Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝસરકારી તિજોરી ભરાઈ : સતત ત્રીજા મહિને GST કલેક્શન 1 લાખ કરોડને પાર

સરકારી તિજોરી ભરાઈ : સતત ત્રીજા મહિને GST કલેક્શન 1 લાખ કરોડને પાર

September 2021 GST Collection Crosses 1.17 Lakh Cr, Above 1 Lakh Cr For 3rd Straight Month
Share Now

અમદાવાદ : ભારતીય અર્થવ્યવસ્થા કોરોના મહામારીના કપરાકાળમાંથી બહાર આવી રહી છે. દિવસે ને દિવસે દેશનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે. અર્થતંત્ર મજબૂત બનતા સરકારની આવક પણ વધી રહી છે. સરકારી તિજોરીઓ પણ છલકાઈ રહી છે. દેશની નાણાંકીય ખાધ પણ કાબૂમાં રહ્યાં બાદ 1લી તારીખે પણ સરકાર માટે એક સારા સમાચાર આવ્યા છે અને તે છે GST કલેક્શન(September 2021 GST Collection)ના.

September 2021 GST Collection

September 2021 GST Collection 

સપ્ટેમ્બર માસના જીએસટી કલેક્શન(September 2021 GST Collection)ના આંકડા નાણામંત્રાલયે શુક્રવારે જાહેર કર્યા છે. ગત મહિને સરકારની જીએસટી આવક 1.17 લાખ કરોડ રૂપિયા રહી છે. આંકડા અનુસાર વાર્ષિક દ્રષ્ટિએ જીએસટી કલેક્શનમાં 23%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની જીએસટી આવક સપ્ટેમ્બર(September 2021 GST Collection)માં સતત ત્રીજા મહિને 1 લાખ કરોડને પાર રહેવા પામી છે. સપ્ટેમ્બર 2020માં જીએસટી કલેક્શન 91,916 કરોડ રહ્યું હતુ, જે સપ્ટેમ્બર, 2019ના કલેક્શન કરતા 4% વધુ હતુ.

સપ્ટેમ્બર 2021 મહિનામાં એકત્ર થયેલી કુલ જીએસટી આવક(September 2021 GST Collection) 1,17,010 કરોડ હતી, જે ગયા વર્ષના એટલેકે સપ્ટેમ્બર, 2020 મહિનાની જીએસટીની આવક કરતાં 23% વધારે છે. ગત મહિને માલની આયાતથી જીએસટીની આવક 30% વધી છે અને ઘરેલુ વ્યવહાર (સેવાઓની આયાત સહિત)ની જીએસટી આવક ગયા વર્ષના સમાન સમયની આવક કરતાં 20% વધારે છે.

આ પણ વાંચો : 68 વર્ષે મહારાજાની ઘરવાપસી : ટાટા સન્સ બનશે એર ઈન્ડિયાના નવા પાઈલોટ

કેન્દ્ર રાજ્યોની આવક કેટલી ?  

સપ્ટેમ્બર માસમાં CGST કલેક્શન ₹ 20,578 કરોડ, SGST ₹ 26,767 કરોડ, IGST ₹ 60,911 કરોડ જેમાં 29,555 કરોડના માલની આયાતનો કર સંગ્રહ પણ શામેલ છે. આ સિવાય ગત મહિને સરકારને સેસ પેટે ₹ 8,754 કરોડની આવક થઈ છે જેમાં માલની આયાતના ટેક્સ કલેક્શના 623 કરોડ રૂપિયા શામેલ છે.

સરકારે નિયમિત સમાધાન તરીકે IGSTમાંથી CSGT પેટે 28,812 કરોડ અને SGST પેટે 24,140 કરોડની પતાવટ કરી છે. નિયમિત સમાધાન પછી સપ્ટેમ્બર 2021 મહિનામાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક વહકોસા CGST માટે ₹ 49,390 કરોડ અને SGST માટે ₹ 50,907 કરોડ છે.

September 2021 GST Collection Crosses 1.17 Lakh Cr Read ott india news

કવાર્ટરલી બેસિસ પર પણ 5% વધ્યું GST કલેક્શન

ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં સરેરાશ માસિક કુલ જીએસટી કલેક્શન ₹ 1.15 લાખ કરોડ રહ્યું છે, જે વર્ષના પ્રથમ ક્વાર્ટરના સરેરાશ માસિક સંગ્રહ ₹ 1.10 લાખ કરોડ કરતા 5% વધારે છે.

કેન્દ્ર સરકારેએ જીએસટીને કારણે રાજ્ય સરકારોની આવકમાં થતા ઘટને પગલે 22,000 કરોડ રૂપિયા રાજ્યોને ફાળવ્યા છે. કેન્દ્રએ રાજ્યોને જીએસટી કમ્પન્સેશન પેટે આ પૈસા આપ્યા છે તેમ એક સરકારી પ્રેસ રિલીઝમાં જણાવાયું છે.

આ પણ વાંચો : आज पहली तारीख है : આજથી બદલાશે આ 7 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment