Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝઅંબાણીના નિવાસસ્થાન એન્ટીલિયાની સુરક્ષા વધારવામાં આવી, ઘરનું એડ્રેસ પૂછી રહ્યાં હતા બે સંદિગ્ધ

અંબાણીના નિવાસસ્થાન એન્ટીલિયાની સુરક્ષા વધારવામાં આવી, ઘરનું એડ્રેસ પૂછી રહ્યાં હતા બે સંદિગ્ધ

ANTILIA SECURITY
Share Now

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની સુરક્ષા વધારે દેવામાં આવી છે. મુકેશ અંબાણી સતત સુરક્ષાની વચ્ચે જ રહે છે. પરંતુ એક ટેક્સી ડ્રાઈવરના ફોન કોલ બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. મુંબઈ પોલીસને કોલ પર ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે બે લોકો એન્ટીલિયા વિશે પુછપરછ કરી રહ્યા હતા. તેને મુંકેશ અંબાણીના નિવાસ પર ખતરાની રીતે જોવામાં આવી રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.

બે લોકો તેમની પાસે એન્ટીલિયાના લોકેશન વિશે પુછપરછ કરી રહ્યા હતા

મુંબઈ પોલીસની તરફથી સુરક્ષા વ્યવસ્થાને વધારવાને લઈને જાણકારી આપવામાં આવી કે પોલીસે કંટ્રોલને એક ટેક્સી ડ્રાઈવરનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે બે લોકો તેમની પાસે એન્ટીલિયાના લોકેશન વિશે પુછપરછ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : પવિત્ર યમુના નદી બની ઘાતક, ઝેરી ફીણ વચ્ચે શ્રધાળુઓએ કર્યું સ્નાન

ટેક્સી ડ્રાઇવરે કર્યો હતો ફોન

મુંબઈ પોલીસે જણાવ્યું કે એક ટેક્સી ડ્રાઇવરે ફોન કરીણે કહ્યું હતું કે બે લોકો એન્ટિલિયાની પૂછપરછ કરી રહ્યા છે અને તેમના બંનેના હાથમાં બેગ છે. બસ આ એક ફોન આવતા જ મુંબઈ પોલીસમાં દોડધામ મચી ગઈ અને તરત જ એક્શન લેવામાં આવ્યા. આખા વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.

અંબાણી પરિવારની સુરક્ષા પર વધી રહ્યો છે ખતરો

એન્ટિલિયા વિશે પૂછપરછ કરી રહેલા સંદિગ્ધ લોકોની જાણકારી મળ્યા બાદ આખા વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આસપાસનાં વિસ્તારમાં ચેકપોસ્ટ બનાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે અને મુંબઈ પોલીસના મોટા મોટા અધિકારીઓ દોડતા થયા છે. નોંધનીય છે કે થોડા દિવસોથી જ અંબાણી પરિવાર પર સુરક્ષાનો ખતરો હોવાના સતત સમાચાર સામે આવી રહ્યા છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment