રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા (Rashtrapati Bhawan Security)માં મોટી ચુકનો મામલો સામે આવ્યો છે, જ્યાં એક કપલે બળજબરીથી રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેઓને સુરક્ષા (Security)કર્મચારીઓએ ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ, કારમાં બેઠેલી મહિલા અને પુરુષની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.
Rashtrapati Bhawan Security નો આ સમગ્ર મામલો બે દિવસ પહેલાનો છે
કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલો બે દિવસ પહેલાનો છે. એક મહિલા અને એક પુરૂષે બળજબરીથી રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તે દારૂના નશામાં હતો. હવે પોલીસે બંને વિરુદ્ધ FIR નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ પાછળ તેમનો ઈરાદો શું હતો.
A couple arrested after breach of security at Rashtrapati Bhawan. The incident happened two days back when the couple had attempted to barge into one of the entrances of Rashtrapati Bhawan: Delhi Police
— ANI (@ANI) November 17, 2021
VVIP વિસ્તારમાં સુરક્ષાનો ભંગ
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બે દિવસ પહેલા રાષ્ટ્રપતિ ભવનના ગેટ પર તૈનાત સુરક્ષાકર્મીઓના જીવ ત્યારે અધ્ધરતાલ થઇ ગયા જ્યારે એક કપલે દાખલ થવાનો પ્રયાસ કર્યો. જે બાદ સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરી હતી, પરંતુ VVIP વિસ્તારની સુરક્ષાને લઈને આ મોટો મામલો સામે આવ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીમાં પ્રદૂષણને લઈને કડક પગલાંની જાહેરાત, જુઓ શું આપ્યા છે નવા આદેશ?
પોલીસ દંપતીની પૂછપરછમાં છે વ્યસ્ત
જો કે, હજુ સુધી એ માહિતી સામે આવી નથી કે, રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસવાના પ્રયાસનું સાચું કારણ શું હતું. શું તે દારૂના નશામાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેનો કોઈ અન્ય ઈરાદો હતો. દિલ્હી પોલીસ (Police)આ અંગે દંપતીની સતત પૂછપરછ કરી રહી છે.
Rashtrapati Bhawan Security માં વર્ષ 2019માં ડ્રોન ઉડાડવાનો મામલો સામે આવ્યો હતો
ઉલ્લેખનિય છે કે, આ પહેલા વર્ષ 2019માં દિલ્હી પોલીસે બે વિદેશી નાગરિકોની ધરપકડ (Arrest)કરી હતી. રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન અને વડાપ્રધાન કાર્યાલય પાસે ડ્રોન ઉડાવનાર પિતા-પુત્રની ધરપકડ કર્યા બાદ પોલીસે કલાકો સુધી પૂછપરછ કરી હતી. જોકે, બાદમાં તમામ વીડિયો ફૂટેજ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. તે સમયે પણ સુરક્ષા એજન્સીઓના જીવ અધ્ધરતાલ થઇ ગયા હતા.
પાંચ આતંકીનો ખાત્મો જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4