Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝસેન્સેકસમાં 873 અંકોનો હનુમાન કૂદકો, નિફટી પ્રથમ વખત 16,000ને પાર: રોકાણકારોની સંપત્તિ 2.40 લાખ કરોડ વધી

સેન્સેકસમાં 873 અંકોનો હનુમાન કૂદકો, નિફટી પ્રથમ વખત 16,000ને પાર: રોકાણકારોની સંપત્તિ 2.40 લાખ કરોડ વધી

Share Now

નવી દિલ્હી : ભારતીય શેરમાર્કેટ(Sensex-Nifty)માં તેજીનો કરંટ કોરોના મહામારીની ત્રીજી લહેરની દસ્તક છતા યથાવત જોવા મળ્યો છે. બેન્ચમાર્ક સૂચકાંકો એક સાંકળી રેન્જની મોટી વઘ-ઘટમાંથી અંતે આજે બહાર આવ્યા અને નિફટીએ પણ આજે પ્રથમ વખત 16,000ની સપાટી કુદાવી છે.

ભારતીય કંપનીઓ દ્વારા જૂન ત્રિમાસિકગાળાના અપેક્ષા કરતા વધુ સારા પરિણામો રજૂ કરતા શેરબજાર(Sensex-Nifty)માં ફૂલગુલાબી તેજી જોવા મળી છે. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 2.37 લાખ કરોડનો બમ્પર વધારો જોવા મળ્યો છે. આજે બીએસઈની માર્કેટ કેપિટલાઈઝેશન 2.40 લાખ કરોડના ઐતિહાસિક સ્તરને પાર નીકળી હતી.

Sensex-Nifty

Sensex-Nifty પર એક નજર

30 શેરના બેંચમાર્ક ઈન્ડેકસ બીએસઇ ઇન્ટ્રા-ડેમાં 937 પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે. સેન્સેકસે 53,888નો ઓલટાઈમ હાઈ બનાવીને અંતે 1.65%ના હાઈજમ્પ સાથે 53,823 પર ક્લોઝિંગ આપી છે. સામેપક્ષે નિફટી 50 ઈન્ડેકસ પણ પ્રથમ વખત 16 હજારના સ્તરને વટાવીને 16,147નું નવું સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવીને અંતે 245 અંક ઉપર 16,130 પર બંધ આવ્યા છે.

આ પણ વાંચો : અંબાણીનો મોટો દાવ: Subway Indiaનું અધિગ્રહણ કરશે રિલાયન્સ રીટેલ

મંગળવારે શેરબજારમાં આવેલ ઉછાળો એટલેકે સેન્સેકસ-નિફટી(Sensex-Nifty)નો ઈન્ટ્રાડે ઉછાળો 21મી બાદનો સૌથી મોટો દૈનિક ઉછાળો છે.

આજના ટોપ ગેનર્સ-લુઝર્સ 

આજે બજારને ઉપર ખેંચવામાં સૌથી મહત્વનો ફાળો HDFC લિમિટેડ અને ઈન્ફોસિસનો છે. આ સિવાય TCS, ICICI બેંક, HULએ પણ મહત્વનો ફાળો આપ્યો હતો.

સેન્સેકસમાં 873 અંકોનો હનુમાન કૂદકો, નિફટી પ્રથમ વખત 16,000ને પાર: રોકાણકારોની સંપત્તિ 2.40 લાખ કરોડ વધી

 

આજના ટોપ લુઝર્સમાં બજાજ ઓટો સૌથી વધુ માત્ર 0.33% ઘટ્યો હતો. આ સિવાય સેન્સેકસના અન્ય બે શેર ટાટા સ્ટીલ અને NTPC પર સામાન્ય ઘટાડે બંધ આવ્યા છે. ટોપ ગેનર્સમાં ટાઈટન, HDFC લિમિટેડ અને નેસ્લે ઈન્ડિયા ટોપ પર રહ્યાં છે.

સેન્સેકસમાં 873 અંકોનો હનુમાન કૂદકો, નિફટી પ્રથમ વખત 16,000ને પાર

બ્રોડર માર્કેટ મંદ

બેંચમાર્ક જ નહિ બ્રોડર માર્કેટમાં પણ સામાન્ય ઉછાળો જ જોવા મળ્યો હતો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસ 0.20%ના સામાન્ય વધારા સાથે જ બંધ આવ્યા છે,જે દર્શાવે છે આજે માત્રને માત્ર લાર્જકેપ અને હેવીવેઈટનો જ દિવસ હતો.

બ્રોડર માર્કેટમાં આજે 1740 શેર વધીને તો 1505 શેર ઘટીને બંધ આવ્યા છે. આ સિવાય 131 શેર અનચેન્જડ રહ્યાં છે. જોકે 538 શેરમાં 52 સપ્તાહના નવા ઉચ્ચતમ સ્તર અને 13 શેરમાં જ માત્ર 52 સપ્તાહનું તળિયું જોવા મળ્યું છે.

જોકે ચોંકાવનારો આંકડો એ છે કે 1740 વધનારા શેરમાંથી 520 શેરમાં અપર સર્કિટ લાગી છે. ઘટનારા શેરમાંથી પણ 209 શેરમાં લોઅર સર્કિટ છે.

આ પણ વાંચો : હવે એક જ ATM કાર્ડથી 3 ખાતામાંથી ઉપાડી શકશો પૈસા

વોડાફોન આઈડિયા 10% તૂટ્યાં

ગઈકાલે ચેરમેન કુમાર મંગલમ બિરલાએ વોડાફોન-આઈડિયામાં સરકાર ઈચ્છે તો તેમની પાસે રહેલો તમામ અંકુશાત્મક હિસ્સો સરકારને વેચવા માટેની તૈયારી દર્શાવતા આજે શેરભાવમાં ગાબડું જોવા મળ્યું છે અને શેર 10%થી વધારે તૂટ્યો છે.

ટાઈટન ચમક્યો :

મજબૂત પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામો બાદ ટાઈટનના શેરમાં આજે આગઝરતી તેજી જોવા મળી હતી. શેર 4.4%ના હાઈ જમ્પ સાથે 1854.95ના નવા ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment