અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં આ સપ્તાહે બીએસઈના એક સર્કયુલર બાદ એક ડર બેઠો હતો જે શેરબજારની તેજીને કાબૂમાં લેવા માટે નિયમનકારી પગલાંઓ લેવાઈ રહ્યાં છે,જે બજારની તેજીને અવરોધશે પરંતુ, માત્ર એક જ દિવસના વિરામ બાદ શેરબજારમાં ફરી તેજીનો દોરીસંચાર(Sensex-Nifty All Time High) જ જોવા મળી રહ્યો છે.
જોકે સપ્તાહના અંતિમ દિવસની તેજી કોઈ ખાસ ઉત્સાહજનક નથી કારણકે આજે પણ માત્ર મોટા હેવીવેઈટ શેરમાં જ મક્કમ ચાલ જોવા મળી હતી. મધ્યમ અને નાના શેરમાં હજી પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : BSEના એક સર્કયુલર અને ખોટા અર્થઘટનને પગલે રોકાણકારોની 3.50 લાખ કરોડની સંપત્તિ સાફ
Sensex-Nifty All Time High
આજે એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ ઈતિહાસમાં પ્રથમ વખત 55,400ના આંકને સ્પર્શ્યો હતો. બીએસઈ ઈન્ડેકસમાં આજે 55,488નો ઓલટાઈમ હાઈ જોવા મળ્યો હતો. સામે પક્ષે નિફટી 50 ઈન્ડેકસ પણ 16,543નો નવો સર્વકાલીન હાઈ(Sensex-Nifty All Time High) બનાવીને અંતે 165 અંકોના ઉછાળે 16,529ના સ્તરે બંધ આવ્યો છે. સેન્સેકસ પણ 593 અંકોના હાઈ જમ્પ સાથે 55,437ના સ્તરે બંધ આવ્યો છે.
આજની તેજી કેટલી ઉત્સાહજનક હતી તેનો અંદાજો માત્ર બીએસઈ ખાતે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસના બંધ ભાવને આધારે જ જોવા મળી રહ્યો છે. એસ એન્ડ પી બીએસઈ મિડકેપ ઈન્ડેકસ 0.06%ના ઘટાડે અને સ્મોલકેપ ઈન્ડેકસ 0.01%ના ઘટાડે બંધ આવ્યા છે. એડવાન્સ-ડિકલાઈન પર નજર કરીએ તો આજે બીએસઈ ખાતે 1565 શેર વધીને બંધ આવ્યાં છે તો સામે પક્ષે 1651 શેર ઘટ્યાં છે, જ્યારે 124 શેરમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. 232 શેરમાં 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર અને 20 શેરમાં 52 સપ્તાહનું નીચલું સ્તર જોવા મળ્યું છે.
જોકે ચિંતાનો વિષય એ છે કે આજે બીએસઈ ખાતે 338 શેરમાં ઉપલી સર્કિટ અને 282 શેરમાં નીચલી સર્કિટ લાગી છે. નીચલી સર્કિટનો આંકડો 1.50%થી વધુના ઉછાળાવાળા બજારમાં ખૂબ જ ખરાબ કહી શકાય છે.
આજે TCS, RIL, HDFC Bank અને ઈન્ફોસિસ જેવા દિગ્ગજે એકલા હાથે મજબૂતી આપીને(Sensex-Nifty All Time High) ઉપર ધકેલ્યાં હતા. બીએસઈ ખાતે આજે 20 શેર વધીને તો 10 શેર ઘટીને બંધ આવ્યા છે.
આ પણ વાંચો : ફરી સોને કી ચીડિયા બનતું ભારત: Gold Reserves 700 ટનને પાર
બજારની વાત ઉડતી નજરે :
- સેન્સેકસ-નિફટી નવા ઓલટાઈમ હાઈ(Sensex-Nifty All Time High) પર
- મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેલસ ઓલટાઈમ હાઈથી 2 અને 5% નીચે
- વોકહાર્ટ ફાર્મા હવે સ્પૂટનિક કોરોના રસી બનાવશે, 5% શેર ઉછળ્યો
- પરિણામો બાદ બુલેટ બનાવતી આયશર મોટર્સ 3% ઘટ્યો
- HCLટેક્નોલોજીની માર્કેટ કેપિટલ 3 લાખ કરોડને પાર
- એરટેલ અને જિયોએ સ્પેકટ્રમ ટ્રેડિંગ કરાર ખતમ કર્યા
- પરિણામો બાદ ઓરોબિંદો ફાર્મા 8% ગગડ્યો
- ટીસીએસનું બજાર મૂલ્ય 13 લાખ કરોડને પાર
- VIXમાં 4%નો ઉછાળો
આ પણ વાંચો : નોકરીની ચિંતા છોડી માત્ર 70,000થી શરૂ કરો આ બિઝનેસ, 25 વર્ષ સુધી થશે કમાણી – જાણો કેવી રીતે?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4