જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દાયકાથી વધુ સમયથી અલગતાવાદી આંદોલનનું નેતૃત્વ કરનારા પાકિસ્તાન સમર્થક સૈયદ અલી શાહ ગિલાનીને(Syed Ali Shah Geelani) ગુરુવારે સવારે 4:37 વાગ્યે શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં દફનાવવામાં આવ્યા હતા. ગિલાનીને શહેરની હદમાં હૈદરપોરામાં તેમની પસંદગીના સ્થળે દફનાવવામાં આવ્યા હતા. બીજી બાજુ, સાવચેતીને ધ્યાને રાખીને કાશ્મીર ખીણમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમજ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યું હતું.
કાશ્મીરમાં લગાયું કર્ફ્યૂ
પોલીસે કહ્યું કે સાવચેતીના ભાગરૂપે કાશ્મીરમાં કર્ફ્યુ જેવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. 91 વર્ષના અલગાવવાદી નેતા બે દાયકાથી વધુ સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. આ સિવાય તેમને અન્ય સમસ્યાઓ પણ હતી. તેમના પરિવારના એક સભ્યના જણાવ્યા અનુસાર, ગિલાનીએ બુધવારે રાત્રે 10.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ વાંચો:પાકિસ્તાનની કબૂલાત: પોતાને ગણાવ્યા તાલિબાનના સરંક્ષક
વૃદ્ધત્વને લગતી ઘણી બિમારોથી પીડાતા હતા
સૈયદ અલી શાહ ગિલાનીને(Syed Ali Shah Geelani) બે પુત્રો અને છ પુત્રીઓ છે. તેમણે 1968 માં તેમની પ્રથમ પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા હતા. અલગતાવાદી નેતા ગિલાની બે દાયકાથી વધુ સમયથી કિડની સંબંધિત બીમારીથી પીડાતા હતા. આ ઉપરાંત, તે વૃદ્ધત્વને લગતી અન્ય ઘણી બીમારીઓ સામે લડી રહ્યા હતા.
ગિલાની સોપોરથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા
ગિલાનીના પરિવારના એક સભ્યએ જણાવ્યું કે ગિલાનીનું રાત્રે 10.30 વાગ્યે નિધન થયું હતું. રાજ્યના સોપોર બેઠક પરથી ત્રણ વખતના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગિલાની 2008 ના અમરનાથ જમીન વિવાદ અને 2010 માં શ્રીનગરમાં એક યુવકના મોત બાદ વિરોધ પ્રદશન કરનારાઓનો ચહેરો બની ગયા હતા. તેઓ હુર્રિયત કોન્ફરન્સના સ્થાપક સભ્ય હતા, પરંતુ તેમણે તેનાથી અલગ થઈને 2000 ની શરૂઆતમાં તહરીક-એ-હુર્રિયતની રચના કરી હતી. આખરે તેમણે જૂન 2020 માં હુર્રિયત કોન્ફરન્સને પણ વિદાય આપી દીધી હતી.
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને શોક વ્યક્ત કર્યો
પાકિસ્તાનના(Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને(Imran Khan) પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા સૈયદ અલી શાહ ગિલાનીના(Syed Ali Shah Geelani) નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમજ જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે ગિલાનીના નિધનના સમાચારથી તે ખૂબ દુ:ખી છે. “અમે મોટાભાગની બાબતો પર સહમત ન પણ હોઈ શકીએ, પરંતુ હું તેમની દ્રઢતા અને તેમના વિશ્વાસને વળગી રહેવાના સ્વભાવ માટે તેમનો આદર કરું છું.”
Deeply saddened to learn of the passing of Kashmiri freedom fighter Syed Ali Geelani who struggled all his life for his people & their right to self determination. He suffered incarceration & torture by the Occupying Indian state but remained resolute.
— Imran Khan (@ImranKhanPTI) September 1, 2021
પિપલ્સ કોન્ફરન્સના પ્રમુખે પણ શોક વ્યક્ત કર્યો
પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોને પણ ગિલાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમનો પાસપોર્ટ 1981 માં જપ્ત કરવામાં આવ્યો હતો અને 2006 માં માત્ર એક વખત હજ યાત્રા માટે પરત ફર્યા હતા. તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, પોલીસ અને આવકવેરા વિભાગમાં કેટલાય કેસ પેન્ડિંગ હતા. કાશ્મીર ખીણની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી અને ગિલાની તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.