નવી દિલ્હી : ભારતીય શેરમાર્કેટનો તેજીનો ઘોડો પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે. રોજબરોજ બજારમાં નવા કીર્તિમાન સ્થપાઈ રહ્યાં છે. ગઈકાલના અંદાજે 1000 અંકોના હાઈ જમ્પ બાદ આજે શુક્રવારે પણ ભારતીય શેરમાર્કેટ(Indian Share Market)માં તેજીનો ચમકારો જોવા મળ્યો છે અને સેન્સેકસ પ્રથમ વખત 60,000ના રેકોર્ડ લેવલ(Sensex Cross 60000 First Time)ને પાર નીકળ્યો છે.
Sensex Cross 60,000 First Time
આ આંકડો જોઈને સૌના મનમાં થાય છે વિકાસ તો માત્ર શેરબજારનો થયો, શેરબજારના ખેલાડીઓનો થયો છે કારણકે અબકી બાર સેન્સેકસ 60 હજારી થયો………………
ભારતીય શેરમાર્કેટના મુખ્યસૂચકઆંક એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 300 અંકોના ઉછાળે 60,186ના લેવલે કામકાજ કરી રહ્યો છે. ઈતિહાસમાં પ્રથમ વખત આજે સેન્સેકસે 60 હજારની સપાટી(Sensex Cross 60000 First Time) કુદાવી છે અને ઓલટાઈમ હાઈ 60,333 બનાવ્યો છે. આઈટી શેરોના જોરે આજે સેન્સેકસ ઉંચકાયો છે અને સામે પક્ષે બજાર મંદ પડતા ખાનગી બેંકોએ કમાન સંભાળતા ફરી બજાર ઉંચકાયું છે.
જોકે સેન્સેકસમાં સમાવિષ્ટ 30માંથી 18 શેર જ આજે તેજીમાં છે જ્યારે 12 શેર ઘટાડા સાથે કામકાજ કરી રહ્યાં છે. ટાટા સ્ટીલ અને HUL આજના ટોપ લુઝર્સ છે.
આ પણ વાંચો : રાતોરાત ભારતના 500 કર્મચારીઓ બની ગયા કરોડપતિ, કારણ છે આ એક અનોખી સિદ્ધિ
કાળા વાદળો હટ્યાં
શેરબજારની આજની તેજીના કારણ પર ચર્ચા કરીએ તો વૈશ્વિક માર્કેટની અને ખાસ કરીને અમેરિકન આઈટી બજાર(US IT Market)ની તેજીને પગલે આજે એશિયાઈ અને ભારતીય શેરમાર્કેટમાં તેજીનો પવન ફૂંકાયો(Sensex Cross 60000 First Time) છે. આ સિવાય ચીનના એવરગ્રાંડેનું સંકટ(Evergrande Crisis) પણ હળવું બનતા માર્કેટની રેલી ફ્યુઅલ અપ થઈ છે.
જોકે ગઈકાલની જેમ જ આજની તેજી પણ માત્ર હેવી વેઈટ શેરોને આભારી છે. સ્મોલકેપ અને મિડકેપ શેરમાં કોઈ આગઝરતી તેજીના ગઈકાલે હતી, ના આજે જોવા મળી રહી છે. બીએસઈના એડવાન્સ-ડિકલાઈન રેશિયોની વાત કરીએ તો 1509 શેર વધીને અને 1550 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે એટલેકે એડવાન્સ-ડિકલાઈન રેશિયો 1:1 જ છે.
સામે પક્ષે આજે 210 શેરમાં 52 સપ્તાહના નવા હાઈ અને 17 શેરમાં 52 સપ્તાહના તળિયા જોવા મળ્યાં હતા. આ સિવાય બીએસઈ ખાતે આજે 247 શેરમાં અપર સર્કિટ અને 133 શેરમાં લોઅર સર્કિટ લાગી છે.
1 લાખ કરોડનો વધારો
એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 1 લાખ કરોડનો જોરદાર વધારો થયો છે. આજે બીએસઈ ખાતે લિસ્ટેડ શેરનું બજાર મૂલ્ય 262.55 લાખ કરોડ છે, જે ગઈકાલે 261.72 લાખ કરોડની આસપાસ હતુ. સપ્ટેમ્બર માસની શરૂઆતની વાત કરીએ તો સેન્સેકસ-નિફટીમાં 4%નો ઉછાળો જોવા મળ્યો છે અને રોકાણકારોની નેટવર્થ એટલેકે કંપનીમાં રોકાણ મૂલ્ય 12.50 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.
ગુજરાતના રોકાણકારોની વાત કરીએ તો એક અહેવાલ અનુસાર ચાલુ વર્ષના 9 માસમાં રાજ્યના 75 લાખ રોકાણકારોએ 9.09 લાખ કરોડથી વધુની કમાણી શેરબજાર થકી કરી છે. આ જ 9 માસમાં બીએસઈના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 73 લાખ કરોડનો જોરદાર વધારો જોવા મળ્યો છે.
મહત્વની વાત એ છે કે Sensex Cross 60000 First Timeએ દેશભરમાં શેરબજાર રોકાણકારોની સંખ્યામાં ગુજરાત બીજા ક્રમે છે. ભારતમાં સૌથી વધુ રોકાણકારો મહારાષ્ટ્રમાં 170 લાખની આસપાસ છે અને ગુજરાતમાં 94.4 લાખ રોકાણકારો છે. છેલ્લા ત્રણ માસમાં જ બીએસઈ ખાતે 1 કરોડ નવા યુનિક આઈટી બન્યાં છે એટલેકે નવા રોકાણકારો જોડાયા છે.
આ પણ વાંચો : વૈશ્વિક ઈકોનોમીને હચમચાવવા ચીનથી આવેલ વાવાઝોડું ‘Evergrande’ મહદઅંશે શમી ગયું
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4