ભારતીય દંડ સંહિતા, 1861 માં બનેલા પોલીસ અધિનિયમ, 1863 માં બનેલા ધાર્મિક ધર્માદા અધિનિયમ અને 1872માં બનેલા પુરાવા અધિનિયમ સહિત તમામ 222 અંગ્રેજી કાયદાઓને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી. 1872. આ સાથે ભારતમાં સમાન શિક્ષણ, સમાન ચીકીત્સા, સમાન ટેક્સ, સમાન દંડ, સમાન શ્રમ, યુનિફોર્મ પોલીસ કોડ, યુનિફોર્મ જ્યુડિશિયલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ, યુનિફોર્મ ધાર્મિક કોડ અને યુનિફોર્મ પોપ્યુલેશન કોડની માંગ કરવામાં આવી હતી.

અંગ્રેજી કાયદાઓને કારણે દેશમાં અશાંતિ છે 

અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે જ્યાં સુધી દેશમાં 222 નબળા અંગ્રેજી કાયદા નાબૂદ નહીં થાય ત્યાં સુધી જાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ, અલગતાવાદ, કટ્ટરવાદ, ધાર્મિક ઉન્માદ, માઓવાદ, નક્સલવાદ, તુષ્ટિકરણ અને રાજકારણનું ગુનાહિતકરણ ઘટશે નહીં. ચોરી, લૂંટફાટ, લાંચ, સંગ્રહખોરી, ભેળસેળ, કાળાબજાર, કમિશન ચોરી, નફાખોરી, માનવ તસ્કરી, ડ્રગ સ્મગલિંગ, ચંદન દાણચોરી, હવાલા વેપાર, કાળાં નાણાં અને બેનામી સંપત્તિ જ્યાં સુધી નબળા અંગ્રેજી કાયદા નાબૂદ નહીં થાય ત્યાં સુધી ઘટશે નહીં. રોહિંગ્યા, બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અને સામ દામ દંડ ભેદ દ્વારા ધર્માંતરણ જ્યાં સુધી નબળા ઇંગ્લિશ કાયદો નાબૂદ નહીં થાય ત્યાં સુધી સમાપ્ત થશે નહીં.

કાર્યક્રમમાં કોણ કોણ રહ્યુંહતું હાજર? 

આ કાર્યક્રમમાં વરિષ્ઠ પોલીસ અધિકારી ડો.આનંદ કુમાર, વરિષ્ઠ અમલદાર આર.વી.એસ. મણી, લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી, સામાજિક કાર્યકર્તા ભાઈ પ્રીત સિંહ અને અનિલ ચૌધરી, આધ્યાત્મિક નેતાઓ સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતી, કાલકા પીઠાધેશ્વર મહંત સુરેન્દ્ર નાથ, સ્વામી યતિન્દ્રાનંદ ગિરી તેમજ મહાભારતમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણ સહિત અન્ય ઘણા લોકો હાજર રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, રવિવારે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર દિલ્હીના જંતર -મંતર પર શરૂ થયેલા ‘ભારત જોડો આંદોલન’ દરમિયાન, કેન્દ્ર સરકાર તરફથી તમામ અંગ્રેજી કાયદાઓને નાબૂદ કરવા અને આઝાદીની 75 મી વર્ષગાંઠ પહેલા નવા કાયદાઓ બનાવવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન, સેંકડોની સંખ્યામાં ભીડમાં ભેગા થયેલા લોકો દ્વારા કથિત રીતે વાંધાજનક કોમી નારા પણ લગાવવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ‘હિન્દુસ્તાન મેં રેહના હોગા, જય શ્રી રામ કહેના હોગા’ અને ‘જબ મુલ્લે કાટે જાયેંગે, રામ-રામ ચિલાયેંગે’ જેવા નારા લગાવ્યા હતા. જોકે, દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment