Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષામાં ફરી મોટી ચૂક, સિક્યુરિટીની જાણકારી થઇ લીક

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષામાં ફરી મોટી ચૂક, સિક્યુરિટીની જાણકારી થઇ લીક

security leaked
Share Now

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)બે દિવસીય કાનપુર પ્રવાસે છે. ત્યારે આજે તેમની સુરક્ષામાં ફરી એક વાર મોટી ચૂક થઇ હોય તેવુ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટસેપ (WhatsApp)પર તેમના બે દિવસીય પ્રવાસના પ્લાનની જાણકારી અને સિક્યુરિટી ડોક્યુમેન્ટ લીક (security leaked)થયા છે. આ મામલે હવે પોલીસે તપાસના આદેશ આપ્યા છે.

રાષ્ટ્રપતિની સુરક્ષામાં security leaked થઇ

રાષ્ટ્રપતિ (President)ની સુરક્ષામાં મોટી ચૂકને લઇને પોલીસે (Police)જણાવ્યું કે, સુરક્ષાની જાણકારી, જવાનોની તૈનાતી અને વરિષ્ઠ અધિકારીઓ સહિતની જાણકારીઓ લિક થઇ હતી. આ સમગ્ર ઘટનાને પગલે કાનપુર પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલે કાનપુર પોલીસ (Kanpur Police)કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રીમંડળની કેન્દ્રશાસિત પ્રદેશને વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્યવસાયના ખાનગીકરણને મંજૂરી

રાષ્ટ્રપતિની security leaked થઇ હોય તેવી આ બીજી ઘટના

રાષ્ટ્રપતિની સુરક્ષામાં ચૂક થઇ હોય તેવી ગત્ત દિવસોમાં જ આ બીજી ઘટના બની છે. કેટલાક દિવસ પહેલા જ અજાણ્યા યુવક અને યુવતી રાષ્ટ્રપતિભવનમાં દાખલ થઇ ગયા હતા અને ત્યારબાદ તેને પકડવામાં આવ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment