Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝશેરબજારમાં હાહાકાર: સેન્સેકસ 700 અંક, નિફટી 200 અંક ગગડ્યાં

શેરબજારમાં હાહાકાર: સેન્સેકસ 700 અંક, નિફટી 200 અંક ગગડ્યાં

Sensex Nifty Tank on Clobal Cues, Down by 1.5%; Banks-Pharma Drags Market
Share Now

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં તેજીના બુલ રન પર હવે બ્રેક લાગતો દેખાઈ રહ્યો છે. વિદેશી બજારના જોરે તેજીમાં સહાભાગી થતા અને નકારાત્મક વિદેશી સંકેતોમાં ઘરેલું મજબૂત સંકેતોને પગલે એકતરફી તેજી દર્શાવી રહેલ ભારતીય શેરમાર્કેટમાં હવે મંદીનો ઓછાયો જોવા(Sensex Nifty Tank) મળી રહ્યો છે.

મંગળવારના સત્રમાં ભારે ખાનાખરાબી બાદ રિકવરી સાથે શરૂઆત થતા આજે ફરી તેજીનો અણસાર બજારના ખેલાડીઓ જોઈ રહ્યાં હતા પરંતુ, શુભ શરૂઆત બાદ દલાલ સ્ટ્રીટમાં બુધવારે બ્લડ બાથ જોવા મળ્યો છે. સેન્સેકસ અને નિફટીમાં શરૂઆતી કલાકની તેજી ગુમાવીને 2% સુધીનો મસમોટો કડાકો(Sensex Nifty Tank) જોવા મળ્યો છે.

Sensex Nifty Tank

Sensex Nifty પર એક નજર :

સેન્સેકસ અને નિફટીમાં હેવીવેઈટના જોરે ખાનાખરાબી સર્જાઈ છે. સેન્સેકસ ગઈકાલના બંધ ભાવ 52,578ની સામે 52,673 પર ખુલીને તે જ લેવલનો હાઈ બતાવી ગગડ્યો હતો.  ઈન્ટ્રાડેમાં 51,802નું તળિયું બનાવીને એસ એન્ડ પી બીએસઈ ઈન્ડેકસ અત્યારે 12 કલાકના સુમારે 550 અંકોના ઘટાડે 52,030 પર 1% નીચે ટ્રેડ કરી રહ્યો છે.  સામે પક્ષે નિફટી પણ 15,513નું તળિયું બનાવીને અત્યારે 1.02%, 161 અંક નીચે 15,585.30 પર કામકાજ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : બાળકો માટેની કોરોના રસીને લઇ મહત્વના સમાચાર

આજની મંદી(Sensex Nifty Tank)નું કારણ નિફટી બેંક છે. બેંક નિફટીમાં 1.50%નો કડાકો જોવા મળી રહ્યો છે અને તે 34,262ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે. આજે BNFમાં 34,115.20નું તળિયું જોવા મળ્યું હતુ.

Sensex Nifty Tank on China-US Conflict Issue,

સેન્સેકસના 30માંથી 6 શેર જ સામાન્ય પોઝીટીવ છે. 24 શેર વધીને કામકાજ કરી રહ્યાં છે. નિફટીમાં સમાવિષ્ટ 50માંથી 43 શેર ઘટાડે કામકાજ કરી રહ્યાં છે. આ સિવાય બેંક નિફટીમાં પણ 12માંથી માત્ર 2  શેર જ પોઝીટીવ છે.

આજે બજારને નીચે ધકેલવામાં HDFC બેંક, રિલાયન્સ અને એક્સિસ બેંકનો સૌથી મોટો ફાળો છે. સામે પક્ષે ભારતી એરટેલ, HUL અને બજાજ ફિનસર્વ સામાન્ય મજબૂતી પ્રદાન કરી રહ્યાં છે.

શેરબજારમાં હાહાકાર: સેન્સેકસ 700 અંક, નિફટી 200 અંક ગગડ્યાં

બ્રોડર માર્કેટ પર નજર કરીએ તો ત્યાં એકંદરે સામાન્ય રાહત છે. મિડકેપ ઈન્ડેકસ 0.75% અને સ્મોલકેપ 0.95%ના ઘટાડે જોવા મળી રહ્યાં છે. બીએસઈ ખાતે આજે 1040 શેર ઘટીને તો 2035 એટલેકે અંદાજે બમણાં શેર ઘટાડે કામકાજ કરી રહ્યાં છે. તેમ છતા બીએસઈ ખાતે 374 શેરમાં આજે 52 સપ્તાહનું નવું ઉચ્ચતમ સ્તર અને 12 શેરમાં 52 સપ્તાહનું નીચલું સ્તર જોવા મળી રહ્યું છે. 314 શેરમાં અપર સર્કિટ અને 233 શેરમાં લોઅર સર્કિટ લાગી છે.

5 સપ્તાહનું તળિયું

સેક્ટોરિયલ ઈન્ડાયસિસ પર નજર કરીએ તો યુટિલિટી, ઓટો અને ફાર્મા ઈન્ડેકસ 1.25% તૂટ્યાં છે, જ્યારે ટેલિકોમ 2.5% અપ છે અને આઈટી પણ સામાન્ય સહારો આપી રહ્યાં છે. D-Street crash

આજે સેન્સેકસ-નિફટીમાં જોવા મળેલ લેવલ છેલ્લા 5 સપ્તાહના સૌથી નીચલા સ્તર છે.

આ પણ વાંચો : એક સાથે ખુલ્યાં 2 IPO: લકી રોકાણકારોને મળી શકે છે બમ્પર રીટર્ન

રૂપિયામાં આજે મજબૂતી સાથે શરૂઆત થઈ છે. ડોલરની સામે રૂપિયામાં આજે 4 પૈસાની મજબૂતી છે.ડોલર સામે ભારતીય ચલણ આજે 74.43ના સ્તરે ખુલ્યો છે. બીજી તરફ, મંગળવારના કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા તૂટીને 74.47 ની સપાટીએ બંધ રહ્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment