Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeડિફેન્સજમ્મુ-કાશ્મીરમાં 570 લોકોની અટકાયત, આતંકીઓનો સામનો કરવા કેન્દ્ર સરકારે મોકલી નિષ્ણાતોની ટીમ

જમ્મુ-કાશ્મીરમાં 570 લોકોની અટકાયત, આતંકીઓનો સામનો કરવા કેન્દ્ર સરકારે મોકલી નિષ્ણાતોની ટીમ

Jammu Kashmir
Share Now

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં લઘુમતીઓ પર આતંકવાદી હુમલાની ઘટના બાદ સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. ઘાટીમાં કેટલાક પથ્થરબાજો અને ભારત વિરોધી તત્વોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શ્રીનગરમાં લગભગ 70 યુવાનોની અટકાયત કરવામાં આવી છે. એક અઠવાડીયામાં 5 નાગરિકોની હત્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઘાટીમાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સમગ્ર કાશ્મીરથી 570 લોકોની અટકાયત કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે નિષ્ણાંતોને જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)મોકલ્યા

જણાવી દઈએ કે, એક અઠવાડીયામાં અહીં 5 નિર્દોષ નાગરિકોની હત્યા બાદ મામલો દિલ્હીથી સુધી પહોંચ્યો છે. જ્યારે જમ્મુ -કાશ્મીરના એલજી મનોજ સિંહાએ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)સાથે મુલાકાત કરી, ત્યારે ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs)દેશની સુરક્ષા એજન્સીઓના ટોચના નિષ્ણાંતોને કાશ્મીર મોકલ્યા છે.

આ પણ વાંચો: ચીન પર ભારતની ચાંપતી નજર, આર્મી ચીફે કહ્યું અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર

મળતી માહિતી મુજબ, આતંકવાદી (Terrorist)ઓ વિરૂદ્ધ નવુ ઓપરેશન શરૂ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જોકે કોરોનાની લહેર બાદ આતંકવાદીઓ વિરુદ્ધ હાલમાં પણ અભિયાન શરૂ છે, પરંતુ હવે નિર્દોષ નાગરિકોની હત્યા કરનારાઓ સામે મોટો હુમલો થવાની આશંકા સેવાઇ રહી છે.

આ વર્ષે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં 25 નાગરિકો માર્યા ગયા

મળતી માહિતી અનુસાર, આ વર્ષે કાશ્મીરમાં ઓછામાં ઓછા 25 નાગરિકો માર્યા ગયા હતા. સૌથી વધુ હુમલા શ્રીનગર (Srinagar)માં થયા, જ્યાં આવી 10 ઘટનાઓ બની. ત્યારબાદ પુલવામા (Pulwama)અને અનંતનાગ (Anantnag)માં ચાર -ચાર ઘટનાઓ બની છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment